દિલ્હી : સત્ય નિકેતન ઇમારત દુર્ઘટનામાં રૅસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ, મૃતકોની સંખ્યા સાત થઈ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
દિલ્હીના ચીફ ફાયર ઑફિસર અભિલાષ મલિકના જણાવ્યા અનુસાર સાતમી સપ્ટેમ્બરે સાંજે 5:10 વાગ્યે માહિતી મળી હતી કે સ્થળ પરથી બધો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને શોધખોળ દરમિયાન કોઈ વધુ જાનહાનિ થઈ નથી.
કાટમાળ દૂર કરવાનું અને લોકોને શોધવાનું કામ પૂર્ણ કર્યા પછી તમામ યુનિટને સ્થળ પરથી પાછા બોલાવાયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે વધુ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
રવિવારે થયેલી ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે.
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે ઇમારતના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકોની યાદી:
- અભિષેક - સોનભદ્ર, ઉત્તર પ્રદેશના રહેવાસી, ઉંમર - 20 વર્ષ (વિદ્યાર્થી)
- યુવરાજ સોની - દુર્ગ, છત્તીસગઢના રહેવાસી, ઉંમર - 20 વર્ષ (વિદ્યાર્થી)
- પવન ઔરૈયા, ઉત્તર પ્રદેશના રહેવાસી, ઉંમર-17 વર્ષ (વિદ્યાર્થી)
- અર્પિત જહાજ- દેવાસ, મધ્ય પ્રદેશના રહેવાસી, ઉંમર- 19 વર્ષ (વિદ્યાર્થી)
- અક્ષતસિંહ યાદવ- કટની, મધ્ય પ્રદેશનો રહેવાસી, ઉંમર- 18 વર્ષ (વિદ્યાર્થી)
- સુરિન્દરસિંહ - ઉંમર - 75 વર્ષ (મજૂર)
- એક અજાણી વ્યક્તિ
ઘાયલોની યાદી:
- અસગર અલી – ૩૦ વર્ષ
- નીરજ બાવા – 19 વર્ષ
- આદિત્યકુમાર – 19 વર્ષ
- નીતિન ચિબ – 19 વર્ષ
- મોહમ્મદ અયાન – 18 વર્ષ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનામાં અત્યાર સુધીમાં બિલ્ડિંગના માલિક, તેમનાં પત્ની અને પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
નેપાળે પૂર પછી કહ્યું, 'પુનર્નિર્માણ માટે છ અબજ ડૉલરનો ખર્ચ થશે'

ઇમેજ સ્રોત, ANI
નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ બીબીસીને જણાવ્યું છે કે વિનાશક પૂર પછી મજબૂત અને વધુ ટકાઉ માળખાગત સુવિધાઓનું પુનર્નિર્માણ કરવા માટે છ અબજ ડૉલર સુધીનો ખર્ચ થશે.
તેમણે કહ્યું કે આ જરૂરી છે જેથી કરીને નવી ઇમારતો અને જાહેર માળખાગત સુવિધાઓ વગેરે આવી આપત્તિઓનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર રહે.
તેમણે કહ્યું કે એક મજબૂત પુનર્નિર્માણ માટે સામાન્ય પુનર્નિર્માણ કરતાં દસ ગણો વધુ ખર્ચ થઈ શકે છે.
તાજેતરમાં ભોટેકોશી-ત્રિશુલી પૂરને કારણે નેપાળમાં 1200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ગુમ થયા છે.
તાજેતરમાં નેપાળ સરકાર નુકસાનીનું ઝડપી આકલન કરી રહી છે અને પછી વિસ્તૃત આકલન પણ કરવામાં આવશે.
વિદેશમંત્રી શિશિર ખનાલે કહ્યું છે કે થયેલું નુકસાન અબજો રૂપિયાનું છે, પરંતુ સ્પષ્ટ આંકડા અને જરૂરિયાતોની સ્થિતિ પોસ્ટ ડિઝાસ્ટર નીડ્સ ઍસેસમેન્ટ પછી જ ખબર પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























