You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આ ઝાડ નીચે મૃતદેહો દટાયેલા છે અને તે માણસની જેમ ચાલી શકે છે'
- લેેખક, જોશુઆ એસ્ક્યુ, સાયમન ફર્બર
- પદ, સાઉથ ઈસ્ટ, બીબીસી સિક્રેટ સસેક્સ
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઇતિહાસકાર એમિલી જેસિકા ટર્નરે કહ્યું, "આ ખૂબ જ સુંદર અને એકદમ શાંત સ્થળ છે."
"અહીં પ્રાચીનકાળની વાસ્તવિકતાનો અહેસાસ થાય છે."
તેમણે બ્રિટનના સૌથી રમણીય અને ઐતિહાસિક સ્થળ સમાન એવા કિંગલી વેલેમાં બીબીસી સિક્રેટ સસેક્સ સાથે વાત કરી રહી હતી.
સાઉથ ડાઉન્સ પર આવેલા ચિચેસ્ટરના ઉત્તર-પશ્ચિમમાં આવેલું આ પ્રકૃતિ અભયારણ્ય તેના યૂ નામથી ઓળખાતાં જંગલો માટે જાણીતું છે, જેમાં યુરોપનાં કેટલાંક સૌથી જૂનાં વૃક્ષો છે.
ટર્નરે કહ્યું, "અહીંનાં વૃક્ષો ખરેખર અદભુત અને પ્રભાવશાળી છે."
ટર્નરે એમ પણ કહ્યું કે યૂનાં વૃક્ષોમાંથી કેટલાંક તો 2,000 વર્ષથી પણ જૂનાં છે, લોકકથાઓ પ્રમાણે તો આ "ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થળ" છે.
ઇતિહાસકારે કહ્યું, "અમે એકબીજાને જે વાર્તાઓ કહેતા હોઈએ છીએ, જેમાં વૃક્ષોનો ઉલ્લેખ ઘણી વખત આવે છે."
"તેવું માનવામાં આવે છે કે, આ વૃક્ષો આધ્યાત્મિક સ્તરો સાથે જોડાયેલાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું કે, આ વૃક્ષોનાં મૂળ પાતાળલોક સાથે જોડાયેલાં હોવાનું માનવામાં આવે છે.
ટર્નરે કહ્યું કે, કિંગલી વેલે ખાતેનાં યૂ વૃક્ષો વાઇકિંગની કબરોનાં નિશાન છે.
તેમણે બીબીસી સિક્રેટ સસેક્સને કહ્યું, "મારા પગની નીચે રહેલી આ ઠંડી જમીન નીચે યુદ્ધમાં માર્યા ગયેલા વાઇકિંગ લીડર્સના મૃતદેહ છે.
ટર્નરે કહ્યું કે, ડેનિશ આક્રમણકારીઓ એક હજાર વર્ષ પહેલાં સસેક્સમાં આ વિસ્તાર જીતવાનો પ્રયાસ કરવા આવ્યા હતા.
જોકે, તેમણે ઉમેર્યું કે, અહીંના સ્થાનિક લોકો "એટલા મજબૂત અને ઉગ્રતાથી લડ્યા" કે સેંકડો વાઇકિંગ્સ માર્યા ગયા હતા.
"તેમના મૃતદેહોને બો હિલ નજીક યૂ વૃક્ષો વચ્ચે છોડી દેવાયા હતા અને ત્યાં જ દફનાવાયા હતા."
ટર્નર કહે છે કે, ટેકરી પર ચાર મોટા ટેકરા આવેલા છે, જેને સ્થાનિક લોકો "શેતાનની ખૂંધ" તરીકે ઓળખે છે, તે મહાન વાઇકિંગ લીડરોની કબરો છે, જેઓ યુદ્ધમાં માર્યા ગયા હતા.
ટર્નરે આગળ કહ્યું, "આપણે હાલ લોહિયાળ ઇતિહાસવાળા વિસ્તારથી ઘેરાયેલા છીએ, અહીંની જમીન યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના ભૂતોથી ઘેરાયેલી છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક લોકો કહે છે કે, ડ્રડ્સના આત્માઓ પણ છે, જે "પ્રકૃતિની પૂજા કરતા હતા."
પરંતુ તેમનું કહેવું છે કે કિંગલી વેલે વિશેની સ્થાનિક વાર્તાઓમાં તેમની "પ્રિય વાર્તા" એ છે કે આ વૃક્ષો જીવંત થઈ જશે અને માણસોની જેમ ફરશે.
તેમણે કહ્યું, "તે એક અદ્ભુત વિચાર છે, સાથે તેટલો જ ડરામણો પણ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન