પાકિસ્તાનમાં મરિયમ નવાઝના નિવેદનથી વિવાદ, જાણો તેમણે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં મરિયમ નવાઝના આ નિવેદન પર કેમ વિવાદ થઈ રહ્યો છે?
પાકિસ્તાનમાં મરિયમ નવાઝના નિવેદનથી વિવાદ, જાણો તેમણે શું કહ્યું?
પ્રકાશિત

પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝના એક નિવેદનથી વિવાદ થયો છે.

લાહોરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તમે જાતે જોઈ લો. અહીં ત્રિપક્ષીય સરહદ છે. કમનસીબે, મારા માટે ખતરો પાડોશી દેશો કરતાં પાડોશી પ્રાંતોથી વધુ છે. પંજાબમાં આતંકવાદ અહીંથી આવે છે.

તેમના આ નિવેદનથી તેમને ટીકાનો સામનો કરવી પડી રહ્યો છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય મંત્રી સોહેલ આફ્રિદીએ કહ્યું કે પંજાબનાં મુખ્ય મંત્રીના નિવેદનથી આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનની વૈશ્વિક સ્થિતિને નુકસાન થયું છે.

તો પીટીઆઈના નેતા અસદ કૈસરે કહ્યું કે ખૈબર પખ્તુનખ્વા દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને આ પ્રાંતના લોકોએ આ લડાઈમાં સૌથી વધુ કિંમત ચૂકવી છે.

પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે કઠોર સત્ય. પંજાબ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ચાલી રહેલા આદિવાસી અને ધાર્મિક સંઘર્ષોથી ઊભાં થયેલાં જોખમોને અવગણી શકે નહીં. મરિયમ નવાઝ શરીફ અહીં બિલકુલ યોગ્ય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન