મોઢામાં 'રસગુલ્લું' ફાટવાથી યુવકનું મોત, શું છે સમગ્ર મામલો?

રસગુલ્લા બોમ્બ શું છે, પિગ બોમ્બ શું છે, સુઅર બોમ્બ શું છે, મધ્ય પ્રદેશમાં વિસ્ફોટ, દિવાળી દરમિયાન સુતળી બોમ્બ, જેલી બોમ્બ,
ઇમેજ કૅપ્શન, ઘાયલ રાજેન્દ્રને આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, વિષ્ણુકાંત તિવારી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

નોંધ: આ લેખના અમુક અંશ વિચલીત કરી શકે છે.

મધ્ય પ્રદેશના ડિંડૌરીમાં રાજેન્દ્ર બરૌતિયાને તેમના મિત્રે રસગુલ્લું ખવડાવ્યું. આ સાથે જ રાજેન્દ્રના મોઢામાં વિસ્ફોટ થયો. એ પછી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પાડોશમાં રહેતા મિત્ર રામ ભગત સિંહ બરૌતિયાએ રસગુલ્લાના નામે ભૂંડ મારવા માટે વપરાતો દેશી બૉમ્બ આપ્યો હતો.

આ ઘટના 10 નવેમ્બરના રોજ સાંજે ડિંડૌરીના પડરિયા છાંટા ગામમાં બની હતી. પોલીસે આ કેસમાં બે યુવકોની ધરપકડ કરી છે. જેમાં રામ ભગત તથા અન્ય એક યુવકનો સમાવેશ થાય છે, જેને જંગલમાંથી બૉમ્બ મળ્યો હતો.

ડિંડૌરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દુર્ગાપ્રસાદ નાગપુરેએ બીબીસી હિંદીને જણાવ્યું, "બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તથા તપાસ ચાલુ છે."

શું છે સમગ્ર કેસ?

રસગુલ્લા બોમ્બ શું છે, પિગ બોમ્બ શું છે, સુઅર બોમ્બ શું છે, મધ્ય પ્રદેશમાં વિસ્ફોટ, દિવાળી દરમિયાન સુતળી બોમ્બ, જેલી બોમ્બ,
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્રનાં મૃત્યુ બાદ પરિવારમાં સુશીલા અને તેમનું બાળક રહ્યાં છે

પોલીસ અધિકારી નાગપુરેના જણાવ્યા પ્રમાણે, રાજેન્દ્ર બરૌતિયા પોતાના ઘરના આંગણામાં પરિવાર સાથે તાપણું કરીને બેઠા હતા.

દરમિયાન પાડોશી રામ ભગત સિંહ પણ ત્યાં આવ્યા હતા. તેઓ પણ તાપણું તાપવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંનેની વચ્ચે મજાકમશ્કરી પણ થઈ હતી.

નાગપુરેના જણાવ્યા પ્રમાણે, વાત-વાતમાં રામ ભગતે તેમના મિત્ર રાજેન્દ્રને એક નાનકડા દડા જેવી ચીજ આપી. તેને 'રસગુલ્લું' જણાવીને ચાખવા માટે કહ્યું.

રાજેન્દ્રનાં પત્ની સુશીલાબાઈએ બીબીસી હિંદીને જણાવ્યું, "રામ ભગતે મારા પતિ સાથે વાતચીતમાં દિવાળીનો ઉલ્લેખ કરીને રસગુલ્લું ચાખવા માટે કહ્યું હતું. એમણે (રાજેન્દ્ર) મોંમાં મૂકીને ચાવ્યું કે અચાનક જ જોરદાર ધડાકો થયો."

સુશીલા ઉમેરે છે, "મને કંઈ સૂજ્યું નહીં. મારા પતિનું જડબું ફાટી ગયું હતું. એક સેકન્ડમાં તેમનો ચહેરો ઓળખવો મુશ્કેલ બની ગયો હતો."

એ પછી પરિવારજનો રાજેન્દ્રને એક ઑટોમાં બેસાડીને ડિંડૌરી ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે પોસ્ટમૉર્ટમ પછી રાજેન્દ્રનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયો હતો.

સુશીલાબાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પતિએ જાનવરોને મારવા માટે વપરાતો બૉમ્બ ખાધો હતો.

રાજેન્દ્રનાં મૃત્યુ બાદ પરિવારમાં સુશીલા અને તેમનું બાળક રહ્યાં છે.

'રસગુલ્લા' બૉમ્બ ક્યાંથી મળ્યો?

પોલીસના જણાવ્યા પ્રમાણે, એક આરોપીને જંગલમાંથી આ બૉમ્બ મળ્યો હતો. રામ ભગતે એ બૉમ્બ 'રસગુલ્લું' જણાવીને રાજેન્દ્રને આપ્યો હતો.

આ વિસ્ફોટક જંગલમાં ક્યાંથી આવ્યા તથા ત્યાં કોણે મૂક્યા હતા, તેના વિશે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રારંભિક તપાસમાં બંને આરોપી અને રાજેન્દ્ર વચ્ચે કોઈ જૂની અદાવત હોવાનું બહાર નથી આવ્યું. પોલીસે બંનેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 તથા ઍક્સપ્લોઝિવ્સ ઍક્ટની કલમ ત્રણ અને ચાર હેઠળ કેસ દાખલ કર્યો છે.

આ બૉમ્બ કેટલો ખતરનાક હોઈ શકે?

રસગુલ્લા બોમ્બ શું છે, પિગ બોમ્બ શું છે, સુઅર બોમ્બ શું છે, મધ્ય પ્રદેશમાં વિસ્ફોટ, દિવાળી દરમિયાન સુતળી બોમ્બ, જેલી બોમ્બ,
ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલની બહાર મૃતક રાજેન્દ્રના પરિવારજન
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્ય ભારતના અનેક ગ્રામીણ વિસ્તારોમાં 'ડુક્કર માર બૉમ્બ' કે 'પિગ બૉમ્બ' તરીકે ઓળખાતા આ વિસ્ફોટક વેચાય છે. જેનો ઉપયોગ ભૂંડોને મારવા માટે થાય છે.

આ દેશી વિસ્ફટકોને ખાવાની ચીજો સાથે ભેળવીને જંગલમાં મૂકી દેવામાં આવે છે. સુઅર કે અન્ય કોઈ નાના જીવ તેને ચાવે, એટલે વિસ્ફોટ થાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે.

ઇંદૌરમાં રહેતા વિસ્ફોટક વિશેષજ્ઞ શરદ સરવટેએ બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું હતું કે આ પ્રકારના વિસ્ફોટકોની તીવ્રતા તેની રાસાયણિક સંરચના ઉપર આધાર રાખે છે. આ પ્રકારના બૉમ્બમાં મોટા ભાગે એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જે દબાણ આવતાં ફાટી જાય છે.

સરવટેના જણાવ્યા પ્રમાણે, "કેટલાક વિસ્ફોટકોમાં ઍમોનિયમ નાઇટ્રેટનું મિશ્રણ કે નાઇટ્રેટ જેલી જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેને કચડવામાં આવે કે તો દબાણ ઊભું થાય છે અને વિસ્ફોટ થાય છે."

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું મિશ્રણ મોટા ભાગે જેલ કે ટૂથપેસ્ટ જેવું હોય છે. તથા તેનો આકાર દિવાળીના તહેવારોમાં ફોડવામાં આવતા સૂતળી બૉમ્બ જેવો હોય છે.

સરવટેએ જણાવ્યું, "જ્યારે પ્રમાણમાં નાનો ધડાકો કરવાની જરૂર હોય, ત્યાં તેનો ઉપયોગ થાય છે. ડુક્કર જેવા પ્રાણીઓને મારવા માટે નાનકડા ધડાકાની જરૂર હોય છે. જેથી કરીને બાકીના શરીરનો ઉપયોગ થઈ શકે."

"આથી જ જ્યારે આ પ્રકારના બૉમ્બને ચાવવામાં આવે કે દબાવવામાં આવે, ત્યારે ધડાકો થાય છે અને જે-તે અંગને ભારે નુકસાન થાય છે."

ડિંડૌરી પોલીસે ઘટનાસ્થળેથી વિસ્ફોટકના અવશેષ તથા અન્ય સૅમ્પલ એકઠાં કર્યાં છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દુર્ગાપ્રસાદ નાગપુરેના જણાવ્યા પ્રમાણે, આ સૅમ્પલ્સને ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી ખાતે મોકલવામાં આવશે.

નાગપુરેએ કહ્યું, "અમારી અત્યાર સુધીની તપાસમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની અને મૃતકની વચ્ચે કોઈ ઝગડો કે દુશ્મની ન હોવાનું બહાર આવ્યું છે. બૉમ્બની અંદર શું હતું, તેની તપાસ માટે નમૂના મોકલવામાં આવ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન