શું ખરેખર રોબૉટ્સ લોકોની નોકરીઓ છીનવી લેશે?

વીડિયો કૅપ્શન, શું ખરેખર રોબૉટ્સ લોકોની નોકરીઓ છીનવી લેશે?
શું ખરેખર રોબૉટ્સ લોકોની નોકરીઓ છીનવી લેશે?
પ્રકાશિત

જો તમને ડર લાગે છે કે રોબૉટ્સનો સમય આવવાનો છે, તો ડરવાની જરૂર નથી. તેઓ તો પહેલેથી જ આપણા વચ્ચે હાજર છે.

કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence - AI)ના પ્રતિનિધિઓ પહેલેથી જ આપણા જીવનનાં દરેક પાસાંમાં સામેલ થઈ ગયા છે. તેઓ આપણા ઇનબૉક્સને સ્પામથી મુક્ત રાખે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મદદ કરે છે, આપણા વિમાનોનું સંચાલન કરે છે અને જો ગૂગલ સફળ થાય, તો ટૂંક સમયમાં તેઓ આપણા માટે કાર પણ ચલાવશે.

સિલિકોન વૅલીની સિંગ્યુલેરિટી યુનિવર્સિટીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા વિભાગના વડા નીલ જૅકબસ્ટીને બીબીસીને જણાવ્યું હતું કે, "કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) હવે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે."

તેઓ કહે છે, "તેનો ઉપયોગ દવાઓના ક્ષેત્રમાં, કાનૂની સેવાઓમાં, ડિઝાઇન બનાવવા તેમજ સંપૂર્ણપણે સ્વચાલિત ઉદ્યોગોમાં થાય છે."

અને દરરોજ અલ્ગોરિધમ્સ પહેલાં કરતાં વધુ બુદ્ધિશાળી બનતી જાય છે.

આનો અર્થ એ છે કે આધુનિક વિશ્વની સૌથી મોટી મહત્ત્વાકાંક્ષા, એટલે કે એવી મશીન બનાવવાની શોધ જે મનુષ્ય જેટલી જ બુદ્ધિશાળી હોય, તે પૂર્ણ થવાની ખૂબ નજીક હોઈ શકે છે.

જૅકબસ્ટીનનો અંદાજ છે કે 2020ના દાયકાના મધ્ય સુધીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) માનવ બુદ્ધિને પાછળ છોડી દેશે. પરંતુ તેનાથી એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે: મશીનોની બુદ્ધિના પ્રભાવ હેઠળનો સમાજ કેવો હશે અને તેમાં આપણી ભૂમિકા શું રહેશે?

શું ખરેખર રોબૉટ્સ લોકોની નોકરીઓ છીનવી લેશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન