અમરેલી: સિંહે કરેલો બકરીનો શિકાર કૅમેરામાં કેદ
અમરેલી: સિંહે કરેલો બકરીનો શિકાર કૅમેરામાં કેદ
પ્રકાશિત
એક સિંહ બકરીને દબોચીને આગળ વધી રહ્યો છે અને લોકો તેનો પીછો કરી રહ્યા છે.
સિંહે કરેલા બકરીના શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામે આ સિંહે શિકાર કર્યો હોવાનું કહેવાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેનો પીછો પણ કરી રહ્યા છે. તો કોઈએ સિંહને પથ્થર પણ માર્યો હતો.
વનવિભાગની ટીમ પણ આ વીડિયોના આધારે તપાસ કરી રહી છે.
મહત્ત્વનું છે કે અમરેલી પંથકમાં સિંહોની સંખ્યા વધતાં સિંહો શિકારની શોધમાં માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



