સોમનાથ મંદિરની આસપાસ ફરી હાથ ધરાયું ડિમોલિશન, 40 ઇમારતો તોડી પડાઈ - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી સોમનાથ મંદિરના દૂરથી પણ સ્પષ્ટપણે દર્શન થઈ શકે એ હેતુથી સોમનાથ કૉરિડૉર પ્રોજેક્ટ અંતર્ગત 16 નવેમ્બરના રોજ હાથ ધરાયેલી 'ડિમોલિશનની કામગીરી' દરમિયાન વધુ 40 ઇમારતો તોડી પાડવામાં આવી હતી.
ઇમેજ કૅપ્શન, સોમનાથ મંદિરના દૂરથી પણ સ્પષ્ટપણે દર્શન થઈ શકે એ હેતુથી સોમનાથ કૉરિડૉર પ્રોજેક્ટ અંતર્ગત 16 નવેમ્બરના રોજ હાથ ધરાયેલી 'ડિમોલિશનની કામગીરી' દરમિયાન વધુ 40 ઇમારતો તોડી પાડવામાં આવી હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

સોમનાથ મંદિરની આસપાસ ફરી એક વાર 'મેગા ડિમોલિશન'ની કામગીરી હાથ ધરાઈ હતી.

સોમનાથ મંદિરના દૂરથી પણ સ્પષ્ટપણે દર્શન થઈ શકે એ હેતુથી સોમનાથ કૉરિડૉર પ્રોજેક્ટ અંતર્ગત 16 નવેમ્બરના રોજ હાથ ધરાયેલી 'ડિમોલિશનની કામગીરી' દરમિયાન વધુ 40 ઇમારતો તોડી પાડવામાં આવી હતી.

નોંધનીય છે કે 'કામગીરી' અંતર્ગત સોમનાથ મંદિર આસપાસ 72થી વધુ હોટલો અને રહેણાક મકાનો પર બુલડોઝર ફરી વળ્યાં હતાં.

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, આ અગાઉ 100 જેટલી ઇમારતો આ હેતુ માટે દૂર કરાઈ હતી.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હોટલ, રહેણાક અને વેપારી મિલકતો સહિત કુલ 476 મિલકતો ખરીદવામાં આવી હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સરકાર દ્વારા બજાર ભાવે ખરીદાયેલી મિલકતોનું તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું.

આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે 350 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કૉરિડૉરમાં મંદિર સુધીની સુવિધા, પ્રભાસ પાટણ મ્યુઝિયમ અને દરિયાકિનારા સાથે જોડાણને વધુ સુવ્યવસ્થિત બનાવવાની યોજના છે.

ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત?

ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત? - ન્યૂઝ અપડેટ
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત? - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિનું ઍરફોર્સ વન વિમાન ચીનના શેનઝેન બાઓઆન આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતર્યું.
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત? - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે લાલ જાજમ બિછાવીને રન-વે પર ટ્રમ્પનું સ્વાગત કર્યું.
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત? - ન્યૂઝ અપડેટ
ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, શી જિનપિંગે કેવી રીતે કર્યું સ્વાગત? - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પને જોવા માટે એકત્ર થયેલા ચીનના લોકો.

કુલગામમાં સુરક્ષાબળો સાથે અથડામણમાં ઉગ્રવાદી મો. લતીફ ભટનું મૃત્યુ

કુલગામ, આતંકવાદી ઉગ્રવાદી મોહમ્મદ લતીફ ભટ, સીઆરપીએફ કેમ્પ હુમલો, સીઆરપીએફષ આર્મી,
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ફાઇલ તસ્વીર

જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે સુરક્ષાબળો સાથે અથડામણમાં ઉગ્રવાદી મો. લતીફ ભટનું મૃત્યુ થયું છે.

કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, જ્યાં અથડામણ થઈ, ત્યાંથી એક મૃતદેહ અને હથિયાર મળ્યાં છે. જેમાં મૃતકની ઓળખ મો. લતીફ ભટ તરીકે થઈ છે.

ભારતીય સેનાએ પણ ઍક્સ ઉપર પોસ્ટમાં લખ્યું, "એક આતંકવાદીએ મસ્જિદમાં આશરો લીધો હતો. સુરક્ષાબળોએ ખૂબ જ સંયમ જાળવ્યો અને ધાર્મિકસ્થળની પવિત્રતાનું પૂરું ધ્યાન રાખ્યું અને આતંકવાદીને મસ્જિદ પરિસરમાંથી બહાર નીકળવા મજબૂર કરી દીધો. એ પછી તેને ખતમ કર્યો. ઑપરેશન ચાલુ છે."

આ અભિયાનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષાબળો સામેલ હતા.

'પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબહેન પટેલનું રાજીનામું' - આ વિશે હાર્દિક પટેલે શું કહ્યું?

હાર્દિક પટેલ, બીબીસી ગુજરાતી, પાસ, પાટીદાર અનામત આંદોલન સમિતિ, આનંદીબહેનનું રાજીનામું, દિનેશ બાંભણિયાને અફસોસ, અનાર પટેલેે શું કહ્યું,
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબહેન પટેલના રાજીનામા અંગે વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે.

હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "આજે આ વાતને 12 વર્ષ થયાં. આંદોલન કોઈના રાજીનામા માટે ન હતું. આંદોલનમાં અનેક યુવાનોના બલિદાન અને અનેક યુવાનોના સંઘર્ષને કારણે આજે ગુજરાતમાં બિનઅનામત વર્ગના સમાજો માટે 10 ટકા EWS અને અનામત પંચ અને નિગમ મળ્યું છે."

"આંદોલનએ કોઈને હઠાવવા માટે કે કોઈને નુકસાન કરવા માટે નહોતું. આંદોલન એ સમાજના હિત માટે હતું અને આવનારી પેઢી માટે હતું. આજે 10 ટકા EWS ને કારણે કેટલો બધો લાભ સમાજના યુવાનોને મળ્યો છે, તે બધા જાણે છે."

"દિનેશભાઈએ જે નિવેદન આપ્યું, એ તેમનું વ્યક્તિગત નિવેદન હોય શકે છે. પણ પાટીદાર અનામત આંદોલન એ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના આયોજનથી નહોતું, પણ સમાજનું હતું. સમાજનું આયોજન બહુ સ્પષ્ટ હોય છે કે તે સમાજના હિત માટે હોય છે."

નોંધનીય છે કે અનામત આંદોલન પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હાલ તેઓ ભાજપની ટિકિટ ઉપર વીરમગામની બેઠક પરથી ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટના જસદણ ખાતે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે :

'મારે આનંદીબહેન સામે ઊભા રહીને માફી માગવી છે. અનારબહેન, તમને આ જાહેરમંચ પરથી કહું છું કે આનંદીબહેનને ગુમાવવાનો અમને ખૂબ જ મોટો અફસોસ અને દિલથી રંજ છે. કદાચ અમારી બધી ભૂલો કરતાં એક મોટી ભૂલ એ થઈ છે.'

જેના જવાબમાં આનંદીબહેન પટેલનાં દીકરી અનારબહેને કહ્યું હતું, 'દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુખ રાખવી જરૂર નથી. મમ્મીના હૃદયમાં કશું પણ નથી.'

મહિંદ્રાએ અર્થશૉટ પુરસ્કાર જીત્યો, કંપનીએ પ્રિન્સ વિલિયમની પહેલને આવકારી

અર્થશૉટ પુરસ્કાર, પ્રિન્સ વિલિયમ, મહિંદ્રા લાસ્ટ માઇલ મૉબિલિટી, 10 લાખ પાઉન્ડનો પુરસ્કાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અર્થશૉટ પુરસ્કારના દરેક વિજેતાને 10-10 લાખ પાઉન્ડની રકમ આપવામાં આવે છે

બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત અર્થશૉટ પુરસ્કાર 2026માં મહિંદ્રા લાસ્ટ માઇલ મોબિલિટી લિમિટેડને પુરસ્કાર મળ્યો છે. ભારતીય કંપનીને 'ક્લિન અવર ઍર' શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે.

કંપની દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક વ્યવસાયિક વહાનોનો વપરાશ વધારવા તથા તેના ડ્રાઇવરો અને નાના વેપારીઓ તેનો વપરાશ કરી શકે, તે માટે કંપનીએ જે પ્રયાસો કર્યા છે, તેના માટે આ પુરસ્કાર મળ્યો છે.

મહિંદ્રા જૂથના સીઈઓ અને એમડી ડૉ. અનીશ શાહે પ્રિન્સ વિલિયમની આ પહેલને આવકારી હતી.

તેમણે કહ્યું, "આ પ્રકારનો મંચ ઊભો કરવા માટે પ્રિન્સ વિલિયમે જે પ્રયાસ કર્યા છે, તેની અમે પ્રશંસા કરીએ છીએ."

પ્રિન્સ વિલિયમ દ્વારા 'અર્થશૉટ પુરસ્કાર'ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દરવર્ષે પર્યાવરણ સંબંધિત પાંચ ક્ષેત્રોમાં 15 ફાઇનલિસ્ટની પસંદગી કરવામાં આવે છે.

જેમાં પર્યાવરણ સુરક્ષા અને બહાલી, હવાને સાફ કરવી, મહાસાગરોને ફરી સ્વસ્થ બનાવવા, કચરા-મુક્ત દુનિયા બનાવવી તથા જળવાયુ સંકટને પહોંચી વળવું સામેલ છે.

જેમાં દર વર્ષે પાંચ વિજેતા ચૂંટવામાં આવે છે. દરેક વિજેતાને તેના કામ-યોજનાના વિસ્તાર માટે 10 લાખ પાઉન્ડ મળે છે.

તમામ 15 ફાઇનલિસ્ટને એક વર્ષ માટે 'અર્થશૉટ ફેલૉશિપ કાર્યક્રમ'માં સામેલ કરવામાં આવે છે.

વીડિયો કૅપ્શન, એ રિક્ષાઓ જે પર્યાવરણ અને મહિલાઓ બંનેનો સહારો બની

મહિંદ્રા લાસ્ટ માઇલ મોબિલિટીનું કહેવું છે કે તેણે ભારતમાં ચાર લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન વેચ્યાં છે. આ વાહનોએ કુલ નવ અબજ કિલોમીટરથી વધુની સફર ખેડી છે. જેનાથી એક લાખ 85 મૅટ્રિક ટન કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન અટકાવવામાં મદદ મળી છે.

કંપની સામાજિક સંસ્થાઓ સાથે મળીને મહિલા ડ્રાઇવરોને તાલીમ આપવા તથા રાહતદરે લોન મળી રહે તે માટે પ્રયાસ કરશે.

આ સિવાય ઓછી સુવિધાવાળા વિસ્તારોમાં ચાર્જિંગની વ્યવસ્થા વધારવા તથા અર્થશૉટના અન્ય ફાઇનલિસ્ટો સાથે મળીને ઇલેક્ટ્રિક રિક્શાનો વ્યાપ વધારવાની કંપનીની યોજના છે.

કંપનીના એમડી અને સીઈઓ સુમન મિશ્રાએ જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન સામે લડવાના પ્રયાસોની સાથે લોકોનું દૈનિક જીવન પણ સારું થવું જોઈએ.

સૈફ ચૅમ્પિયનશિપ 2026 : ફાઇનલમાં ભારતે 2-1થી પાકિસ્તાનને હરાવ્યું

સૈફ ચેમ્પિયનશિપ, ભારતે પાકિસ્તાનને હરાવ્યું, હોકી, ભારત અને પાકિસ્તાન હરિફાઈ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારત તરફથી સુહૈલ અહમદ ભટ તથા સંદીપ મંડીએ ગૉલ કર્યા હતા

ભારતે સૈફ ચૅમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને 2-1થી હાર આપી છે. મંગળવારે ઢાકાના નૅશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં ભારતે વિજય હાંસલ કર્યો હતો.

ભારત તરફથી સુહૈલ અહમ ભટે 60મી મિનિટે ગોલ કર્યો હતો. એ પછી સંદીપ મંડીએ 88મી મિનિટે ગોલ ફટકાર્યો હતો.

બીજી બાજુ, પાકિસ્તાન તરફથી આલમગીર ગાઝીએ પહેલા હાફના ઇંજરી ટાઇમ દરમિયાન ગોલ કર્યો હતો.

આમ ફાઇનલ મૅચમાં ભારતનો 2-1થી વિજય થયો હતો.

અખિલ ભારતીય ફૂટબૉલ ફૅડરેશને (એઆઇએફએફ) સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "બ્લૂ ટાઇગર્સને ઓછા ન આંકશો. ભારત ચૅમ્પિયન છે."

સેમિફાઇનલમાં ભારતે ભૂટાનને 2-1થી હાર આપી હતી. બીજી તરફ, પાકિસ્તાને યજમાન બાંગ્લાદેશને 1-0થી હાર આપી હતી.

રશિયાનું સૈન્ય માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત, તમામ 19 લોકોનાં મૃત્યુ

એન-12, રશિયા, વિમાન દુર્ઘટના, કોમોરોવ, બીબીસી ગુજરાતી.
ઇમેજ કૅપ્શન, રશિયાના એન-12 વિમાનોની ફાઇલ તસ્વીર

રશિયાનું સૈન્ય માલવાહક વિમાન સાઇબિરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અકસ્માતને કારણે વિમાનમાં સવાર તમામ 19 લોકોનાં મૃત્યુ થયાં છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકતા રશિયાના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એન-12 વિમાન મંગળવારે નિયમિત ઉડ્ડાણ ભરી રહ્યું હતું. ત્યારે કેમેરોવોમાં સૂમસામ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

પ્રારંભિક તપાસમાં તકનીકી ખામીને કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. રશિયાએ દુર્ઘટનાનાં કારણોની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક ગવર્નર ઇલ્યા સેરેડ્યૂકે જણાવ્યું હતું કે વિમાન યાગુનોનો ગામ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

સેરેડ્યૂકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે એક હેલિકૉપ્ટર અને તબીબી સુવિધાઓને તૈયાર રાખવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે હવે મુખ્ય કામ તપાસકર્તાઓને મદદ કરવાનું છે.

ગવર્નરે એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં અગ્નિશમન દળના કર્મચારીઓને કાટમાળની વચ્ચે કશું શોધતા જોઈ શકાય છે. આ કાટમાળ વિમાનનો હોવાનું જણાય આવે છે. પાસે ઍમ્બુલન્સને પણ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી ફૂટેજ શૅર કરવામાં આવ્યા છે. જેમાં દૂર આકાશમાંથી ચમકતી ચીજ પડતી જોઈ શકાય છે. જોકે, અંતર વધુ હોવાને કારણે વિમાન જમીન ઉપર પડ્યું, તેની તસ્વીર સ્પષ્ટપણે જોઈ શકાતી નથી.

બીબીસી તથા ન્યૂઝ એજન્સી રૉઇટર્સે ફૂટેજની તારીખ અને સમયની પુષ્ટિ કરી છે. રૉઇટર્સે આજુબાજુનાં સ્થાનોની સેટેલાઇટ તસ્વીરોની સરખામણી કરીને સ્થાનની પણ પુષ્ટિ કરી છે.

વિમાનમાં કોઈ સામાન હતો કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. રશિયાની સેના દ્વારા હથિયારો અને કર્મચારીઓની હેરફેર, ઉપરાંત રાહત અને બચાવ કામગીરી માટે એન-12 વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન