કેટલાક લોકો 'રિસાયેલા ફુવા' જેવા હોય છે, પીએમ મોદી આવું કેમ બોલ્યા?

વીડિયો કૅપ્શન, કેટલાક લોકો 'રિસાયેલા ફુવા' જેવા હોય છે, પીએમ મોદી આવું કેમ બોલ્યા?
કેટલાક લોકો 'રિસાયેલા ફુવા' જેવા હોય છે, પીએમ મોદી આવું કેમ બોલ્યા?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું.

શનિવારે એસઆરસીસીના શતાબ્દી સમારોહના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીયુના શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સ (એસઆરસીસી)ના એક કાર્યક્રમમાં તેમણે 'માનસિક નક્સલીઓ'નો એક વાર ફરી ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "આજે 2013ની સરખામણીએ દેશ આર્થિક અને સામાજિક રીતે ઘણો વધુ સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકોમાં ગભરાટ શરૂ થઈ ગયો છે. મેં આવા લોકો માટે 15 ઑગસ્ટે લાલ કિલ્લાથી હોમિયોપેથીની ગોળી આપી હતી. ત્યારે મેં એક શબ્દ કહ્યું હતો - માનસિક નક્સલીઓ."

કેટલાક લોકો 'રિસાયેલા ફુવા' જેવા હોય છે, પીએમ મોદી આવું કેમ બોલ્યા?

ઇમેજ સ્રોત, x/ narendramodi