ઇસ્લામ અંગીકાર કરનારી મહિલા પતિએ નિકાહના પાંચ દિવસ બાદ તલાક આપ્યા, શું છે મામલો?

બ્રિટન, સ્કૉટલેન્ડ, નિકાહના નામે છેતરપિંડી, ઇસ્લામનો અંગીકાર, નિકાહ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખશો
    • લેેખક, યૂનુસ મુલ્લા અને લૉરેન હર્સ્ટ
    • પદ, નૉર્થ વેસ્ટ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

જેનને નિકાહના પાંચ દિવસ પછી એક મૅસેજ મળ્યો અને તેમની જિંદગી હંમેશને માટે બદલાઈ ગઈ.

જેનના પતિએ મૅસેજમાં લખ્યું હતું, "હું તને તલાક આપું છું અને તલાક આપી ચૂક્યો છું."

બીબીસીએ જેનનું ખરું નામ ગુપ્ત રાખવા માટે સહમતિ આપી છે.

જેને જણાવ્યું કે 10 મહિના પહેલાં ઇસ્લામિક નિકાહ માટેની વેબસાઇટ 'મુજ' ઉપર તેમની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ.

એ સમયે જેનને લાગતું હતું કે તે વ્યક્તિનું નામ ઍડમ છે અને તે માન્ચેસ્ટરમાં રહે છે.

જેનનું કહેવું છે, "મારાં માટે આ બધું કપરું હતું. મને લાગતું હતું કે હું નિકાહ કરવાની છું, એના બદલે મારી જિંદગીનું સૌથી ખરાબ સપનું શરૂ થઈ ગયું હતું."

"આ બધું ભારે વિચિત્ર હતું. મને સમજાતું નથી કે લોકો સેક્સ માટે આવાં ગતકડાં કેમ કરે છે."

જેનનું કહેવું છે કે બંનેએ છ મહિના સુધી ઑનલાઇન ચૅટિંગ કર્યું અને વીડિયો કૉલ પર વાતચીત કરી, એ પછી તેમણે રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથેની વાતચીત દરમિયાન જેને જણાવ્યું કે તેમને લાગતું હતું કે આ સંબંધ વાસ્તવિક છે. એટલે જ જ્યારે સામેવાળી વ્યક્તિએ લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો, તો તેમને જરાય શંકા ન ગઈ.

જેન કહે છે, "તેણે મને વિશ્વાસ અપાવી દીધો હતો કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે જિંદગી જીવવા માગે છે. એટલે તેની ઉપર શંકા કરવા માટે મારી સામે કોઈ કારણ ન હતું."

આગળ જતાં જેનને જાણ થઈ કે વાસ્તવમાં ઍડમનું ખરું નામ બીજું કંઈક હતું અને તે પરિણીત હતા.

ઍડમના વકીલોએ જેનના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

2 જૂને જેને ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. તેઓ નિકાહ માટે લંકાશાયરના બ્રિયરફિલ્ડ ગયાં હતાં. ઇસ્લામમાં નિકાહએ લગ્ન કરવાની એક વિધિ છે, જે ઇસ્લામિક નિયમો મુજબ થાય છે.

જોકે, આ પ્રકારના નિકાહ એ કાયદેસરના લગ્નથી અલગ હોય છે. ઇંગ્લૅન્ડ અને વૅલ્સમાં તેને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા નથી મળી.

જેનનું કહેવું છે કે તેઓ મિત્રો અને પરિવારની વચ્ચે પોતાનાં હોમસિટી ગ્લાસગોમાં મૅરેજ કરવાં માગતાં હતાં, પરંતુ તેમના ભાવિ પતિ સ્કૉટલૅન્ડમાં મૅરેજ કરવાની વિરુદ્ધ હતાં.

હવે, તેઓ આ બાબતને એક ચેતવણી તરીકે જુએ છે.

જેને કહ્યું, "સ્કૉટલૅન્ડમાં કાયદેસરના લગ્ન અને નિકાહ એકસાથે જ કરવા માટે કહેવામાં આવ્યું."

જેને જણાવ્યું કે આના વિશે તેમના પતિએ કહ્યું હતું, "તેમણે મારું ઓળખપત્ર જોવાની શું જરૂર છે ? મારું કહેવું છે કે નિકાહ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને તેમાં મારું આઈડી દેખાડવાની જરૂર પણ નથી."

"આ વાતે તે ખૂબ જ પરેશાન હતો."

જેને જણાવ્યું કે બ્રિયરફિલ્ડમાં બે ઇમામોની હાજરીમાં નિકાહ થયાં. તેઓ જ સાક્ષી બન્યાં. એ પછી પતિ-પત્નીએ એક હોટલમાં બે રાત વીતાવી.

બ્રિટન, સ્કૉટલેન્ડ, નિકાહના નામે છેતરપિંડી, ઇસ્લામનો અંગીકાર, નિકાહ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખશો
ઇમેજ કૅપ્શન, ઇસ્લામિક લગ્નો માટેની વેબસાઇટ ઉપર જેન તેમના ભાવિ પતિને મળ્યાં હતાં

જોકે, નિકાહના માત્ર પાંચ દિવસ પછી જ જેનને મૅસેજ મળ્યો, જેમાં સંબંધનો અંત આણવાની વાત જણાવવામાં આવી હતી.

જેનેને જણાવ્યું કે આ બધું જોઈને તેઓ હતપ્રભ થઈ ગયાં અને અવઢવમાં મૂકાઈ ગયાં. તેમણે આ નિકાહને 'બનાવટી મૅરેજ' જણાવ્યાં.

જેનનું માનવું છે કે તેમનો 'ચોંકાવનારો' અનુભવ ખરેખર તો ભાવનાત્મક અને જાતીય શોષણ હતું.

બીબીસીને માહિતી મળી છે કે તે વ્યક્તિ હાલ પણ અન્ય એક મહિલા સાથે કાયદેસર અને ધાર્મિક, એમ બંને રીતે પરિણીત છે.

એ વ્યક્તિએ પોતાના વકીલો મારફત વિસ્તૃત જવાબ આપ્યો. જેમાં જણાવ્યું છે કે તેમની સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તથા આ આરોપો પણ પણ તેના જ ભાગરૂપ છે.

તેમણે જણાવ્યું કે આ આરોપોની તરફેણમાં જેન પાસે કોઈ પુરાવા નથી અને તે સંપૂર્ણપણે ખોટા છે.

વકીલઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેણે પૂર્વ મૅરેજમાં જેન સાથે છેતરપિંડી નહોતી કરી.

તેમણે જણાવ્યું હતું કે જેન સાથે નિકાહ દરમિયાન પણ તેમના અસીલે ઓળખ નહોતી છૂપાવી, કારણ કે તેમણે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ દેખાડ્યું હતું.

નિકાહ કરાવનારા ઇમામે શું જણાવ્યું ?

બ્રિટન, સ્કૉટલેન્ડ, નિકાહના નામે છેતરપિંડી, ઇસ્લામનો અંગીકાર, નિકાહ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખશો
ઇમેજ કૅપ્શન, બિલાલ બ્રાઉન

બીબીસીએ જેનનાં ઇસ્લામિક નિકાહના સર્ટિફિકેટની કૉપી જોઈ છે. જે મસ્જિદ દ્વારા તેમને આપવામાં આવી હતી. આ સર્ટિફિકેટમાં અનેક માહિતી ન હતી તથા કેટલીક માહિતી ખોટી હતી.

નિકાહ કરનાવનારા મુફતી અદીલ જમાને જણાવ્યું હતું કે બે પુખ્તવયના લોકોએ તેમની સહમતિથી નિકાહ કર્યા હતા અને તેઓ ખુશ જણાતા હતા.

મુફતી અદીલ જમાનનું કહેવું છે કે તેમને નહોતું લાગ્યું કે યુગલને સવાલ પૂછવા તેમની જવાદારી છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "જે કંઈ થયું, તેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે."

તેમણે કહ્યું, "શરૂઆતથી જ અમારો હેતુ બધા સાથે નિષ્પક્ષ આચરણ કરવાનો છે અને અમે તેમને જરૂરી મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. સાથે જ જે આબાબતમાં અમને પ્રત્યક્ષ માહિતી હોય, એટલા પૂરતી જ અમે વાત કરીએ છીએ."

તેમણે સ્વીકાર્યું કે ઓળખ વિશે તપાસ કરવામાં ભૂલો થઈ હતી. જોકે, તેમનું કહેવું હતું કે જેને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં, તેની ખરી ઓળખ વિશે માહિતી મેળવવામાં તેમણે મદદ કરી હતી.

લંકાશાયર કાઉન્સિલ ઑફ મૉસ્ક્સે પણ આ મુદ્દે ટિપ્પણી કરી છે. નિકાહવિચ્છેદ પછી બંને પક્ષકારો વચ્ચે સમાધાન માટે જે પ્રયાસો થયા, તેમાં આ સંસ્થા પણ સામેલ હતી. સંસ્થાએ કહ્યું હતું કે જે લોકો આવાં નિકાહ કરાવે છે, તેમની જવાબદારી છે કે તેઓ જરૂરી તપાસ કરે.

બ્રિટન, સ્કૉટલેન્ડ, નિકાહના નામે છેતરપિંડી, ઇસ્લામનો અંગીકાર, નિકાહ પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખશો
ઇમેજ કૅપ્શન, સાઇમા અફઝલ

ગ્રૅટર માનચેસ્ટરના ઑલ્ડમમાં 'ન્યૂ બિગિનિંગ્સ' નામનો સમૂહ કાર્યરત છે. જે ઇસ્લામનો અંગીકાર કરનારાઓને સેવા આપે છે.

આ સમૂહનું કહેવું છે કે મુસ્લિમ સમુદાયમાં અન્યોની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોય, તેવા અમુક કિસ્સા તેમના ધ્યાને આવ્યા છે.

ગ્રૂપના સંસ્થાપક બિલાલ બ્રાઉને કહ્યું, "અમે અમારા સમુદાય એટલે કે મુસ્લિમ સમુદાયમાં આવા ઠગ લોકો વિશે જાણીએ છીએ, જેઓ બીજાને છેતરવા આંટાફેરા કરી રહ્યા છે."

તેમણે કહ્યું કે જો કોઈ સંબંધ કે નિકાહમાં ઉતાવળ થઈ રહી હોય, અથવા પરિવારના અન્ય સભ્યો સામેલ ન હોય, તો તે કંઈક અજૂગતું બની રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.

બિલાલ બ્રાઉને એમ પણ કહ્યું કે આવા સંજોગોમાં ઇસ્લામનો અંગીકાર કરનારા વિશેષ કરીને છેતરપિંડીનો ભોગ બને તેવી શક્યતા રહે છે.

લંકાશાયરનાં પૂર્વ આસિસ્ટન્ટ પોલીસ ઍન્ડ ક્રાઇમ કમિશનર સાઇમા અફઝલે બીબીસી નૉર્થ વેસ્ટ ટુનાઇટને જણાવ્યું કે ઇસ્લામિક લગ્નોને કાયદેસરની માન્યતા મળેલી ન હોય, કેટલીક મહિલાઓ મુશ્કેલીમાં મૂકાય શકે છે.

તેમણે કહ્યું, "તમે ઘણી વખત નિકાહ સંબંધિત કાયદાકીય ખામી વિશે સાંભળો છો. લોકો કહે છે કે તેમની ઉપર બે લગ્ન કરવાનો કેસ ચલાવી ન શકાય, કારણ કે બ્રિટનમાં નિકાહને કાયદેસરની માન્યતા મળેલી નથી."

"નિકાહની આ વાતને બાજુએ રાખીને અહીં આપણે લોકોનું આચરણ જોઈએ."

"એક મહિલાને અંધારામાં રાખવી, તેની સાથે છેતરપિંડી કરવી, તેને પોતાની જાળમાં ફાંસવી જેવી બાબતો સામેલ છે."

"મતલબ કે તે છેતરપિંડી છે."

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, Chhath Pooja પર બનતી ખાસ વાનગી 'ઠેકુઆ' કેવી રીતે બને છે?

વર્ષ 2018માં સંસદ સમક્ષ એક સ્વતંત્ર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ઇસ્લામિક નિકાહ થયાં પછી મોટા પ્રમાણમાં કાયદેસરનાં લગ્ન નથી થતાં. જેથી, કાયદેસરનાં લગ્ન દ્વારા જે સુરક્ષા અને અધિકાર આ લોકોને મળે છે, તે મળી નથી શકતા.

સ્કૉટલૅન્ડ પોલીસનું કહેવું છે કે સ્કૉટલૅન્ડમાં આ મામલે કોઈ ગુનાહિત આચરણ થયું હોવાની પુષ્ટિ નથી થઈ.

ગ્રૅટર માન્ચેસ્ટર પોલીસે જેનની ફરિયાદ મળી હોવાની પુષ્ટિ કરી હતી તથા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ઑનલાઇન પ્લૅટફૉર્મ 'મુજ'નું કહેવું છે કે તેણે સંબંધિત વ્યક્તિને તેના પ્લૅટફૉર્મ ઉપર હંમેશને માટે બ્લૉક કરી દીધી છે.

કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ શહજાદ યુનિસનું કહેવું છે, "અમે ઍપનો ઉપયોગ કરનારાઓને પૂછીએ છીએ કે શું તેઓ પરિણીત છે ? ચાહે તે કાયદેસરનાં લગ્ન હોય કે અન્ય કોઈ પ્રકારનાં."

"જો વ્યક્તિ પરિણીત હોય, તો અમે સાઇન-અપ દરમિયાન જ તેમને ઍપ પરથી બ્લૉક કરી દઈએ છીએ."

તેમણે કહ્યું હતું કે કંપની તેની સામાન્ય તપાસ હેઠળ ઇમેલ, ફોન નંબર, ડિવાઇસ તથા સૅલ્ફીની તપાસ કરે છે. સાથે જ ઉમેર્યું હતું કે આઇડૅન્ટિટી વૅરિફિકેશન વૈકલ્પિક છે.

કઈ-કઈ તપાસ થઈ છે અને કઈ નથી થઈ, તેના વિશે પ્રોફાઇલમાં માહિતી આપવામાં આવે છે.

જેનનું કહેવું છે કે આ કેસ દ્વારા તેઓ અન્ય મહિલાઓને આવી પરિસ્થિતિમાં મુકાતી બચાવવા માગે છે.

તેમણે કહ્યું, "આ સમાજની એક સમસ્યા છે. જો હું મારાં જેવી અન્ય મહિલાને આ પ્રકારની છેતરપિંડીથી બચવામાં મદદરૂપ થઈ શકું, તો તે મારા માટે મોટો વિજય હશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન