You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
લોકસભાની બેઠકો વધારીને 850 કરવાનો અને 33% મહિલા અનામતનો પ્રસ્તાવ, આનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
કેન્દ્ર સરકારે મંગળવારે સાંસદોને મોકલવામાં આવેલા ત્રણ ડ્રાફ્ટ બિલમાં આ બે સીમાચિહ્નરૂપ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પહેલો, લોકસભાના સાંસદોની 543થી વધારીને મહત્તમ 850 કરવી અને બીજો, નીચલા ગૃહ તથા રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી. આ બિલ 16થી 18 એપ્રિલ દરમિયાન યોજનારા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ભારતમાં 2026નું ચોમાસું નબળું રહેવાની આગાહી પાછળ શું કારણ છે, ગુજરાતના ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે?
ભારતીય હવામાન ખાતાએ તેનો વર્તારો જાહેર કર્યો તેના એક અઠવાડિયા પહેલાં એટલે કે 7 એપ્રિલના રોજ સ્કાયમેટ વેધર નામની ખાનગી હવામાન સંસ્થાએ પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 94 ટકા જ વરસાદ પડશે.
નાસિક : જાતીય શોષણ, લગ્નના બહાને છેતરપિંડી અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, બહુરાષ્ટ્રીય કંપનીમાં શું ચાલી રહ્યું હતું?
નાશિકની એક બહુરાષ્ટ્રીય કંપનીની આઠ મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, મહિલા કર્મચારીઓને ધમકી આપવામાં આવી હતી, તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં પીડિત મહિલાઓએ ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે.
બિન-મુસ્લિમોના પ્રવેશની મનાઈ છતાં એક અંગ્રેજ મક્કામાં કેવી રીતે ઘૂસ્યો અને પછી શું થયું?
બર્ટનના નિધનના બીજા દિવસે, ઇઝાબેલ પતિના સ્ટડી રૂમમાં પ્રવેશ્યાં હતાં અને રૂઢિચુસ્ત વિક્ટોરિયન સમાજમાં પતિની છબિ ખરડાશે, તેવા ભયથી ઘણી હસ્તપ્રતો સળગાવી દીધી હતી.
'ગમે તે થાય પુત્રને યુદ્ધમાં નહીં મોકલું', ઈરાનમાં માતા-પિતાની ચિંતા
યુદ્ધ હવે તેના મગજમાં ચાલી રહ્યું છે. જોરથી દરવાજો બંધ થવાના અવાજ કે વાસણ પડવાથી થતા ખખડાટથી પણ તે ચોંકીને ઊછળી પડે છે. યુદ્ધવિરામ પણ આ સ્થિતિને બદલી નથી શક્યો.
વીડિયો, કૉંગ્રેસનાં 22 વર્ષનાં મહિલા ઉમેદવાર પાસે ચૂંટણીના કયા મુદ્દા છે?, અવધિ 3,56
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષે હસ્તીઓને મેદાને ઊતારી છે તો સાથે જ યુવા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.
અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતની શક્યતા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિએ આ વાત કહી – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
પૅન્ટાગોન કરતાં પણ સાઇઝમાં મોટું સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ખાલીખમ કેમ લાગે છે?
સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું ત્યારે તે હીરા ઉદ્યોગમાં એક ચમત્કારિક સફળતા સાબિત થશે તેવી અપેક્ષા હતી, પરંતુ હાલનું ચિત્ર એકદમ અલગ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમા કોણે અને ક્યાં મુકાવી હતી?
ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રથમ પ્રતિમાની કથા ખૂબ રસપ્રદ છે. તેનો શ્રેય કોલ્હાપુરના વિચારક, સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર માધવરાવ ખંડેરાવ બાગલને જાય છે, જેઓ 'ભાઈ બાગલ' તરીકે જાણીતા છે.
ભારત/વિદેશ
રાજકોટ ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે, પારો સતત ઊંચે કેમ રહે છે?
રાજકોટ શહેર છેલ્લા એકાદ મહિનાથી તેના હવામાનના કારણે ચર્ચામાં છે. રાજકોટમાં 11 માર્ચના રોજ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે દિવસનું આખા ભારતમાં તે સૌથી ઊંચું તાપમાન હતું. ત્યાર પછીના દિવસોમાં પણ રાજકોટ શહેરનું તાપમાન ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે.
'અમૃત ભરેલું અંતર જેનું...', આશા ભોંસલેએ જ્યારે એક જ વર્ષમાં 53 ગુજરાતી ગીત ગાયાં
આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે.
16 વર્ષનું સરમુખત્યાર શાસન, 'અમીરોની સરકાર' ને તોય એક જ દિવસમાં સત્તા જતી રહી
16 વર્ષનું બહુમતવાળું શાસન અને એ દરમિયાન પોતાની મરજી મુજબ પોતાના જ પક્ષને ફાયદો થાય એવા બંધારણીય સુધારા કર્યા. ગરીબ વધારે ગરીબ થયો અને અમીરોનાં ખિસ્સાં છલકાઈ ગયાં ને તોય એક દિવસ એવું શું થયું કે સરકાર ચાલી ગઈ?
એક મિસાઇલ અને ખેલ ખતમ, ઈરાન કઈ રીતે હોર્મુઝને કબજામાં રાખી શકે?
ભારતીય સમય મુજબ, સોમવારે સાંજથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી અમલમાં આવી ગઈ છે, જેના કારણે 40 દિવસથી કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. આઇઆરજીસીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેના બંદર ઉપરથી થતી જહાજોની અવરજવરને અટકાવવામાં આવશે, તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ભારતમાં ચોમાસું કેવું રહેશે અને ગુજરાતમાં આ વર્ષે ક્યાં કેટલો વરસાદ પડશે, હવામાન વિભાગ શું કહે છે
ભારતના હવામાન વિભાગે 13 એપ્રિલ 2026 રોજ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
અમેરિકાનું એ વિમાન જે પરમાણુ હુમલો થાય છતાં સતત સાત દિવસ સુધી ઊડી શકે છે
'પ્લેન ઑફ ડૂમ્સડે' એટલે કે 'પ્રલયના દિવસનું વિમાન' તરીકે જાણીતું આ વિમાન વાસ્તવમાં બોઇંગ ઇ-4B છે, જેની રચના ખરાખરીની કટોકટી માટે થઈ છે. ભારે કટોકટીના સમયમાં, અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સરકારના અન્ય વિભાગો સાથે વાતચીત કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.
એ કારણો જેને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં થઈ રહેલી વાતચીત ભાંગી પડી
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત ઘણા અંતરાલ અને વિરામ સાથે 21 કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. પરંતુ બંને દેશો વચ્ચે સમજૂતી ન થવા પામી, શું છે તેની પાછળનાં કારણો?
ઈરાનના અખાતમાં દુનિયામાં ક્યાંય પણ હોય એના કરતાં વધારે ઑઇલ-ગૅસ કેમ છે?
પર્શિયન ગલ્ફની આસપાસ 30થી વધુ સુપરજાયન્ટ (અતિશય મોટાં) ક્ષેત્રો છે, જે પૈકી દરેકમાં પાંચ અબજ બેરલ કે તેથી વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલ છે. આ પ્રદેશમાં વિશ્વના લગભગ અડધા હાઇડ્રોકાર્બન ભંડાર હોવા છતાં અભ્યાસો સૂચવે છે કે આ ક્ષેત્રમાં હજુ ઘણા ભંડારોની શોધ થવાની બાકી છે.
પતિનું ખૂન થતાં પત્નીનો રડતો, વલોપાત કરતો વીડિયો વાઇરલ થયો, પરંતુ પોલીસે તપાસ કરી તો.....
ધાર પોલીસના કહેવા પ્રમાણે, આરોપી પ્રિયંકા પુરોહિતે તેમના કથિત પ્રેમી કમલેશ પુરોહિત સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ