દિવાળીના તહેવારોની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગી ઊઠ્યાં : જુઓ 10 તસવીરો

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણીમાં શ્રદ્ધા અને પ્રકાશ ફેલાવવા માટે લાઇટિંગ અને દીવાઓનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતભરમાં લાખો લોકો દિવાળીની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનાં ઘરો, મંદિરો, ઑફિસો અને શેરીઓને તેલના દીવા તથા રંગબેરંગી રોશનીથી ઝગમગાવી રહ્યા છે. દિવાળીને 'અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક' માનવામાં આવે છે.

ભારતના વિવિધ પ્રદેશો અને સમુદાયોમાં દિવાળીની પરંપરાઓ અલગ-અલગ હોવા છતાં, આ તહેવાર શ્રદ્ધા, પ્રાર્થના, કૌટુંબિક મેળાવડા, મીઠાઈની આપ-લે અને ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

વાયુ પ્રદૂષણ અંગે વધતી ચિંતાઓ

પરંતુ આ ઉજવણી ખાસ કરીને ઉત્તર ભારતમાં વાયુપ્રદૂષણ અંગે વધતી ચિંતાઓ વચ્ચે થઈ રહી છે.

મોસમી હવામાન અને પાકના અવશેષો (પરાળ) બાળવાથી હવાની ગુણવત્તા કથળે છે, જેમાં દિવાળી દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાને તાકણે સ્થિતિ વધુ વણસી શકે છે.

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે સવારે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400ના જોખમી સ્તરના પાર પહોંચી ગયો હતો.

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પણ તાજેતરના અઠવાડિયાંમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યું છે. 24 ઑક્ટોબરના રોજ મુંબઈનો AQI 322 પર પહોંચ્યો હતો. જોકે, તાજેતરના દિવસોમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે અને શુક્રવારે તે "મધ્યમ" સ્તર એટલે કે 104 પર આવ્યો હતો. પરંતુ દિવાળીના ફટાકડાના કારણે પ્રદૂષણનું સ્તર ફરી એક વાર વધી શકે છે તેવી ચિંતા સેવાઈ રહી છે.

જોકે, હિંદુઓના આ પવિત્ર તહેવારની ઉજવણીમાં શ્રદ્ધા અને પ્રકાશ ફેલાવવા માટે લાઇટિંગ અને દીવાઓનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

દિવાળીની ઉજવણીનો આ અદ્ભુત નજારો નીચેની 10 તસવીરોમાં જુઓ.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, આ ઉજવણી ખાસ કરીને ઉત્તર ભારતમાં વાયુપ્રદૂષણ અંગે વધતી ચિંતાઓ વચ્ચે થઈ રહી છે.

દિવાળી દરમિયાન શેરીઓ અને ઘરો પ્રકાશથી ઝળહળે છે, જે 'અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક' છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, આ તહેવાર શ્રદ્ધા, પ્રાર્થના, કૌટુંબિક મેળાવડા, મીઠાઈની આપ-લે અને ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, તહેવાર પહેલાંના દિવસોમાં પરિવારો પોતાનાં ઘરોની સાફ-સફાઈ કરે છે અને તેને ફૂલો, રંગબેરંગી લાઇટો તથા પરંપરાગત તેલના દીવાઓથી શણગારે છે.

ફટાકડા અંગેના વિવાદ વચ્ચે પણ દિવાળીનો તહેવાર માત્ર ફટાકડા પૂરતો સીમિત નથી.

હિંદુ મહાકાવ્ય રામાયણ પ્રમાણે, આ પર્વ લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યા બાદ ભગવાન રામના અયોધ્યા પુનરાગમનની યાદમાં ઉજવવામાં આવે છે, તેમ જ તે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક ગણાય છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, દિવાળીના તહેવારો દરમિયાન બજારો ધમધમી ઊઠે છે.

ઘરોના પ્રવેશદ્વાર પર 'રંગોળી' તરીકે ઓળખાતી રંગબેરંગી આકૃતિઓ બનાવવામાં આવે છે, તો બીજી તરફ ઝગમગતી રોશનીના શણગાર વચ્ચે બજારો તહેવારની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદનારા ગ્રાહકોથી ધમધમી ઊઠે છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, કુંભારો માટીના દીવા બનાવીને તેને રંગે છે, જે તહેવાર દરમિયાન પ્રગટાવવામાં આવે છે.
દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, લોકો પોતાના ઘરોમાં રંગબેરંગી ફાનસ સજાવતા હોવાથી સ્થાનિક બજારો ખરીદી માટે ગ્રાહકોથી ઉભરાઈ જાય છે, જે ઉત્સવના માહોલની રોનક વધુ વધારી દે છે.

આ ઉજવણી 6 નવેમ્બરના રોજ ધનતેરસથી શરૂ થઈ હતી. ધનતેરસે સોનું, ચાંદી કે નવાં વાસણો ખરીદવાં શુભ ગણાય છે અને તેનાથી સૌભાગ્ય આવે છે તેવી માન્યતા છે. તહેવારનો બીજો દિવસ કાળી ચૌદશ અને ત્રીજો દિવસ મુખ્ય ઉજવણીનો હોય છે, જ્યારે પરિવારો ઉલ્લાસપૂર્વક ફટાકડા ફોડે છે અને સાંજના સમયે હિંદુ દેવી લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરે છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, દિવાળીના તહેવારોમાં પરિવારો એકબીજા સાથે મીઠાઈની આપ-લે પણ કરે છે.

આ ઉજવણી પરિવારો અને મિત્રોને એકસાથે લાવે છે, જ્યાં તેઓ પૂજા-અર્ચના, સ્વાદિષ્ટ મિજબાનીઓ, ભેટસોગાદોની આપ-લે અને અઢળક પરંપરાગત ભારતીય મીઠાઈઓ વહેંચીને આ પર્વની ઉજવણી કરે છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, આ પર્વ નિમિત્તે પરિવારો અને મિત્રો ભેગા મળીને પ્રાર્થના, મિજબાનીઓ, ભેટોની આપ-લે કરે છે તથા એકબીજાને પરંપરાગત ભારતીય મીઠાઈઓ આપીને આ તહેવાર ઉજવે છે.

પ્રાર્થના અને પૂજા દરમિયાન અર્પણ કરાતી તથા પરિવાર અને મિત્રો વચ્ચે વહેંચવામાં આવતી મીઠાઈઓ આ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે.

દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો દિવાળીની ઉજવણી શરૂ થતાં જ ભારતભરમાં ઘરો અને મંદિરો ઝગમગ્યા, જુઓ 10 તસવીરો બીબીસી ગુજરાતી દિવાળી દીપાવલી ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર
ઇમેજ કૅપ્શન, ફૂલોનો ઉપયોગ ઘરોને શણગારવા માટે થાય છે અને પૂજામાં પણ તેને અર્પણ કરવામાં આવે છે.

દિવાળીના બીજા દિવસે વિક્રમ સંવત અનુસાર ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે 'બેસતું વર્ષ' અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વચ્ચે એક દિવસ પડતર છે એટલે કે નવું વર્ષ મંગળવારે મનાવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન