BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
અમદાવાદ : જ્યારે સ્ટેજ પર કામદારનો મૃતદેહ લવાયો અને મજૂરોએ સત્તા બદલી નાખવાના સોગંદ ખાધા
62 વર્ષ પહેલાં અમદાવાદના રિલીફ રોડ પર બનેલી આ ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ ઘટના બાદ એવું આંદોલન થયું કે શહેરમાં સત્તાના શિખરે રહેલી કૉંગ્રેસ પાર્ટીને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.
પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખેડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે?
ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણનું નિયમન) અધિનિયમ, 2026' બિલ પસાર થયું છે. જો આ વિધેયક કાયદો બને તો રાજ્યમાં ખોળ, ખાણદાણ, પશુદાણ, મરઘાં-ચણ અને પાલતું પશુ-પક્ષીઓ માટેના ખનીજ મિશ્રણ (મિનરલ મિક્સચર) ઉદ્યોગમાં મોટા ફેરફારો આવશે.
પીએમ મોદી બોલ્યા : 'બ્રિક્સ સમૂહ કોઈની વિરુદ્ધ નથી' – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
'દરેક પુખ્ત અમેરિકનોને $5000 મળશે', ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપેલા આ વચન વિશે અમેરિકનો શું કહી રહ્યા છે? આ ઑફર કેટલી કાયદેસર છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પુખ્ત વયની દરેક વ્યક્તિને 5,000 ડૉલર (લગભગ 4.78 લાખ રૂપિયા) આપવાની ઑફર કરી છે. શરત એટલી કે નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી જીતી જવી જોઈએ.
7 વર્ષ પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ, શું બંને દેશો વચ્ચેના સંબંધોમાં જામી ગયેલો બરફ પીગળશે?
ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો હોવા છતાં, બંને દેશો વચ્ચે આર્થિક મોરચે કેટલાક અવરોધો હજુ પણ યથાવત્ છે. 7 વર્ષ પછી ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો માટે આ મુલાકાત કેમ મહત્ત્વની મનાય છે?
વીડિયો, Better Health EP 08 : એવી બીમારી જેમાં આંખમાં આંસુ પણ ના આવે, મહિલાઓ એનો ભોગ કેમ વધુ બને છે?, અવધિ 23,45
જ્યારે શરીરના રક્ષક કોષો જ ભક્ષક બનીને આપણા જ અંગો પર હુમલો કરવા લાગે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે? શા માટે 80% કિસ્સાઓમાં મહિલાઓ જ આનો ભોગ બને છે? @dr.urvi.mindmeds પાસેથી જાણો આ રહસ્યમય બીમારીનાં લક્ષણો, નિદાન અને બચવાના ઉપાયો.
હવામાન સમાચાર : ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય, ચાર દિવસ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમની સરેરાશ સામે 76 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં 104 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના બાકીના ભાગોમાં વરસાદની ઘટ છે. જેમ કે, કચ્છમાં માત્ર 30 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 56 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્રમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત : ખેડૂત આંદોલનનું કેન્દ્ર રહેલા મોરબી સહિત અનેક માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપપ્રેરિત પૅનલની હાર શું સંકેત આપે છે?
તાજેતરમાં ગુજરાતમાં વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની (એપીએમસી) ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે, જેમાં વીજ થાંભલા અંગે વિરોધનું કેન્દ્ર બનેલા એવા મોરબી સહિત ધોળકા અને લોધિકામાં ભાજપ સમર્થિત ઉમેદવારોની પૅનલોને ફટકો પડ્યો હતો.
16 વર્ષીય કિશોરના પેટમાંથી 23 સિક્કા, 2 ચેઇન, નેલકટર સહિત 40 વસ્તુ મળી, એક ટેવથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો
તામિલનાડુના તિરુવનમલાઈ જિલ્લાના અય્યમપલયમ ગામના એક 16 વર્ષીય કિશોરના પેટમાંથી ડૉક્ટરોએ ઓછામાં ઓછી 40 વસ્તુ બહાર કાઢી છે, જેમાં નખ કાપવાનું સાધન (નેલકટર), હેરપિન, ચેઇન અને 23 સિક્કાનો સમાવેશ થાય છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો સુરક્ષાઘેરો તોડવો મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે?
પુતિનની સુરક્ષાની વાત આવે ત્યારે, સેંકડો બૉડીગાર્ડ્સ તેમની દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે. આ બૉડીગાર્ડ્સ 24 કલાક તેમની સાથે હોય છે. પુતિન સ્માર્ટફોન વાપરતા નથી, તેમનાં ભોજન અને શેમ્પેઇનની તપાસ કોણ કરે છે?
BAPS : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓથી અંતર કેમ જાળવે છે?
પેરિસના ઍફિલ ટાવર ખાતે તાજેતરમાં બનેલી એક ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક હિસ્સો એવી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)માં મહિલાઓની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
'સારા અને વિનમ્ર હતા', 9/11ના વિમાન અપહરણકારો કેવા હતા, મકાન ભાડે આપનાર મહિલાએ 25 વર્ષ બાદ શું-શું કહ્યું
છેલ્લાં 25 વર્ષથી રૅચફર્ડ આ ત્રણેય માણસો સાથેના પોતાના સંબંધને કારણે વ્યથિત છે. તેમને લાગે છે કે શરૂઆતથી જ બાયૂમીએ તેમને પોતાની વાતોથી ભોળવી દીધાં હતાં.
નાળિયેરનું પાણી દરરોજ પીવું સલામત છે? કોણે ન પીવું જોઈએ
નાળિયેરની કુદરતી મીઠાશ નાનાંથી લઈને મોટાં સુધીનાં સૌને ગમે છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે, એવું ડૉક્ટરો માનતા હોવા છતાં, એક ચોક્કસ વર્ગના લોકોએ તે પીવાનું ટાળવું જોઈએ, એવી ચેતવણી તબીબી નિષ્ણાતો પણ આપે છે.
BAPS-ઍફિલ ટાવર વિવાદ : સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળના વલણથી હિંદુ ધર્મની છબી પર કેવી અસર પડી?
સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કેટલાક સદસ્યોએ પેરિસમાં સીન નદી પર આયોજિત ધાર્મિક ઝાંખી પહેલાં ઍફિલ ટાવર સામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરમિયાન ત્યાંના કર્મચારીઓનો આરોપ છે કે BAPSના આગમન પર ત્યાંનાં મહિલા કર્મચારીઓને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું. જેને લઈને વિશ્વભરમાં વિવાદ ઊભો થયો છે.
ભારતમાં મેટાની બાળ યૌનશોષણની જાહેરાતો હજુ ચાલુ જ છે, નવા અહેવાલમાં ગંભીર માહિતી બહાર આવી
તાજેતરના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મેટાએ પૈસા લઈને સેંકડો એવી જાહેરાતો ચલાવી છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવાયેલા બાળ યૌનશોષણના ફોટો અને વીડિયો છે.
પાકિસ્તાન: કરાચીનું હિંદુ જિમખાના, જેને ઝિયા-ઉલ-હક તોડી પાડવા માગતા હતા
કરાચીમાં હિન્દુ જિમખાનાની ઐતિહાસિક ઇમારત પાસેથી પસાર થતી કોઈ વ્યક્તિ તેની પર નજર નાખ્યા વિના આગળ વધી જાય, એ શક્ય જ નથી.
સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળની ઍફિલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ખસેડતાં વિવાદ, મામલો શું છે?
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે સંકળાયેલા લગભગ 100 લોકોના પ્રતિનિધિમંડળે ગત શનિવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ પ્રખ્યાત સ્થળની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને હઠાવી દેવાયાં હતાં.
મહિલાના પેટમાં '13 પેન, પાંચ ચમચી અને એક મીણબત્તી હતી...' – આવું કેવી રીતે થયું?
એક મહિલાના પેટમાં 13 પેન, પાંચ લાકડાની ચમચી અને એક મીણબત્તી હતી એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાંથી એક પેન તો 25 સેમી લાંબી હતી. ડૉક્ટરોએ સફળતાપૂર્વક આ બધું બહાર કાઢ્યું હતું અને મહિલાનો જીવ બચાવ્યો હતો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































