દિલ્હી: રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી, કેવો માહોલ છે?

વીડિયો કૅપ્શન, દિલ્હી: રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી, કેવો માહોલ છે?
દિલ્હી: રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી, કેવો માહોલ છે?
પ્રકાશિત

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે એસઆઇઆરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે વિપક્ષી પક્ષોના કાર્યકરો અને લોકો એકત્ર થવા લાગ્યા છે.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનથી વિપક્ષી નેતાઓની માર્ચ શરૂ થઈ ગઈ છે, જે રામલીલા મેદાન સુધી જશે.

રામલીલા મેદાન અને તેની આસપાસના વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં છે. સાથે જ વિપક્ષી પક્ષોના કાર્યકરોની હાજરી પણ વધવા લાગી છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને કનૉટ પ્લેસ પહોંચીને માર્ચમાં જોડાવા અથવા સીધા રામલીલા મેદાનમાં પહોંચવાની અપીલ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન