'મારું મન થયું એટલે મેં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો', આયુષ મલિકની મોહમ્મદ અલી બનવા સુધીની કહાણી

આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી શામલીનો આયુષ મલિક મોહમ્મદ અલી કેમ બની ગયો? હિંદુ મુસ્લિમ ઇસ્લામ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, AYUSH Malik Social Media

ઇમેજ કૅપ્શન, આયુષ મલિકનો દાવો છે કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને મોહમ્મદ અલી નામ રાખ્યું.
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"દસ્તાવેજોમાં મારું નામ આયુષ મલિક છે, હવે હું મોહમ્મદ અલી તરીકે ઓળખાઉ છું. હું ઇસ્લામ વિશે મારા સ્કૂલ સમયથી બધું શીખી રહ્યો હતો. પરંતુ 2013માં મારી રુચિ વધી અને મેં ઇસ્લામિક કલ્ચર અપનાવવાનું શરૂ કર્યું."

આ શબ્દો શામલીમાં દવાનો વ્યવસાય કરતાં આયુષ મલિકના છે, જે હવે પોતાને મોહમ્મદ અલી તરીકે ઓળખાવે છે, આ શબ્દો તેમણે પોતાની પત્ની અને સસરાની ધરપકડ બાદ મીડિયા સમક્ષ કહ્યા હતા.

શામલી પોલીસે આયુષની પત્ની ચાંદની કુરેશી અને સસરા ઇસ્લામ કુરેશીની 'ધર્મપરિવર્તનનું કાવતરું' રચવાના આરોપસર ધરપકડ કરી છે.

શામલીના પોલીસ અધિક્ષક નરેન્દ્ર પ્રતાપસિંહે ચાંદની અને ઇસ્લામ કુરેશીની ધરપકડની પુષ્ટિ કરતા મીડિયાને જણાવ્યું હતું કે, "મિલકત હડપ કરવાના ઇરાદાથી ધર્મપરિવર્તનના કાવતરાના આરોપસર આયુષની કથિત પત્ની ચાંદની અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અન્ય ઘણાં લોકોનાં નામ પણ સામે આવ્યાં છે. પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરશે."

જોકે, આયુષ મલિક ઉર્ફે મોહમ્મદ અલી આગ્રહપૂર્વક પોતાની વાત રાખે છે કે ચાંદની તેની પત્ની છે અને તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યાં છે.

ઇસ્લામ સ્વીકારવા અંગે તેણે શું કહ્યું?

જ્યારે આયુષ મલિકને ઇસ્લામ ધર્મ સ્વીકારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મીડિયાને કહ્યું, "મારું મન થયું તો મેં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો, બંધારણ મને આમ કરવાની પરવાનગી આપે છે."

પોતાનાં લગ્ન અને ચાંદની કુરેશી સાથેની મુલાકાત વિશે વાત કરતાં તેમણે કહ્યું, "હું મારા ફિઝિયૉથૅરપી સેન્ટર પર ચાંદની કુરેશીને મળ્યો હતો. મેં તેને લગ્ન માટે કહ્યું પણ તે તૈયાર ન હતી. જ્યારે તેણી સહમત થઈ અને નિકાહ કર્યા ત્યારે માહોલ એટલો ખરાબ થઈ ગયો કે હવે તે જેલમાં છે."

આયુષના પિતા દેવરાજ મલિકે દાવો કર્યો હતો કે તેમના પુત્રને ડરાવવામાં આવ્યો છે, તો બીજી તરફ આયુષ ઉર્ફે મોહમ્મદ અલીએ કહ્યું, "હું કોઈ પ્રકારના ડરમાં નથી. હું મારા હક-અધિકારના માર્ગે છું. મને કોઈનો ડર નથી."

ચાંદની સાથેના પોતાના સંબંધો વિશે આયુષે કહ્યું, "હું મારી પત્ની સાથે રહેતો નથી. મેં અલગ ઘર પણ ખરીદ્યું નથી, હું મારા પરિવાર સાથે જ રહું છું. ચાંદની અને હું સાથે રહેવાં અને બાળક પેદા કરવાં માંગતાં હતાં, પરંતુ હવે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, તેને જેલમાં મોકલી દેવામાં આવી છે."

જ્યારે પત્રકારોએ આયુષને પૂછ્યું કે તે કોને સ્વીકારશે? તેની પત્ની કે તેના પરિવારને?

આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું, "બંને મારો પરિવાર છે, હું મારા પરિવાર અને મારી પત્ની બંનેને સાથે રાખવા માંગુ છું. જો મારો પરિવાર મારાથી અલગ થતો હોય તો થઈ જાય પરંતુ હું મારા પરિવારને ખુદથી અલગ નહીં કરું."

આયુષ ઉર્ફે મોહમ્મદ અલીએ કહ્યું, "મેં ક્યારેય મારા પરિવારને મારા ધર્મ પરિવર્તન વિશે કહ્યું ન હતું, મેં મારી ધાર્મિક ઓળખ તેમનાથી છુપાવી હતી, ફેબ્રુઆરીમાં મેં તેમને કહ્યું કે હું ઇસ્લામ ધર્મ પાળી રહ્યો છું."

આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી શામલીનો આયુષ મલિક મોહમ્મદ અલી કેમ બની ગયો? હિંદુ મુસ્લિમ ઇસ્લામ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Paras Jain

ઇમેજ કૅપ્શન, પોલીસે આયુષ મલિક ઉર્ફે મોહમ્મદ અલીના સસરા ઇસ્લામ કુરેશીની ધરપકડ કરી છે.

કુલ 10 લોકો સામે ફરિયાદ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આયુષ મલિક ઉર્ફે મોહમ્મદ અલીના પિતા દેવરાજ મલિક દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ શામલી પોલીસે 6 જૂને કેસ નોંધ્યો હતો.

બીબીસી સાથે વાત કરતાં દેવરાજ મલિકે કહ્યું, "મને આ વર્ષે ફેબ્રુઆરીમાં ખબર પડી કે મારા દીકરાએ ધર્મપરિવર્તન કરી દીધું છે. અમે તેને ઘણી વાર ફરીથી હિંદુ ધર્મમાં પાછો આવવા માટે વિનંતી કરી હતી પરંતુ તે સંમત થયો નહીં. તેને એક ષડયંત્રના ભાગ રૂપે ફસાવવામાં આવ્યો અને તેનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું."

ત્યારે, ધર્મપરિવર્તન અંગે તેમના પરિવારની પ્રતિક્રિયા પર, આયુષ મલિકે કહ્યું, "મારો પરિવાર નારાજ છે, તેઓ કહી રહ્યા છે કે હિંદુ બનીને અમારો થઈને રહે. હું તેમને કહું છું કે હું તમારો છું, તેના માટે હિંદુ હોવું જરૂરી નથી, હું મારી નવી ધાર્મિક ઓળખ સાથે રહી શકું છું."

શામલી પોલીસે આ મામલે આયુષ મલિક ઉર્ફે મોહમ્મદ અલીની પત્ની ચાંદની કુરેશી સહિત નવ અન્ય નામાંકિત આરોપીઓ અને એક અજાણી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે. ચાંદનીના પરિવાર ઉપરાંત આ કેસમાં એક મૌલવીનું પણ નામ પણ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે.

આ કેસ વિશે માહિતી આપતાં શામલીના એસપી નરેન્દ્ર પ્રતાપસિંહે મીડિયાને જણાવ્યું, "લગભગ ત્રીસ વર્ષનો આયુષ મલિક એક શ્રીમંત પરિવારમાંથી આવે છે. તેના પિતા દેવરાજ મલિક શામલી શહેરના એક દવાના મોટા વેપારી છે અને શામલી ફાર્માસ્યુટિકલ ટ્રેડર્સ ઍસોસિએશનના પ્રમુખ પણ છે. આયુષ તેમનાં ચાર બાળકોમાં સૌથી નાનો છે અને એકમાત્ર દીકરો છે."

આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી શામલીનો આયુષ મલિક મોહમ્મદ અલી કેમ બની ગયો? હિંદુ મુસ્લિમ ઇસ્લામ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Parash Jain

ઇમેજ કૅપ્શન, શામલી પોલીસે આયુષે જે યુવતી સાથે લગ્ન કર્યાં હતાં તેની અને તેના પિતાની ધરપકડ કરી છે.

એસપીના જણાવ્યા અનુસાર, "દેવરાજ મલિકે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમના પુત્રને મિલકત હડપ કરવાના ઇરાદાથી ચાંદની કુરેશીએ ફસાવીને ધર્મપરિવર્તન કરાવ્યું હતું."

જો કે, આ આરોપોને નકારી કાઢતા આયુષ ઉર્ફે મોહમ્મદ અલીએ કહ્યું, "મારા નામે કોઈ પ્રૉપર્ટી નથી. મેં મારા પિતાને કહી દીધું છે કે તેઓ તેમની મિલકત મારી બહેનો અને મારી માતાનાં નામે ટ્રાન્સફર કરી દે. મિલકતને મુદ્દો ન બનાવવો જોઈએ."

દેવરાજ મલિકે એવો પણ દાવો કર્યો છે કે તેમનાં પુત્ર અને ચાંદની કુરેશીની શાદીનું નકલી નિકાહનામું લગભગ ચાર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.

પોલીસ હવે આ નિકાહનામાની તપાસ કરી રહી છે. આ દરમિયાન આયુષ મલિક ઉર્ફે મોહમ્મદ અલીએ મીડિયાને જણાવ્યું કે તેણે પોતાની મરજીથી નિકાહ કર્યા છે.

આ ઘટના ચર્ચામાં આવી ત્યારથી ચાંદની કુરેશીનો પરિવાર ડરી ગયો છે અને મોટાભાગના લોકો ઘર છોડી બહાર જતાં રહ્યા છે.

તેના કાકા ફરમાન અલીએ બીબીસીને જણાવ્યું, "મારો ભાઈ ફળનો વ્યાપારી છે, તેમની દીકરી ફિઝિયૉથૅરપી શીખવાડે છે. આયુષે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે પોતે આ વાત કહી રહ્યો છે. પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે."

ફરમાન કહે છે, "જો ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે અને સાબિત થશે કે આયુષે પોતે પોતાનો ધર્મ બદલ્યો હતો કે નહીં?"

બીજી તરફ, આયુષના પિતા દેવરાજ મલિક કહે છે, "અમને પોલીસ તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આ ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર આવશે."

કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો?

આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી આયુષ મલિક, મોહમ્મદ અલી, ઉત્તર પ્રદેશ, લગ્ન વિવાદ, બીબીસી શામલીનો આયુષ મલિક મોહમ્મદ અલી કેમ બની ગયો? હિંદુ મુસ્લિમ ઇસ્લામ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, શામલી પોલીસને આયુષના કથિત ધર્મપરિવર્તન કેસ પાછળ 'કાવતરું' હોવાની શંકા છે

શામલી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની ઘણી કલમો અને ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધાર્મિક પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021 હેઠળ કેસ નોંધ્યો છે.

એફઆઇઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 336(3), 338, 61(2), 351(3), 308(5)નો સમાવેશ થાય છે, જે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ, ગુનાહિત કાવતરું, ગુનાહિત ધાકધમકી અને કથિત રીતે દબાણ કરીને આર્થિક લાભ લેવા સાથે સંબંધિત છે.

ઉત્તર પ્રદેશના ધર્મપરિવર્તન વિરોધી કાયદાની કલમ 3 અને 5(1) પણ ઉમેરવામાં આવી છે, જે બળજબરી, પ્રલોભન, છેતરપિંડી અથવા અનુચિત પ્રભાવ દ્વારા ધાર્મિક પરિવર્તનને ગુનાહિત બનાવે છે અને તેના માટે સજાની જોગવાઈ કરે છે.

પોલીસનો દાવો છે કે આયુષ મલિકનું ધર્માંતરણ અને નિકાહ એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતાં, જ્યારે આયુષ મલિકે જાહેરમાં કહ્યું છે કે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને પોતાની મરજીથી નિકાહ કર્યા.

ભારતીય બંધારણ દરેક નાગરિકને પોતાની પસંદગીના ધર્મનો સ્વીકાર, પાલન અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે. બંધારણના અનુચ્છેદ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે.

જો કે ધર્મના નામે બળ, છેતરપિંડી, પ્રલોભન અથવા અન્ય ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવા કિસ્સાઓમાં બંધારણ રાજ્યને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપે છે.

ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની સરકારે 2021માં ધર્મપરિવર્તન અટકાવવા માટે એક કાયદો ઘડ્યો હતો. કાયદામાં આવા કિસ્સાઓમાં દોષિતોને સજાની પણ જોગવાઈ છે.

હાલમાં, આ મામલાની તપાસ ચાલુ છે અને તે નક્કી કરવાનું બાકી છે કે ધર્મ પરિવર્તન સ્વૈચ્છિક હતું કે કાવતરું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન