ઉત્તરાખંડના હાલ્દ્વાનીમાં 'શુદ્ધીકરણ' ટિપ્પણી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરાખંડના હાલ્દ્વાનીમાં વાલ્મીકી સમુદાયના એક સભ્યની ફરિયાદ બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફરિયાદકર્તાનો આરોપ છે કે કૉંગ્રેસ નેતાએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમના સ્થળે થયેલા એક ધાર્મિક અનુષ્ઠાનને જાતિવાદી રંગ આપ્યો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર પોલીસે જણાવ્યું કે એફઆઈઆર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે, જે જૂથો વચ્ચે વૈમનસ્યને પ્રોત્સાહન આપવા અને જાણબૂઝીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સાથે સંબંધિત છે.
પોલીસ અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમો પણ લગાવવામાં આવી છે.
પીટીઆઈ અનુસાર જવાહર નગર નિવાસી અને 'શ્રી રામ સેના ધર્માર્થે સેવા ન્યાસ'ના સભ્ય અમિતકુમારે હાલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેમણે દાવો કર્યો કે તેઓ તે "ધાર્મિક અનુષ્ઠાન અને સફાઈ અભિયાન" દરમિયાન સ્થળ પર હાજર હતા.
અમિત કુમારના જણાવ્યા અનુસાર, 29 ઑગસ્ટે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી સમુદાયની લાગણીઓ દુભાઈ હતી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ રામલીલા મેદાનનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું, 'કારણ કે ખડગે દલિત છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ આ મામલે તરત એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, "આઠ ઑગસ્ટે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાલ્દ્વાનીમાં રેલી થાય છે અને 10 ઑગસ્ટે ભાજપ-આરએસએસના લોકો તેમના મંચનું શુદ્ધીકરણ કરે છે."
આ પ્રેસ કૉન્ફરન્સ બાદ આ મામલો ફરી ગરમાયો છે અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોના જવાબમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું, "જેમણે પણ ત્યાં શુદ્ધીકરણ કર્યું હતું, તેમાં ભાજપનો કોઈ કાર્યકર સામેલ નહોતો."
અમેરિકાએ ઘણાં અઠવાડિયાં પછી ફરી ઈરાન પર હુમલો કર્યો, હવે ક્યાં નિશાન તાક્યું?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકન સેનાએ ઈરાનના લારાક ટાપુ પર બે ઈરાની લશ્કરી થાણાંને નિશાન બનાવ્યાં છે.
એક અમેરિકન અધિકારીએ આ માહિતી આપી હતી.
બીબીસી સંવાદદાતા રૂથ કૉમરફોર્ડ અને ઘોંચેહ હબીબીઝાદના અહેવાલ પ્રમાણે, જુલાઈ પછી ઈરાન પર આ પહેલો અમેરિકાનો હુમલો છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કમાન્ડર ટિમ હૉકિન્સને બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસ ન્યૂઝે ટાંકીને જણાવ્યું હતું કે, "ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ્સને હોર્મુઝ સામુદ્રધુનીમાં સમુદ્રી બારૂદી સુરંગો સાથે રૉકેટ છોડવાની તૈયારી કરતા જોવામાં આવ્યા હતા."
આઇઆરજીસીએ જણાવ્યું હતું કે રવિવારના હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા.
તેમણે હુમલાના જવાબમાં બદલો લેવાની અને સજા આપવાની વાત કરી હતી.
આ પછી, ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આઇઆરજીસીએ જૉર્ડનમાં અમેરિકાનાં લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો છે.
બીબીસીએ આ સંદર્ભમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ પાસેથી જવાબ માંગ્યો છે.
IRGCના આ નિવેદનના થોડા સમય પછી, જૉર્ડનની સેનાએ કહ્યું કે તેણે આઠ મિસાઇલો તોડી પાડી છે.
સરકારી સમાચાર એજન્સી પેટ્રાએ સેનાના પ્રવક્તાને ટાંકીને આ માહિતી આપી છે.
જુલાઈના અંતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી બંધ કરવાની જાહેરાત કર્યા પછી ઈરાન પર આ પહેલો જાણીતો યુએસ હુમલો છે.
નેપાળ પહોંચી ભારતની ફોરેન્સિક ટીમ, ત્યાં શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે રાત્રે વિદેશ મંત્રાલયે નેપાળમાં ભારતીય નાગરિકોની સલામતી અને રાહત અને બચાવ પ્રયાસો અંગે અપડેટ જાહેર કર્યું હતું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 સભ્યોની ભારતીય વિશેષ ફૉરેન્સિક ટીમે કાઠમંડુમાં કામ શરૂ કરી દીધું છે.
આ ટીમ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવા માટે નેપાળમાં મળેલા ડીએનએ નમૂનાઓના વિશ્લેષણ અને તેની તપાસમાં મદદ કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "નેપાળમાં ભારતના રાજદૂતે ફૉરેન્સિક ટીમ સાથે મુલાકાત કરી હતી અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. ત્યારબાદ ટીમે કાઠમંડુમાં નેપાળ પોલીસની સેન્ટ્રલ ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હૉસ્પિટલના ફોરેન્સિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી."
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની ટનલ રૅસ્ક્યૂ ટીમે રવિવારે બચાવ કામગીરી ચાલુ રાખી. ટીમે હાઇડ્રોપાવર પ્રૉજેક્ટ્સમાં સર્ચ અને રૅસ્ક્યૂ ઑપરેશનમાં નેપાળી સેનાને મદદ કરી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ખરાબ હવામાન હોવા છતાં, ભારતીય ટીમ લાંગટાંગ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નજીકની ટનલમાં પ્રવેશવામાં સફળ રહી. ટીમે ટનલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો. લાંગટાંગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની આસપાસ ભારતીય ટીમનું બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થાનિક ચીની અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, રવિવારે 403 ભારતીય નાગરિકો ચીનથી નેપાળ પહોંચ્યા હતા. હાલમાં લગભગ 500 ભારતીય નાગરિકો ચીન તરફ છે, જે બધા સુરક્ષિત છે.
વિદેશ મંત્રાલયે 30 ઑગસ્ટ, 2026 ના રોજ રાત્રે સાડા નવ વાગ્યા સુધીની પરિસ્થિતિના આધારે આ અપડેટ જાહેર કર્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























