'દસ દિવસથી હું દુખી હતો', ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images
મોદી સરકારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.
ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.
તેમણે લખ્યું, "હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયોચિત અપેક્ષાઓનું સન્માન કરું છું. ભારતની યુવાન પેઢીનાં સપનાંને સાકર કરવા એ અમારો રાજનીતિક અને સામાજિક જીવનનો સંકલ્પ રહ્યો છે. આદરણીય વડા પ્રધાનજીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાની તક જે મને મળી તે માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું."
તેમણે કહ્યું કે નીટ-યુજી પરીક્ષામાં જે અનિયમિતતા જોવા મળી તે મામલે તેમણે જવાબદારી લીધી હતી. તેમણે લખ્યું, "પહેલા જ દિવસથી મેં તેની જવાબદારી લીધી હતી. આ પરિસ્થિતિમાં મેં મોં નહોતું ફેરવ્યું. મારો એક સંકલ્પ હતો કે અમે કોઈ પણ પ્રભાવી વિદ્યાર્થીઓની સંભાવના પરીક્ષા માફિયાને કારણે ખરાબ નહીં કરવા દઈએ. કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરવા દઈએ."
આંદોલન વિશે તેમણે લખ્યું, "પરંતુ આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા લોકોએ અવરોધ ઊભો કરવાની કોશિશ કરી અને તેનાથી હું વ્યથિત થયો."
ધર્મેન્દ્ર પ્રધાને X પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ધર્મેન્દ્રપ્રધાને એક્સ પર લખ્યું, "હું છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારો હંમેશાંથી એવો વિશ્વાસ રહ્યો છે કે સશક્ત, સર્વસમાવેશક અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ એક મજબૂત રાષ્ટ્રની પાયાની શિલા હોય છે."
"હું દેશના યુવાનોની આશાઓ, લાગણીઓ અને તેમની વાજબી અપેક્ષાઓનો ઊંડો આદર કરું છું. ભારતની યુવા પેઢીનાં સપનાંને સાકાર કરવું આપણા સૌના રાજકીય અને સામાજિક જીવનનું એક નૈતિક સંકલ્પ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રસેવા કરવાની જે તક મને પ્રાપ્ત થઈ, તે માટે હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું."
તેમણે કહ્યું કે દસ દિવસથી જે થઈ રહ્યું છે તેનાથી તેઓ દુ:ખી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "જંતર-મંતર પર જે પરિસ્થિતિ બની રહી છે તેનો લાભ કોઈ રાષ્ટ્રવિરોધી તાકતો ન ઉઠાવે, દેશમાં એકતા રહે. ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાયદાકીય કાર્યવાહીમાં ન પસાર થાય. આપણાં બાળકોનો સમય ભણવામાં પસાર થાય, તેઓ કૅરિયર પર ધ્યાન આપે, આ વાતને ધ્યાનમાં રાખીને મેં મારું રાજીનામું વડા પ્રધાનને મોકલી આપ્યું છે."
નીટ પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નીટ પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "પહેલા જ દિવસથી મેં આ મામલે જવાબદારી સ્વીકારી હતી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોઢું ફેરવ્યું નથી. મારો એવો સંકલ્પ હતો કે પરીક્ષા માફિયાઓના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીના ભવિષ્યની સંભાવનાઓ બરબાદ થવા નહીં દઈએ અને કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય થવા નહીં દઈએ."
"પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે જવાબદાર હોદ્દા પર બેઠેલા કેટલાક લોકોએ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે મને અત્યંત વ્યથા થઈ."
તેમણે વધુમાં લખ્યું, "જંતર-મંતર પર અને દેશભરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેનો દેશવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા અખંડિત રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાઈ જાય અને આપણાં બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે તેમજ પોતાના કારકિર્દી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે, તે બાબતોને ધ્યાનમાં રાખીને મેં મારું રાજીનામું માનનીય પ્રધાનમંત્રીશ્રીને મોકલી દીધું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























