China: આ ઇલેક્ટ્રિક પ્લેન જ્યારે પહેલી વાર ઊડ્યું ત્યારે શું થયું?

વીડિયો કૅપ્શન, China: આ ઇલેક્ટ્રીક પ્લેન જ્યારે પહેલી વાર ઊડ્યું ત્યારે શું થયું?
China: આ ઇલેક્ટ્રિક પ્લેન જ્યારે પહેલી વાર ઊડ્યું ત્યારે શું થયું?
પ્રકાશિત

આ ચીનનું ઇલેક્ટ્રિક પ્લેન છે. જેણે શનિવારે 14 નવેમ્બરે ક્રૂ સાથે પહેલીવાર ઉડાન ભરી તે સમયના આ દૃશ્યો છે. ચીનના સરકારી પ્રસારક CCTV અનુસાર CE25A ઇલેક્ટ્રિક વિમાન ચીનના પૂર્વી પ્રાંત શાંદોંગના બિંજાઓથી ઊડ્યું હતું.

આ પ્લેનને ઍરક્રાફ્ટ બનાવતી ચીનની સરકારી કંપની કમર્શિયલ એરક્રાફ્ટ કૉર્પોરેશન ઑફ ચાઇના એટલે કે Comac એ બનાવ્યું છે.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અનુસાર આ Comacનું પહેલું ઇલેક્ટ્રિક કમર્શિયલ પ્લેન છે, જેનું વજન 10 ટન છે.

તેને મુખ્યત્વે શહેરો વચ્ચેની વ્યાવસાયિક ઉડાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં 19 મુસાફરો બેસી શકે છે. તેની ક્રૂઝિંગ સ્પીડ પ્રતિ કલાક 300 કિલોમીટર છે. આ વિમાન એક વારમાં વધુમાં વધુ 400 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ વિમાને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં કોઈ પણ ક્રૂ વિના પોતાની પહેલી ઉડાન પૂરી કરી હતી. તે અત્યાર સુધી આવી 19 ઉડાનો ભરી ચૂક્યું છે.

china,ચીન