નેપાળ પૂર : એક શિક્ષકે 900 વિદ્યાર્થીનો જીવ કેવી રીતે બચાવ્યો?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
નેપાળ પૂર : એક શિક્ષકે 900 વિદ્યાર્થીનો જીવ કેવી રીતે બચાવ્યો?
પ્રકાશિત

નેપાળ પૂર હોનારતમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એવામાં એક શિક્ષકે સમયસૂચકતા વાપરીને 900 જેટલા વિદ્યાર્થીઓને બચાવ્યા છે.

નેપાળના નુવાકોટ જિલ્લામાંથી બીબીસી ન્યૂઝ નેપાળીના અશોક દહલ અને કમલ પરિયારે અહેવાલ આપ્યો છે કે અહીંની એક શાળાના મુખ્ય શિક્ષકે સમયસર લગભગ 900 વિદ્યાર્થીઓને સલામત સ્થળે પહોંચાડવામાં સફળતા મેળવી છે.

મુખ્ય શિક્ષક રાજેન્દ્ર દાવાડીના જણાવ્યા મુજબ, તેમને પૂરના ભયની ચેતવણી આપતા થોડી મિનિટોમાં જ અલગ અલગ લોકો તરફથી ચાર ફોન કૉલ આવ્યા. આ ચેતવણીઓને અનુસરીને, તેમણે વિલંબ કર્યા વિના શાળા ખાલી કરવાનો નિર્ણય લીધો.

રાજેન્દ્ર દાવડી નુવાકોટમાં ત્રિભુવન ત્રિશુલી માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક છે. શાળામાં કુલ 1,600 થી વધુ વિદ્યાર્થીઓ છે.

બાળકોને વધુ ઊંચાઈએ સુરક્ષિત સ્થળે લઈ જતી વખતે, દાવાડીએ જોયું કે નદીથી લગભગ 100 મીટર દૂર આવેલી શાળાની છાત્રાલય પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી.

પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કેવી રીતે બચાવ્યા?

વધુ જુઓ વીડિયોમાં...

નેપાળ પૂર નેપાળ પૂર હોનારતમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એવામાં એક શિક્ષકે સમયસૂચકતા વાપરીને 900 જેટલા વિદ્યાર્થીઓને બચાવ્યા છે.
ઇમેજ કૅપ્શન, નેપાળમાં એક શિક્ષકે સમયસૂચકતા વાપરીને 900 જેટલા વિદ્યાર્થીઓને બચાવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન