શાળામાં હુમલાની સ્થિતિમાં શું કરવું? વિદ્યાર્થીઓને શીખવાડતી ડ્રિલ
શાળામાં હુમલાની સ્થિતિમાં શું કરવું? વિદ્યાર્થીઓને શીખવાડતી ડ્રિલ
પ્રકાશિત
થાઇલૅન્ડમાં તાજેતરમાં થયેલા જીવલેણ ગોળીબાર બાદ શાળાઓમાં સિક્યૉરિટી અને સૅફ્ટી ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સેન્ટ્રલ બૅંગ્કૉકની શ્રી અયોધ્યા શાળામાં આયોજિત મોક ડ્રિલમાં પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કટોકટીની સ્થિતિમાં કેવી રીતે બચવું તેની તાલીમ આપવામાં આવી રહી છે.
પાછલા મહિને 14 વર્ષના સગીરે કરેલા અંધાધૂંધ ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓમાં બચાવ માટે જાગૃતિ લાવવા ભાગવું, છુપાવું કે સામનો કરવો જેવી પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



