"હું સગર્ભા છું, ડિલિવરી થવાની છે, પણ લોકશાહી બચાવવા આવીશ..." – દિયોદરમાં કૉંગ્રેસનાં મહિલા સભ્યના ગંભીર આરોપો

કિંજલબહેન ઠાકોર સગર્ભા છે, કૉંગ્રેસમાંથી ચૂંટાયા છે અને તેમને ચૂંટણીની રાહમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું ગુજરાત કૉંગ્રેસ ભાજપ તાલુકા પંચાયત બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર વાવ થરાદ દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, કિંજલબહેન ઠાકોર સગર્ભા છે, કૉંગ્રેસમાંથી ચૂંટાયાં છે. તેમનું કહેવું હતું કે તેમને ચૂંટણીની રાહમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વાવ થરાદની દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વિલંબ થતાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થતાં સભ્યો કલાકો સુધી તાલુકા પંચાયત કચેરી ખાતે રાહ જોતા રહ્યા હતા.

એમાં પણ જાડા બેઠકના કૉંગ્રેસનાં તાલુકા પંચાયતનાં વિજેતા સભ્ય કિંજલબહેન ઠાકોર સગર્ભા હોવા છતાં પણ હાજરી આપવા કલાકો સુધી આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

ભારે ગરમી વચ્ચે ચાર કલાકથી વધુ સમય સુધી તેઓ સભાખંડમાં બેઠા રહ્યાં હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં બાદમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી નહોતી.

વાવ-થરાદથી બીબીસી સહયોગી પરેશ પઢિયારે માહિતી આપતાં જણાવ્યું કે 27 તારીખે ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી ડી.એન. કાછડનું બ્લડપ્રેશર હાઈ થઈ જવાથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે એવું કહેવાયું હતું અને ચૂંટણી થઈ શકી નહોતી.

એ પહેલાં પણ 25 તારીખે ભાજપના કાર્યકર્તાઓના કથિત ઝઘડાને કારણે આ ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.

ત્યારે જાણીએ સમગ્ર મામલો શું છે અને કેમ થઈ રહ્યો છે વિવાદ?

દિયોદર તાલુકા પંચાયતનું ગણિત શું છે?

દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો છે. જેમાંથી ભાજપે 10 બેઠકો પર જીત મેળવી છે અને કૉંગ્રેસે 12 બેઠકો પર જીત મેળવી છે.

આમ, દિયોદરમાં કૉંગ્રેસ પાસે પ્રમુખપદ માટે સાદી બહુમતી છે.

પરંતુ કૉંગ્રેસનાં જીતેલા સભ્યો હાજર ન રહે કે ન રહી શકે તો ભાજપને ફાયદો થાય તેવી શક્યતા છે.

કૉંગ્રેસના નેતાઓ ભાજપ પર સભ્યોને ધાકધમકીથી તોડવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. જોકે, ભાજપના સ્થાનિક નેતાઓ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી.

કૉંગ્રેસનાં સભ્ય સગર્ભા હોવા છતાં કલાકો સુધી પક્ષ માટે બેસી રહ્યાં

કિંજલબહેનને ડૉક્ટરે ડિલિવરી માટે તૈયાર રહેવા કહેલું છે, પરંતુ ચૂંટણીમાં વિલંબ થતાં તેમને ચિંતા થઈ છે કિંજલબહેન ઠાકોર સગર્ભા છે, કૉંગ્રેસમાંથી ચૂંટાયા છે અને તેમને ચૂંટણીની રાહમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું ગુજરાત કૉંગ્રેસ ભાજપ તાલુકા પંચાયત બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર વાવ થરાદ દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, કિંજલબહેનને ડૉક્ટરે ડિલિવરી માટે તૈયાર રહેવા કહેલું છે, પરંતુ ચૂંટણીમાં વિલંબ થતાં તેમને ચિંતા થઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સહયોગી પરેશ પઢિયારે કૉંગ્રેસનાં મહિલા સભ્ય કિંજલબહેન ઠાકોર સાથે વાત કરી હતી.

કિંજલબહેને જણાવ્યું હતું કે, "25મી તારીખે અમને 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ અધિકારી સાડા બાર વાગ્યા સુધી આવ્યા નહોતા. પછી ભાજપના કાર્યકર્તાઓએ અંદરોઅંદર લડાઈ કરી હતી અને અધિકારીએ એ દિવસે ચૂંટણી રદ કરી દીધી હતી. અમને કહેવામાં આવ્યું કે 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે."

તેઓ કહે છે, "27 તારીખે પણ 11 વાગ્યે અમે આવી ગયા હતા. એવું કહેવાયું કે અધિકારી બીમાર છે. ત્રણ વાગ્યા સુધી અમે બેસી રહ્યાં પણ તેઓ આવ્યા નહીં. મને ડૉક્ટરે 27 તારીખે ડિલિવરી માટે હાજર થવાનું કહેલું. તેમ છતાં હું ચૂંટણી માટે ત્યાં ચાર કલાક બેસી રહી. અધિકારી ચૂંટણી માટે ન આવ્યા. ડૉક્ટરે મને ઘરની બહાર નીકળવાની ના પાડી છે. તેમ છતાં હું મારા કૉંગ્રેસ પક્ષના 12 સભ્યો સાથે હું હાજર રહી."

"હું સગર્ભા છું એવો એમને ખ્યાલ છે એટલે મારી ડિલિવરી થઈ જાય પછી તેઓ ચૂંટણી કરાવવા ઇચ્છે છે. હું મારી ડિલિવરી પંચાયત હૉલમાં કરાવવા તૈયાર છું, પણ હું ચૂંટણીમાં હાજરી આપીશ જ."

કિંજલબહેને કહ્યું હતું કે, "આવા અધિકારીને સસ્પેન્ડ કરીને નવા અધિકારીની નિમણૂક થવી જોઈએ. મારું થનારું બાળક પણ હેરાન થાય છે. અમારી પાસે 12 સભ્યો છે અને કૉંગ્રેસની જ દિયોદરમાં સત્તા થશે. હું હાજરી આપીશ જ. કોઈનામાં માનવતા હોય એવું લાગતું નથી. મને દુ:ખાવો થાય છે. હું પીડા સહન કરીશ, પણ કૉંગ્રેસને સત્તા મળે તેના માટે હું આવીશ અને બેસીશ."

કિંજલબહેનના પતિ નાગજીભાઈ ઠાકોરનો સવાલ છે કે શું સત્તા માટે આટલી હદે જવાશે? કિંજલબહેન ઠાકોર સગર્ભા છે, કૉંગ્રેસમાંથી ચૂંટાયા છે અને તેમને ચૂંટણીની રાહમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું ગુજરાત કૉંગ્રેસ ભાજપ તાલુકા પંચાયત બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર વાવ થરાદ દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, કિંજલબહેનના પતિ નાગજીભાઈ ઠાકોરનો સવાલ છે કે શું સત્તા માટે આટલી હદે જવાશે?

કિંજલબહેનના પતિ નાગજીભાઈ ઠાકોરનો આરોપ છે કે, "25 તારીખે પણ લાંબા સમય સુધી ખુરશીમાં બેસી રહેવાથી તેમને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો. 27 તારીખે ડિલિવરી માટેની તારીખ આપવામાં આવી હોવા છતાં અમે હાજર રહ્યા હતા."

"ભાજપના સભ્યો અને ચૂંટણી અધિકારીએ સાથે મળીને પહેલી વાર ષડયંત્રથી ચૂંટણી મોકૂફ રખાવી. નવી તારીખ જાહેર કરી. મને એમ હતું કે 27 તારીખે ચૂંટણી થઈ જશે પણ એવું ન થયું. તેઓ સત્તા માટે આટલી હદે જશે? મારી પત્ની અને બાળકનો જીવ જોખમમાં મુકાવવા ઇચ્છે છે? આ લોકો શું કરવા ઇચ્છે છે?"

નાગજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "ડૉક્ટરે મારી પત્નીને આરામ કરવાની સલાહ આપી છે અને ડિલિવરીની તારીખ પણ નજીક છે. છતાં લોકશાહી પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને તે હાજર રહી હતી."

ગેનીબહેન સહિત કૉંગ્રેસના નેતાઓના ગંભીર આરોપો

ગેનીબહેન ઠાકોર કિંજલબહેન ઠાકોર સગર્ભા છે, કૉંગ્રેસમાંથી ચૂંટાયા છે અને તેમને ચૂંટણીની રાહમાં ધોમધખતા તાપમાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું હતું ગુજરાત કૉંગ્રેસ ભાજપ તાલુકા પંચાયત બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર વાવ થરાદ દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોરનું કહેવું છે કે લોકશાહીનું સન્માન જાળવી તરત ચૂંટણી થવી જોઈએ

પૂર્વ દિયોદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરશીભાઈ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે જ્યારે 25 તારીખે અમે ગયા ત્યારે ભાજપના સભ્યોના પ્રી-પ્લાનિંગ અનુસાર ત્યાં અંદરોઅંદર લડ્યા. ચૂંટણી અધિકારીએ કોઈ તેમને શાંત કરવા પ્રયત્ન ન કર્યા અને ચૂંટણી મુલતવી રાખી."

તેઓ કહે છે, "27 તારીખે પણ ચૂંટણી અધિકારીનું બ્લડપ્રેશર વધારે છે એવું કહેવામાં આવ્યું અને ચૂંટણી ન થઈ. કિંજલબહેન સગર્ભા છે, તેમની ડિલિવરીની તારીખ છે. તેમ છતાં લોકશાહીને જીવંત રાખવા માટે તેઓ હાજર રહ્યાં. તેઓ ખૂબ હેરાન થયાં અને કલાકો સુધી બેસી રહ્યાં. હજુ પણ નવી તારીખ આવી નથી. તેમને યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવી છે."

27 તારીખે ચૂંટણી રદ થતાં કૉંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, "અમે માંગ કરી હતી કે નવા અધિકારીની નિમણૂક કરવામાં આવે અને ચૂંટણી કરાવાય. આ બધું ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે અને તેઓ હાજર રહ્યા નથી. મારે એ અધિકારીઓને કહેવું છે કે તેમણે ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ અને ગમે તેમ કરીને ભાજપની સત્તા બેસાડી દેવી જોઈએ."

તેમણે કહ્યું હતું કે, "બહેન સગર્ભા છે તેમ છતાં ધોમધખતા તાપમાં એ આવ્યાં. એ બહેન ત્યાં ગાદલું નાખીને ચાર કલાક સૂતાં. અધિકારી એટલા તો બીમાર નહીં હોય ને? હું ભગવાનને પ્રાર્થના કરું છું સરકાર અને અધિકારીઓને સદબુદ્ધિ આપે. લોકશાહીનું સન્માન કરીને ચૂંટણી કરાવો."

ગેનીબહેને ગઈકાલે પણ વાવ-થરાદ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઈ પર તાલુકા પંચાયતના સભ્યોને તોડવા માટે ધમકીઓ આપવાનો આરોપ મૂક્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ અંગે બોલવાની ના પાડી હતી.

ચૂંટણીના દિવસે પાલનપુર હૉસ્પિટલમાં અધિકારી ડી.એન. કાછડ દાખલ થયા હોવાનું કહેવાયું હતું. તેમનો પક્ષ જાણવા વારંવાર આજે પણ ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. આ લખાય છે ત્યાં સુધીમાં ચૂંટણીની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.

જ્યારે ભાજપ અને સ્થાનિક અધિકારીઓની કોઈ પ્રતિક્રિયા આવશે ત્યારે તેમનો પક્ષ અહીં ઉમેરવામાં આવશે.

(ઇનપુટ્સ: પરેશ પઢિયાર)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન