ગુજરાત આપનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ સસ્પેન્ડ, ઈસુદાને શું કહ્યું?

ગુજરાત આપનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ સસ્પેન્ડ, ઈસુદાને શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીનાં સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

બીજી તરફ મેટાએ કારણ આપતાં જણાવ્યું છે કે, "અમને આ ઍકાઉન્ટ્સને પ્રતિબંધ કરવાની કાયદાકીય વિનંતી મળી હતી. અમે તેની સમીક્ષા કરી અને કાયદાકીય પ્રક્રિયા તથા માનવાધિકારનું મૂલ્યાંકન કર્યું."

"સમીક્ષા કર્યા બાદ અમે એવાં સ્થાનો પર આ સામગ્રીના ઍક્સેસ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યાં તે સ્થાનિક કાયદાની વિરુદ્ધ છે," એમ મેટાએ જણાવ્યું હતું.

બીજી તરફ ભાજપે આપના આરોપને ફગાવી દીધો છે.

ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. અનિલ પટેલે બીબીસી સંવાદદાતા શ્યામ બક્ષી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ આખી પ્રક્રિયામાં ભાજપની કોઈ ભૂમિકા નથી.

શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન