રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો સુરક્ષાઘેરો તોડવો મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે?

બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન સ્માર્ટફોન વાપરતા નથી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અઢારમા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચી ગયા છે.

તેઓ 12-13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાનારા શિખર સંમેલન માટે ભારત આવ્યા છે. પુતિન ગત વર્ષે ડિસેમ્બરમાં દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારત ચાર વર્ષ પછી આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બીજી દ્વિપક્ષીય બેઠક થવાની અપેક્ષા છે. ક્રૅમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે આ બેઠક શુક્રવારે (11 સપ્ટેમ્બર) ના રોજ યોજાશે.

પેસ્કોવે કહ્યું કે, હંમેશાંની જેમ, બંને દેશો દ્વિપક્ષીય એજન્ડા પર ચર્ચા કરશે.

તેમણે વધુમાં કહ્યું, "ઘણા મુદ્દા પર જાહેરમાં ચર્ચા કરી શકાતી નથી, કારણ કે કેટલાક દેશો બંને દેશોના સહયોગમાં વધુ અવરોધ પેદા કરવાનો પ્રયાસ રહ્યા છે. તેથી, આવા મુદ્દા પર ગુપ્તપણે પણ ખૂબ જ રચનાત્મક રીતે ચર્ચા કરવામાં આવી રહી છે."

પુતિનની દરેક પ્રવૃત્તિ પર તેમના સેંકડો બૉડીગાર્ડ્સ નજર રાખે છે

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિનનું ભોજન ગુપ્ત રીતે તૈયાર થાય છે.

વ્લાદિમીર પુતિન વર્ષ 2000થી સત્તામાં છે. તેઓ જૉસેફ સ્ટાલિન બાદ ક્રૅમલિનના સર્વેસર્વા તરીકે સૌથી વધુ સમય સુધી સત્તા પર રહ્યા છે.

લગભગ 73 વર્ષીય પુતિનનો, હાલમાં રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો આ પાંચમો કાર્યકાળ છે. તેમના શાસનનો વિરોધ કરવા માટે બહુ ઓછી શક્તિઓ બચી છે, અને જો તેઓ ઇચ્છે તો તેમને વર્ષ 2036 સુધી સત્તામાં ટકી રહેવાથી અટકાવવાનું કામ મુશ્કેલ મનાય છે.

પુતિનની સુરક્ષાની વાત આવે ત્યારે, સેંકડો બૉડીગાર્ડ્સ તેમની દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે. આ બૉડીગાર્ડ્સ 24 કલાક તેમની સાથે હોય છે.

બીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, પુતિનનું ભોજન ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર કરાય છે, અને તેઓ જે કંઈ પીણાં પીવે છે, તેની પહેલાં તેમના નજીકના સલાહકારો દ્વારા તપાસ કરવામાં આવે છે.

ભૂતપૂર્વ કેજીબી (રશિયાની ગુપ્તચર એજન્સી)ના અધિકારી પુતિનની આસપાસનાં જોખમોથી સારી રીતે વાકેફ છે.

પુતિનનું રક્ષણ કોણ કરે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયામાં ઘણી સુરક્ષા એજન્સીઓમાંથી, એક સંસ્થા ખાસ કરીને રાષ્ટ્રપતિ અને તેમના પરિવારના રક્ષણ માટે સમર્પિત છે. તે રશિયન રાષ્ટ્રપતિ સુરક્ષા સેવા (એસબીપી) તરીકે ઓળખાય છે

રશિયામાં ઘણી સુરક્ષા એજન્સીઓમાંથી, એક સંસ્થા ખાસ કરીને રાષ્ટ્રપતિ અને તેમના પરિવારના રક્ષણ માટે સમર્પિત છે. તે રશિયન રાષ્ટ્રપતિ સુરક્ષા સેવા (એસબીપી) તરીકે ઓળખાય છે.

આ એજન્સી રશિયાની ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ (એફએસઓ)ને રિપોર્ટ કરે છે. એફએસઓની રચના રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબીમાંથી કરવામાં આવી હતી. કાળા સૂટ અને ઇયરપીસ પહેરેલા, એસબીપી ગાર્ડ્સ પુતિનની આસપાસ દિવસરાત પડછાયાની માફક રહે છે.

સરકારી મીડિયા આઉટલેટ, રશિયા બિયૉન્ડ અનુસાર, "જ્યારે આ એજન્ટો વિદેશમાં કાર્યક્રમો દરમિયાન પુતિન સાથે હોય છે, ત્યારે તેમને ચાર સુરક્ષા રિંગ્સમાં વહેંચવામાં આવે છે."

"પહેલી અને નજીકની લાઇન તેમના અંગત સુરક્ષા રક્ષકોની છે."

"સુરક્ષા રક્ષકોની બીજી એક બાજુ પણ છે, જે સામાન્ય લોકો સામાન્ય રીતે ધ્યાને લેતા નથી."

"ત્રીજી લાઇન ભીડની પરિમિતિની આસપાસ ગોઠવાયેલી હોય છે અને શંકાસ્પદ વ્યક્તિઓને નજીક આવતા અટકાવે છે."

"ચોથી અને સૌથી બહારના રિંગમાં આસપાસની ઇમારતોની છત પર તહેનાત સ્નાઇપર્સનો સમાવેશ થાય છે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ પુતિને વર્ષ 2011માં અશાંત ચેચન્યામાં એફએસબીના વિશેષદળની મુલાકાત લીધી હતી.

માર્ક ગેલિયોટી રશિયન સુરક્ષાપ્રણાલીના નિષ્ણાત છે અને રશિયામાં સુરક્ષા મુદ્દાઓનું વિશ્લેષણ કરતી કન્સલ્ટિંગ ફર્મ, માયાક ઇન્ટેલિજન્સના ડિરેક્ટર છે.

બીબીસી મુંડો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પુતિનને હેલિકૉપ્ટરમાં મુસાફરી કરવાનું ખાસ પસંદ નથી. તેઓ સામાન્ય રીતે મોટરસાઇકલ સવારો, મોટી કાળી કારો અને અન્ય સુરક્ષા વાહનો સાથે મોટા કાફલામાં મુસાફરી કરે છે. આવા સમયે, ઘણી વાર હવાઈ ક્ષેત્રમાં ડ્રૉન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ટ્રાફિક પણ બંધ કરવામાં આવે છે."

રાષ્ટ્રપતિની 'વ્યક્તિગત સેના'

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નૅશનલ ગાર્ડનું નેતૃત્વ હાલ પુતિનના ભૂતપૂર્વ બૉડીગાર્ડ વિક્ટર ઝોલોટોવ કરે છે, જે રાષ્ટ્રપતિના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક તરીકે જાણીતા છે.

રશિયન રાષ્ટ્રપતિ સુરક્ષા સેવા (એસબીપી)ને રશિયન નૅશનલ ગાર્ડ, અથવા રોસગ્વાર્ડિયા દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે. કેટલાક લોકો આ દળને રાષ્ટ્રપતિની "વ્યક્તિગત સેના" તરીકે ઓળખે છે.

આ દળ રશિયન સશસ્ત્ર દળોથી સ્વતંત્ર છે. તેનું સત્તાવાર મિશન રશિયાની સરહદોનું રક્ષણ કરવાનું, આતંકવાદ સામે લડવાનું અને જાહેર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે.

જોકે, વાસ્તવમાં, આ દળનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય પુતિનને વિવિધ જોખમોથી બચાવવાનું માનવામાં આવે છે.

બ્રિટનની બાથ યુનિવર્સિટીના રશિયા સ્કોલર સ્ટીફન હૉલે બીબીસી મુંડોને જણાવ્યું."બધા જાણે છે કે રશિયન નૅશનલ ગાર્ડ મોટા ભાગે પુતિનના અંગત સુરક્ષા ગાર્ડ છે અને રાષ્ટ્રપતિ તેમની અન્ય સુરક્ષા સેવાઓના રક્ષાકવચમાં ખૂબ સુરક્ષિત છે."

 બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, ANI

હાલમાં નૅશનલ ગાર્ડનું નેતૃત્વ પુતિનના ભૂતપૂર્વ બૉડીગાર્ડ વિક્ટર ઝોલોટોવ કરે છે, તેઓ રાષ્ટ્રપતિના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક તરીકે જાણીતા છે.

તાજેતરનાં વર્ષોમાં આ સુરક્ષા દળમાં સૈનિકોની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો છે.

હોલ કહે છે, "આ ખૂબ મોટી સંખ્યા છે, અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ગાર્ડ્સની સંખ્યા આની ક્યાંય નજીક નથી."

પુતિનની સુરક્ષા કેવી રીતે ગોઠવવામાં આવે છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિનની સુરક્ષા વ્યવસ્થામાં સૌથી કડક સાવચેતી તેમના ખાવાપીવા અંગે રાખવામાં આવે છે

પુતિનને બચાવવા માટે કયાં પગલાં લેવામાં આવે છે, તેની ચોક્કસ વિગતો જાણવી મુશ્કેલ છે, પરંતુ ક્રૅમલિન અને રશિયન સુરક્ષા નિષ્ણાતોએ આ અંગે કેટલીક માહિતી આપી છે.

પુતિનની સુરક્ષા વ્યવસ્થામાં સૌથી કડક સાવચેતી તેમનાં ખાવાપીવા બાબતે રાખવામાં આવે છે.

માર્ક ગેલિયોટીના મતે, ઝેરના ડરને કારણે પુતિનની ટીમમાં એક વ્યક્તિગત ફૂડ ટેસ્ટર (ખોરાક ચાખનાર) છે. તે રાષ્ટ્રપતિ પાસે આવતી દરેક ખાદ્ય ચીજવસ્તુની તપાસ કરે છે.

તેમણે બીબીસી મુંડોને જણાવ્યું, "આ વ્યવસ્થા આધુનિક રાષ્ટ્રપતિ કરતાં મધ્યયુગીન સમ્રાટ જેવી છે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ, પુતિન, બ્રાઝિલના તત્કાલીન રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો, પીએમ મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામાફોસા 2019માં ઑસાકામાં જી20 શિખર સંમેલન દરમિયાન યોજાયેલી બ્રિક્સ બેઠકમાં સામેલ થયા હતા.

ઉપરાંત, જ્યારે પુતિન રશિયાની બહાર પ્રવાસ કરે છે, ત્યારે તેમની ટીમ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુની તપાસ કરે છે.

ગેલિયોટી કહે છે, "પુતિન જે કંઈ ખાય-પીવે છે તે બધું તેમની ટીમ દ્વારા લાવવામાં આવે છે."

"ઉદાહરણ તરીકે, જો કોઈ સત્તાવાર શેમ્પેઇન ટોસ્ટ હોય, તો પુતિન તેમની ટીમ જે બૉટલ તેમના માટે લાવી હોય, તેમાંથી શેમ્પેઇન પીશે. બીજી બૉટલોમાંથી નહીં."

સ્માર્ટફોનનો ઉપયોગ નહીં

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પુતિનનો સુરક્ષાઘેરો તોડવો આટલું મુશ્કેલ કેમ છે? તેમનાં ભોજન-પાણી કોણ તપાસે છે? બ્રિક્સ ભારત નરેન્દ્ર મોદી શી જિનપિંગ દિલ્હી બીબીસી ન્યૂઝ ગુજરાતી ગુજરાત સમાચાર રશિયા ચીન અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિનની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો બીજો એક ઉપાય ક્રેમલિનમાં સ્માર્ટફોનના ઉપયોગને અટકાવવાનો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુતિનની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો બીજો એક ઉપાય ક્રૅમલિનમાં સ્માર્ટફોનના ઉપયોગને અટકાવવો છે.

રશિયન રાષ્ટ્રપતિએ પોતે એક વખત કહ્યું હતું કે તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. તેમણે 2020માં રશિયન સમાચાર એજન્સી 'તાસ' સાથેના એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

તેમણે એમ પણ કહ્યું કે જો કોઈનો સંપર્ક કરવાની જરૂર હોય, તો તેના માટે એક સત્તાવાર ટેલિફોન સિસ્ટમ છે.

તેમના સલાહકારોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રૅમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ વારંવાર કહી ચૂક્યા છે કે પુતિન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી, કારણ કે તેમની પાસે તેના માટે સમય નથી.

જોકે, પુતિનનો ઇન્ટરનેટ પરના વિશ્વાસનો અભાવ પણ આની પાછળનું એક કારણ છે.

અગાઉ, તેમણે આડકતરી રીતે ઇન્ટરનેટને "સીઆઇએ" (અમેરિકન ગુપ્તચર એજન્સી) ગણાવ્યું હતું.

તેમણે રશિયન નાગરિકોને ગૂગલ સર્ચનો ઉપયોગ ન કરવાની પણ અપીલ કરી હતી. તેઓ માને છે કે બધી માહિતી પર યુનાઇટેડ સ્ટેટ્સ નજર રાખે છે.

ગેલિયોટી કહે છે, "પુતિન ભાગ્યે જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમને ફોન પસંદ નથી અને એ ઠીક છે. તેઓ સુરક્ષા અંગે પ્રામાણિક છે. પુતિન બિલકુલ સાચા છે. સ્માર્ટફોન બહુ સુરક્ષિત નથી."

નિષ્ણાતોના મતે, પુતિનને કાગળની ફાઇલો દ્વારા માહિતી આપવામાં આવે છે, જે તેમના સલાહકારો મારફતે તેમને પહોંચાડાય છે.

હૉલ કહે છે, "પુતિન તેમના દિવસની શરૂઆત ત્રણ સુરક્ષા બ્રીફિંગથી કરે છે. તેમાંથી પ્રથમ સમગ્ર વિશ્વ વિશે હોય છે. બીજી રશિયામાં શું થઈ રહ્યું છે તે વિશે હોય છે અને ત્રીજી દેશના સાધનસંપન્ન વર્ગમાં શું ચાલી રહ્યું છે તે વિશે છે. આ તેમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી છે અને તે દિવસ માટે તેમનો એજન્ડા નક્કી કરે છે."

તેઓ ઉમેરે છે, "મને યાદ છે કે મેં રાજદ્વારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે જો તેમની પાસે એવી માહિતી હોય જે તેમની ગુપ્તચર સેવાઓને સાચી ન લાગે, તો પુતિન માની લે છે કે તેમના ગુપ્તચર અધિકારીઓ સાચા છે અને રાજદ્વારીઓ ખોટા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન