ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજિત દીપકેએ શું કહ્યું?
મોદી સરકારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ ખબરની પુષ્ટિ કરી છે.
કૉક્રોચ જનતા પાર્ટીએ તેનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે 'અમે કરી દેખાડ્યું.'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને સંબોધતાં અભિજિત દીપકેએ કહ્યું કે, "આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું છે તેના માટે મને હીરો ન બનાવશો. આ ભૂલ ન કરશે, મને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને કારણે મને હીરો ન બનાવશો. એક માણસને હીરો બનાવવાના કારણે આ કચરો થયો છે. એક વ્યક્તિને તમે બંધારણ અને બધાં સંસ્થાનોથી મોટી બનાવી દીધી. જ્યારે તમે એક વ્યક્તિને મુદ્દા, સંસ્થાનથી મોટી બનાવો છો તો તે વ્યક્તિ દેશનો કચરો જ કરશે. મને કોઈ પણ હીરો ન બનાવો."
ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.

ઇમેજ સ્રોત, x/cockroachjantaparty
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



