પાકિસ્તાનમાં રાંધણગૅસના ભાવ આસમાને, 15,000 રૂપિયાનો સિલિન્ડર 24,000એ પહોંચ્યો; શું છે કારણો?

બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ઊર્જામંત્રી અલી પરવેઝ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે, ખુલ્લા બજારમાં એલપીજીનું વેચાણ સત્તાવાર ભાવ કરતાં ઘણા ઊંચા ભાવે થઈ રહ્યું છે.
    • લેેખક, ઉમર દરાઝ નંગિયાણા
    • પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

પાકિસ્તાનમાં ઘરેલુ વપરાશ માટેના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના સત્તાવાર ભાવ અને બજારમાં વસૂલતા ભાવ વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે ઘણા ગ્રાહકોને સત્તાવાર ભાવ કરતાં લગભગ બમણી કિંમત ચૂકવવા પડે છે.

ઇસ્લામાબાદના રહેવાસી મુહમ્મદ સાઘિર પણ આવા જ ગ્રાહકોમાંના એક છે.

સરકારી સંસ્થા ઑઇલ ઍન્ડ ગૅસ રેગ્યુલેટરી ઑથોરિટી (OGRA) અનુસાર, એલપીજીનો ભાવ પ્રતિ કિલો આશરે 295 પાકિસ્તાની રૂપિયા છે. જોકે, મુહમ્મદ સાઘિરે તાજેતરમાં 12 કિલોનો ઘરેલુ ગૅસ સિલિન્ડર 6,500 રૂપિયામાં ખરીદ્યો હતો. આ હિસાબે તેમને પ્રતિ કિલો 550 રૂપિયાથી વધુ ચૂકવવા પડ્યા હતા.

સરકારી દરે LPG ક્યાંથી મળે છે, કે પછી એ ભાવે ગૅસ મળે પણ છે કે નહીં, તેની મુહમ્મદ સાઘિરને જાણ નથી. જોકે, છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ગૅસના ભાવમાં સતત થઈ રહેલા વધારાની તેમના ઘરખર્ચ પર કેટલી ગંભીર અસર પડી છે, તેનો તેમને પૂરો અંદાજ છે.

તેમના કહેવા મુજબ, પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે તેમણે પોતાનાં બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાની ફરજ પડી છે.

તેઓ કહે છે, "છેલ્લા કેટલાક મહિનાથી દર દસ દિવસે સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે. હવે અમે એક ટંકનું જમવાનું બનાવીએ છીએ, પણ બીજા ટંકનું જમવાનું બનાવવું અમારા માટે શક્ય નથી."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મુહમ્મદ સાઘિરની માસિક આવકનો મોટો હિસ્સો એલપીજી સિલિન્ડર ખરીદવામાં જ ખર્ચાઈ જાય છે.

તેઓ અને તેમનાં પત્ની મજૂરી તથા ઘરકામ કરીને બે બાળકોનું અને પિતાનું ભરણપોષણ કરે છે.

આ પરિવાર ઇસ્લામાબાદની એક ખાનગી રહેણાક સોસાયટીમાં આવેલી ઇમારતની છત પરના એક ઓરડામાં રહે છે. આ ઓરડો માત્ર એક જ રૂમનો છે અને ત્યાં પાઇપલાઇન દ્વારા ગૅસનું જોડાણ પણ નથી.

ઓરડામાં દરવાજો સુધ્ધાં નથી. શિયાળામાં તેને ગરમ રાખવો તેમના માટે અશક્ય છે. દેશના આર્થિક રીતે નબળા વર્ગનાં ઘણાં પરિવારોની સ્થિતિ પણ આવી જ છે.

ઘણી ખાનગી રહેણાક સોસાયટીઓમાં કાં તો પાઇપલાઇન દ્વારા ગૅસનું જોડાણ નથી અથવા જોડાણ હોવા છતાં ગૅસ મળતો નથી. પરિણામે, ઘરેલુ ગ્રાહકો સંપૂર્ણપણે એલપીજી સિલિન્ડર પર નિર્ભર છે.

ઓજીઆરએ દ્વારા સત્તાવાર ભાવ નક્કી કરાયો હોવા છતાં તેમને એ ભાવે ગૅસ કેમ નથી મળતો, એ વાત મુહમ્મદ સાઘિરની સમજની બહાર છે. જોકે, સરકારે તાજેતરમાં આ સવાલનો જવાબ આપ્યો છે.

પાકિસ્તાનમાં એલપીજી કેમ મોંઘો છે?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનના ઊર્જામંત્રી અલી પરવેઝ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે, ખુલ્લા બજારમાં એલપીજીનું વેચાણ સત્તાવાર ભાવ કરતાં ઘણા ઊંચા ભાવે થઈ રહ્યું છે.

તેમણે આના એક કારણ તરીકે અમેરિકા-ઈરાન યુદ્ધ પછી પાકિસ્તાનની પશ્ચિમી સરહદો બંધ થવાથી સર્જાયેલી 'અંધાધૂંધી' અને 'કાળાબજાર'ની સ્થિતિને જવાબદાર ગણાવી હતી.

જોકે, તેમણે કહ્યું હતું કે શિયાળાની શરૂઆત થાય એ પહેલાંથી જ ઈરાન સાથેની સરહદ બંધ થવાને કારણે એલપીજીનો પુરવઠો અસરગ્રસ્ત થવા લાગ્યો હતો.

તેઓ કહે છે, "નફાખોરી કરનારાં તત્ત્વોએ આ પરિસ્થિતિનો લાભ લીધો અને એલપીજીનો ભાવ પ્રતિ કિલો આશરે 700 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું."

અલી પરવેઝ મલિકના જણાવ્યા મુજબ, ભાવવધારા પાછળ આ એકમાત્ર કારણ નથી. એલપીજીની આયાતની વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને ગૅસના સંગ્રહ માટેની માળખાગત સુવિધાઓનો અભાવ પણ આ કટોકટીમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન આજે પણ એલપીજીની આયાત માટે દબાણયુક્ત કન્ટેનરો પર નિર્ભર છે. નાનાં કન્ટેનરો સરળતાથી ઉપલબ્ધ નથી. બીજી તરફ, મોટા ગૅસવાહક જહાજો પાકિસ્તાનનાં બંદરો પર લાંગરવાની સુવિધા પણ નથી.

તેઓ કહે છે, "અને ધારો કે (ગૅસનાં મોટાં કન્ટેનરો) આવી પણ જાય, તો ગૅસનો સંગ્રહ ક્યાં કરીશું? તેના માટે કોઈ વ્યવસ્થા જ નથી. અગાઉના શાસનકાળમાં આ ક્ષેત્રે કોઈ કામ થયું નથી."

ઊર્જામંત્રીના જણાવ્યા મુજબ, ભાવવધારા પાછળનું બીજું એક મોટું કારણ એલપીજીની આયાત અને વેચાણ માટેની ક્વૉટા પદ્ધતિ છે, જે અમુક ચોક્કસ વ્યક્તિઓને જ લાભ આપે છે.

તેમણે કહ્યું કે નવી એલપીજી નીતિ હેઠળ સરકાર અમુક વ્યક્તિઓની 'મોનોપોલી'નો અંત લાવીને સ્પર્ધાત્મક વ્યવસ્થા દાખલ કરી રહી છે.

અલી પરવેઝ મલિકના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં એલપીજીની દૈનિક માગ આશરે 6,500થી 7,000 ટન છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન 2,000થી 2,500 ટન જેટલું છે.

મોંઘા એલપીજીની વેપારધંધા પર કેવી અસર પડી રહી છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

એલપીજીના ભાવવધારાને કારણે રેસ્ટોરાં, હોટલ, તંદૂર અને ખાણીપીણી સાથે સંકળાયેલા અન્ય નાના ધંધાઓનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે.

મોટાં રેસ્ટોરાંમાં એલપીજીનો વપરાશ ઘણો વધારે હોય છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે તેમને મોટી સંખ્યામાં મોટા સિલિન્ડરોની જરૂર પડે છે.

ઇસ્લામાબાદની એક રેસ્ટોરાંના મૅનેજર ખિઝર શાહે બીબીસીને જણાવ્યું કે, તેઓ 45 કિલોનો સિલિન્ડર વાપરે છે. એક મહિના પહેલાં તેની કિંમત આશરે 14,000થી 15,000 રૂપિયા હતી, જે હવે વધીને 24,000થી 25,000 રૂપિયા થઈ ગઈ છે.

તેઓ કહે છે, "અમે દરરોજ એક સિલિન્ડર વાપરીએ છીએ. ભાવવધારાને કારણે ખર્ચ અનેકગણો વધી ગયો છે. શિયાળામાં તો ધંધો આમેય મંદ હોય છે. એવામાં ગૅસ ન મળે અથવા મોંઘો થઈ જાય તો ધંધો સાવ ઠપ થઈ જશે."

તેમના જણાવ્યા મુજબ, પાઇપલાઇન દ્વારા ગૅસ મળતો ન હોવાથી રેસ્ટોરાં સંપૂર્ણપણે એલપીજી પર નિર્ભર છે.

તેઓ કહે છે, "જો એલપીજી ખૂટી જાય અથવા પરવડે નહીં એટલો મોંઘો થઈ જાય, તો અમારે રેસ્ટોરાં બંધ કરવી પડશે."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં હોટલના માલિક નવીદ અહમદ કહે છે કે, ગૅસના કાપ અને મોંઘવારીને કારણે તેમને પોતાની ત્રણમાંથી બે હોટલ બંધ કરવાની ફરજ પડી છે.

તેઓ કહે છે, "હવે માત્ર એક જ હોટલ ચલાવીએ છીએ. ગૅસ માત્ર પાંચ કલાક મળે છે અને LPGનો ભાવ પ્રતિ કિલો 600 રૂપિયાથી વધી ગયો છે."

પેશાવરમાં તંદૂરના માલિક ઝિયાઉર રહેમાન કહે છે કે, લોટ અને ગૅસ બંનેના ભાવમાં થયેલા વધારાને કારણે તેમની આવક લગભગ ખતમ થઈ ગઈ છે.

તેઓ કહે છે, "લોટની એક ગૂણની કિંમત 14,000 રૂપિયા છે અને ગૅસનો ભાવ પ્રતિ કિલો 600 રૂપિયાથી વધી ગયો છે. અમે નાની રોટલી 20 રૂપિયામાં અને મોટી રોટલી 30 રૂપિયામાં વેચીએ છીએ. આવી સ્થિતિમાં નફો લગભગ રહ્યો જ નથી."

પેશાવરમાં સ્થાનિક હોટલના માલિક લૈલ શાહના જણાવ્યા મુજબ, છેલ્લા દસ દિવસથી તેઓ પોતાના કર્મચારીઓને પગાર પણ ચૂકવી શક્યા નથી.

તેઓ કહે છે, "જો પરિસ્થિતિ આવી જ રહી તો મારે હોટેલ બંધ કરવી પડશે."

એલપીજીની ઉપલબ્ધતા વધારવા અને ભાવ ઘટાડવા પાકિસ્તાન સરકાર શું કરી રહી છે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઊર્જામંત્રી અલી પરવેઝ મલિકના જણાવ્યા મુજબ, એલપીજીના ભાવ નક્કી કરવામાં સરકારની ભૂમિકા બહુ મર્યાદિત છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીનો મૂળભૂત ભાવ સાઉદી અરામકોના કૉન્ટ્રૅક્ટ પ્રાઇસ સાથે જોડાયેલો છે, જ્યારે પાકિસ્તાનમાં ઓજીઆરએ દર મહિને ભાવ અંગેનું જાહેરનામું બહાર પાડે છે.

તેમણે કહ્યું કે શિયાળા દરમિયાન ઊર્જાની માગ પૂરી કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

તેઓ કહે છે, "પાઇપલાઇન દ્વારા મળતા ગૅસનો પુરવઠો જાળવી રાખવા માટે મોંઘું ઈંધણ ખરીદવું પડશે, તો તે પણ ખરીદવામાં આવશે. જ્યારે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની માગ એલએનજી (લિક્વિફાઇડ નૅચરલ ગૅસ) દ્વારા પૂરી કરવાનો પ્રયાસ કરીશું."

તેમના જણાવ્યા મુજબ, વડા પ્રધાનની સૂચનાથી ઘરેલુ ગ્રાહકોને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત રસોઈ માટે ગૅસ મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

જોકે, અલી પરવેઝ મલિકના જણાવ્યા મુજબ, પાઇપલાઇન દ્વારા ગૅસનું જોડાણ ન ધરાવતા ગ્રાહકો માટે એલપીજી જ ઇંધણનો મુખ્ય વૈકલ્પિક સ્ત્રોત છે.

સ્પર્ધાત્મક વ્યવસ્થા કેવી હશે?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

અલી પરવેઝ મલિકના જણાવ્યા મુજબ, સરકાર એલપીજી ક્ષેત્રને નિયમિત નિયમન હેઠળ લાવવા માગે છે.

તેઓ કહે છે, "સૌથી સસ્તું ઈંધણ આયાત કરીને ગ્રાહકોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય એ માટે સ્પર્ધાત્મક વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે."

તેમણે કહ્યું કે ગૅસનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવને અંકુશમાં રાખવા માટે ચાર સરકારી સંસ્થાઓને ફરીથી એલપીજીની આયાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ સંસ્થાઓમાં પાકિસ્તાન સ્ટેટ ઑઇલ, પાર્કો એલપીજી, પાકિસ્તાન એલએનજી લિમિટેડ અને સુઈ સધર્ન ગૅસ એલપીજીનો સમાવેશ થાય છે.

ઊર્જામંત્રીના જણાવ્યા મુજબ, આ સંસ્થાઓને એલપીજીની આયાત માટે દરખાસ્તો પણ મળી છે. જો આયાતી એલપીજીનો સમાવેશ પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવે, તો તેનો ભાવ પ્રતિ કિલો આશરે 450 રૂપિયા થઈ શકે છે.

તેમણે કહ્યું કે ખાનગી આયાતકારોને પણ ઓછા ભાવે એલપીજી મગાવવાની છૂટ આપવામાં આવશે. તેનાથી સ્પર્ધા વધશે અને ભાવ ઘટશે.

નવી નીતિ હેઠળ સ્થાનિક સ્તરે ઉત્પાદિત એલપીજીનું વેચાણ હરાજી દ્વારા કરવામાં આવશે, જ્યારે ક્વોટા પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે.

ઓજીઆરએ સ્થાનિક કે આયાતી એલપીજીના ભાવ નક્કી નહીં કરે, પરંતુ સ્થાનિક ઉત્પાદનનો ભાવ હરાજી દ્વારા નક્કી થશે. સ્થાનિક અને આયાતી એલપીજીના ભાવ વચ્ચેનો તફાવત એક વિશેષ ભંડોળમાં જમા કરવામાં આવશે.

ઊર્જામંત્રીના જણાવ્યા મુજબ, આ ભંડોળ દ્વારા બેનઝીર ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ જરૂરિયાતમંદ લોકોને સબસિડીના દરે એલપીજી પૂરો પાડવામાં આવશે.

નવી નીતિથી ભાવ ઘટશે ખરા?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી પાકિસ્તાન : '15,000 રૂપિયાનો સિલિન્ડર હવે 24,000 રૂપિયામાં', ગ્રાહકો રાંધણગૅસની બમણી કિંમત કેમ ચૂકવી રહ્યા છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

એલપીજી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, નવી નીતિમાં તાત્કાલિક ભાવ ઘટાડવાની શક્યતા મર્યાદિત છે. એટલું જ નહીં, તેનાથી ભાવમાં વધુ વધારો પણ થઈ શકે છે.

પાકિસ્તાનની એલપીજી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના અધ્યક્ષ ઇરફાન ખોખર કહે છે, "ગ્રાહકોને વધુ મોંઘો ગૅસ મળે એવી કોઈ પણ નીતિને અમે સમર્થન નહીં આપીએ."

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, સરકારની નવી નીતિને કારણે ગૅસ મોંઘો થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ વધી રહ્યા છે.

ઇરફાન ખોખરનું કહેવું છે કે, જો સરકાર એલપીજીની આયાત પરના કરવેરા અને ટર્મિનલ ચાર્જ ઘટાડે અથવા નાબૂદ કરે, તો ભાવમાં તાત્કાલિક ઘટાડો થઈ શકે છે.

તેમના જણાવ્યા મુજબ, હાલમાં એલપીજી પર પ્રતિ કિલો આશરે 100 રૂપિયાના કરવેરા અને અન્ય સરકારી ચાર્જ વસૂલવામાં આવે છે.

તેમણે સરકારને વાજબી ભાવ સુનિશ્ચિત કરવા અને નફાખોરી કરનારાઓ સામે "ન્યાયિક તપાસ" કરાવવાની માગ કરી હતી.

તેમનું કહેવું છે કે આયાતકારો વિદેશમાંથી મોંઘો એલપીજી ખરીદે છે અને વિવિધ કરવેરા તથા વધારાના ખર્ચને કારણે ઓજીઆરએના નિર્ધારિત ભાવે તેનું વેચાણ કરી શકતા નથી.

તેઓ કહે છે, "સ્થાનિક સ્તરે નિર્ધારિત ભાવે મળતા ગૅસને આયાતી ગૅસના ભાવે વેચીને સ્થાનિક માફિયાએ અબજો રૂપિયા કમાયા છે."

ઇરફાન ખોખરના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો નફાખોરી માટે જવાબદાર તત્ત્વોને ઓળખી શકાય તેમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન