Live, દિલ્હી જંતર-મંતર : કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તે શું કરશે

દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર સાથેની ત્રીજા તબક્કાની વાતચીતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ મામલે કોઈ સમાધાન નહીં થાય.

સારાંશ

  • મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે એક વીડિયો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. સોનમ વાંગચુકે પોતની થઈ રહેલી આલોચના પર કહ્યું, 'મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી'.
  • રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે, તેને તર્ક સાથે બતાવવું પડે છે.
  • સરકાર સાથે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રતિનિધિઓ સાથે આજે ફરી વાતચીત.
  • 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની વાતચીતનો કોઈ અર્થ નહીં', કૉક્રોચ જનતા પાર્ટીની સ્પષ્ટ વાત.
  • પ્રદર્શનકારીઓના સમર્થનમાં કૉંગ્રેસની દેશભરમાં કૅન્ડલ માર્ચ.
  • કેન્દ્રીય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે સોનમ વાંગચુકની થઈ રહી આલોચના, સોનમનાં પત્ની બોલ્યાં, 'પહેલાં તેમના ત્યાગને સમજો'.
  • દિલ્હીનાં 18 મેટ્રો સ્ટેશન આજે પણ બંધ.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તે શું કરશે

    સીજેપીએ કહ્યું છે કે સરકાર સાથેની વાતચીત દરમિયાન વળતર અને કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલા મુદ્દા પર લેખિત સમજૂતીની આશા છે.

    ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images

    ઇમેજ કૅપ્શન, સીજેપીએ કહ્યું છે કે સરકાર સાથેની વાતચીત દરમિયાન વળતર અને કાયદાકીય કાર્યવાહી સાથે જોડાયેલા મુદ્દા પર લેખિત સમજૂતીની આશા છે. (ફાઇલ તસવીર)

    દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ સ્પષ્ટ કર્યું છે કે સરકાર સાથેની ત્રીજા તબક્કાની વાતચીતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ મામલે કોઈ સમાધાન નહીં થાય.

    સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “જો સરકાર તરફથી ‘ના’ છે, તો આગળ વાતચીતનો કોઈ અર્થ રહેતો નથી.”

    મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ચેતવણી આપી કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવાશે. સાથે દેશભરમાં આંદોલન માટે નવા આહ્વાનની જરૂર પડી શકે છે.

    ઉલ્લેખનીય છે કે સીજેપી અને સરકાર વચ્ચે શનિવારે ત્રીજા તબક્કાની વાતચીત પ્રસ્તાવિત છે. આ પહેલાં થયેલી બે બેઠકોમાં કેટલીક માગો પર સહમતિ બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    જંતર-મંતર પર પેપર લીક, પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સીજેપીના સમર્થકો અને યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે.

  2. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, “નવી પેઢી સવાલ પૂછે છે”

    રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે, તેને તર્ક સાથે બતાવવું પડે છે.

    ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે, તેને તર્ક સાથે બતાવવું પડે છે.

    રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે નવી પેઢી સવાલ પૂછે છે, તેને તર્ક સાથે બતાવવું પડે છે.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું યુવાનો અંગેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જંતર-મંતર અને દેશના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, યુવાનો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

    તેમણે કહ્યું, “અમે નાના હતા ત્યારે માતાપિતા જે કહેતાં એ માની લેતા હતા. કોઈ ચર્ચા નહીં. ચૂપ એટલે ચૂપ. હવે એવું નથી. નવી પેઢી સવાલ પૂછે છે અને તેમને તર્ક સમજાવવો પડે છે. આ પેઢીને વધુ સ્નેહની જરૂર છે. તેમની સાથે સમય વિતાવવો પડશે, વાતો કરવી પડશે.”

    મોહન ભાગવતનું કહેવું છે કે આજની પેઢી સાથે વધારે પોતીકાપણું દેખાડવાની જરૂર છે.

    ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર પેપર લીક, પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે.

  3. કૉંગ્રેસ સાંસદે સોનમ વાંગચુકના કેન્દ્રીય મંત્રીના હાથે પારણાં મામલે કહ્યું, ‘અન્ના પાર્ટ-2’, સીજેપીએ આપ્યો આ જવાબ

    કૉંક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે સોનમ વાંગચુક પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.

    ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images

    ઇમેજ કૅપ્શન, કૉંક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે સોનમ વાંગચુક પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.

    કૉંક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઘણું કર્યું છે, તેમના પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.

    હાલમાં જ કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે આ ‘અન્ના પાર્ટ-2’ છે.

    તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “12 વર્ષથી અન્ના ચૂપ છે. હવે વાંગચુક ચૂપ થઈ જશે. વાંગચુકે સરકાર સાથે પોતાની ડીલ કરી છે, ત્યાં સુધી કે ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ઉપસ્થિત નહોતા.”

    ઇમરાન મસૂદના આ નિવેદન પર સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ શનિવારે કહ્યું, “અમને ખબર નથી કે કૉંગ્રેસ શું વિચારે છે. પરંતુ તેમણે (વાંગચુક) ઘણું કર્યું છે. તેમણે વાતચીત પણ કરી છે કે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થાય અને વળતર મળે. સોનમ જી પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.”

    ઉલ્લેખનીય છે કે સોમન વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં ગુરુવારે મોડી રાતે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.

    કેન્દ્રીય મંત્રીના હાથે પારણાં કર્યાં બાદ સોનમ વાંગચુક પર સવાલો ઉઠ્યા હતા. મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે એક વીડિયો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. સોનમ વાંગચુકે પોતની થઈ રહેલી આલોચના પર કહ્યું, 'મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી'.

    કેન્દ્રીય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે સોનમ વાંગચુકની થઈ રહી આલોચના મામલે સોનમનાં પત્નીએ જવાબ આપતા કહ્યું હતું, 'પહેલાં તેમના ત્યાગને સમજો'.

    અગાઉ તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમણે પારણાં કરવાં હતાં તો કેન્દ્રીય મંત્રીના હાથે શા માટે કર્યાં?

  4. ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની વાતચીતનો કોઈ અર્થ નહીં’, કૉક્રોચ જનતા પાર્ટીની સ્પષ્ટ વાત

    સીજેપી પોતાની મુખ્ય માગ પર અડગ છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની બેઠકોનો કોઈ અર્થ નથી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સીજેપી પોતાની મુખ્ય માગ પર અડગ છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની બેઠકોનો કોઈ અર્થ નથી.

    મોદી સરકાર સાથેની ત્રીજી બેઠક પહેલાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સીજેપી પોતાની મુખ્ય માગ પર અડગ છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની બેઠકોનો કોઈ અર્થ નથી.

    પેપર લીકને લઈને જંતર-મંતર પર ચાલી રહેલાં આંદોલન વચ્ચે સરકાર અને સીજેપી વચ્ચે વાતચીતમાં આ જ મુદ્દો ગતિરોધ બનીને ઊભો છે.

    સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે “જો સરકાર પહેલાથી જ નક્કી કરીને બેઠી હશે તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો અમને સ્પષ્ટ જણાવી દે. પછી આ પ્રકારની બેઠકનું કોઈ ઔચિત્ય રહેતું નથી. પછી અમે અમારી રણનીતિ પર કામ કરીશું. જો સરકાર આ જ વલણ પર કાયમ રહી તો અમારે કડક નિર્ણય લેવા માટે મજબૂર થવું પડશે.”

    શનિવારે જંતર-મંતર પર સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવાઈ છે. આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે. જણાવવામાં આવે છે કે આ બેઠક બાદ સીજેપી સંસદ સુધીના માર્ચનું વધુ એક ઍલાન કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસે પણ આજે દેશભરમાં કૅન્ડલ માર્ચ કરવાની જાહેરાત કરી છે.

    શુક્રવારે કૉક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બહુપ્રતીક્ષિત વાતચીત બે કલાક સુધી ચાલી હતી. બંને પક્ષો વચ્ચે ત્રણ પૈકી બે મુદ્દાઓ પર સહમતિ બની રહી હોવાનો બંને પક્ષોનો દાવો છે પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર હજુ સહમતિ બની નથી.

  5. સોનમ વાંગચુકે કેન્દ્રિય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે થઈ રહેલી આલોચના પર કહ્યું, ‘મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી’

    મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે જવાબ આપ્યો છે.

    ઇમેજ સ્રોત, SONAM WANGCHUK

    ઇમેજ કૅપ્શન, મોદી સરકારના મંત્રી જેપી નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહેલા સવાલોનો સોનમ વાંગચુકે જવાબ આપ્યો છે.

    સોનમવાંગચુકેકેન્દ્રીયમંત્રીઓનીહાજરીમાંપોતાના ઉપવાસસમાપ્તકરવાઅંગેસોશિયલમીડિયાપરથયેલીટીકાબાદ તેમણેશુક્રવારેએકલાંબોવીડિયોસંદેશજાહેરકર્યો.

    સોનમ વાંગચુકે આ વીડિયો સંદેશમાં કહ્યું કે તેમણે સરકાર સાથે કોઈ સમાધાન નથી કર્યું. ઉપવાસ સમાપ્ત થવાનું કારણ આપતા તેમણે કહ્યું કે તેમણે ઉપવાસ એટલા માટે સમાપ્ત કર્યા કારણ કે. તેમને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થવાની આશંકા હતી.

    તેમણે કહ્યું કે તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર ભાર મૂક્યો નહોતો કારણ કે, જંતર-મંતર પર ચાલી રહેલા કૉક્રોચ જનતા પાર્ટીનાં આંદોલન અને દેશભરમાં યુવાનોનાં વિરોધપ્રદર્શનો વચ્ચે તે લગભગ નક્કી છે.

    તેમણે શુક્રવારે વહેલી સવારે લગભગ 12:30 વાગ્યે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ, તેમનાં પત્ની અને લદ્દાખના નાગરિક સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.

    ઉપવાસ તોડાવવા માટે જેપી નડ્ડાએ તેમને સૂપ પીવડાવ્યું હતું.

    સોનમ વાંગચુકે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, "આ વિડિયો હું થોડા દુઃખ અને થોડી હેરાની, થોડા ગમ અને ગુસ્સા સાથે બનાવી રહ્યો છું. મારાં ભાઈઓ અને બહેનો જેવા વિદ્યાર્થીઓ માટે 26 દિવસ ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારા શરીરનું 11 કિલો વજન ઘટી ચૂક્યું છે. સ્નાયુ ઢીલાં પડી ગયાં છે. અંગો અને મગજ પર ભયંકર નુકસાન થવાને આરે છે. તે પણ લદ્દાખની કડકડતી ઠંડીમાંથી દિલ્હીની તપતી ધૂપમાં બેસીને આ બધું કર્યા પછી શું મને કોઈ પાસેથી કૅરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે કે મારા ઉપવાસ કેટલા પવિત્ર હતા?"

    તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હાથેથી ઉપવાસ તોડવા અંગે લગાવવામાં આવતા આરોપોનો પણ જવાબ આપ્યો.

    સોનમ વાંગચુકે કહ્યું, "પૂછવામાં આવી રહ્યું છે કે કોના હાથેથી ઉપવાસ તોડવામાં આવ્યા. મેં ઉપવાસ તોડ્યા તો કોના હાથેથી? તેમના હાથેથી કેમ તોડ્યા? આમના હાથેથી કેમ નહીં? શું ડીલ થઈ? શું સોદો થયો? આ બધાનો મારે જવાબ આપવો પડશે. હું કાલથી હવે તરલ લિક્વિડ ફૂડ લઈ રહ્યો છું, પી રહ્યો છું. તેથી શરીરમાં થોડોક જીવ આવ્યો છે."

    "બદકિસ્મતીથી એ જાન મને આમાં આપવી પડી રહી છે. દુઃખ સાથે કહી રહ્યો છું. પરંતુ સવારથી ઘણા લોકો મને ફોન કરીને અથવા પોસ્ટ બતાવીને કહી રહ્યા છે કે તમારા પર ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તમે એમના દ્વારા ઉપવાસ કેમ તોડ્યા? જો સોદો કરવો હોત, ડીલ કરવી હોત તો શું 26 દિવસ ભૂખ્યા રહેવું પડત? કેટલાય લોકોએ ડીલ કરી છે?"

    તેમણે કહ્યું, "ધિક્કાર છે એવા દેશ પર, જેમાં આવા દિમાગોની ઉપજ થાય છે. જેમાંથી આવા નીચ વિચારો બહાર આવે છે. હું દોષ આપતો નથી. હું દોષ આપતો નથી. તમારામાંથી મોટાભાગના લોકોને, કારણ કે તમને જાણકારી નથી. તમને ખબર નથી કે પરિસ્થિતિઓ કેવી હતી."

  6. દિલ્હી જંતર-મંતર : દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, સરકાર સાથે સીજેપીની આજે ફરી વાતચીત

    આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે.

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે.

    શનિવારે જંતર-મંતર પર સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવાઈ છે. આજે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની કૉક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ત્રીજી બેઠક થવા જઈ રહી છે. જણાવવામાં આવે છે કે આ બેઠક બાદ સીજેપી સંસદ સુધીના માર્ચનું વધુ એક ઍલાન કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસે પણ આજે દેશભરમાં કૅન્ડલ માર્ચ કરવાની જાહેરાત કરી છે.

    શુક્રવારે કૉક્રોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે બહુપ્રતીક્ષિત વાતચીત બે કલાક સુધી ચાલી હતી. બંને પક્ષો વચ્ચે ત્રણ પૈકી બે મુદ્દાઓ પર સહમતિ બની રહી હોવાનો બંને પક્ષોનો દાવો છે પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર હજુ સહમતિ બની નથી.

    બીજી તરફ સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા નિવેદન આપ્યું છે કે “મને ખબર નથી કે વડા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનમાં કઈ યોગ્યતા જોઈ રહ્યા છે અને તેને બચાવવા માટે આખા દિલ્હીને બાનમાં લીધું છે.”

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન