IND vs NZ T20 : તિલક અને નીતીશકુમારે ન્યૂઝીલૅન્ડની પકડમાંથી જીત કેવી રીતે છીનવી, શું કર્યું કે મૅચ પલટાઈ ગઈ?

બીબીસી ગુજરાતી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ક્રાઇસ્ટચર્ચના હેગલે ઑવલમાં રમાયેલી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવીને પાંચ મૅચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ન્યૂઝીલૅન્ડે પહેલી બેટિંગ કરીને ગ્લેન ફિલિપ્સની 70 રનની અને બેવન જૅકોબની 58 રનની ધમાકેદાર ઇનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 180 રન બનાવ્યા હતા.

જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના મધ્યમક્રમના બૅટ્સમૅનો એક સમયે પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક સમય એવો હતો જ્યારે લાગતું હતું કે ભારતીય ટીમ આ મુકાબલામાં ઘણી પાછળ છે. પરંતુ ત્યારબાદ ભારતના બૅટ્સમૅનોએ એવું કર્યું કે ન્યૂઝીલૅન્ડની પકડમાં આવી ગયેલી મૅચમાં જીત મેળવી લીધી.

181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ જ્યારે સંકટમાં હતી ત્યારે તેને ઉગારવાનું કામ કર્યું તિલક વર્મા અને નીતીશકુમાર રેડ્ડીએ.

કેવી રીતે મૅચ બદલાઈ ગઈ?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. તેમણે 26 બૉલનો સામનો કર્યો હતો. જ્યારે નમન ધીરે 17 બૉલમાં 31 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

તિલક વર્મા અને નીતીશકુમાર રેડ્ડીએ 30 બૉલમાં 59 રનની ભાગેદારી કરીને ન્યૂઝીલૅન્ડના બૉલરોની ધોલાઈ કરી.

તિલક વર્માએ 26 બૉલમાં 51 રનની તોફાની ઇનિંગ રમી જ્યારે સામે છેડે નીતિશકુમારે માત્ર 13 બૉલમાં 26 રન ફટકારીને મૅચનું પાસું પલટવાનું કામ કર્યું.

આ જ ભાગેદારી મૅચનો ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ. આ ભાગેદારી પહેલાં ભારતીય બૅટ્સમૅનો મોટા શૉટ રમવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા ત્યાં આ બંને બૅટ્સમૅનોએ ન્યૂઝીલૅન્ડના બૉલરોને ચારે તરફ ફટકારીને ભારતને જીત અપાવી.

ભારતની ખરાબ શરૂઆત

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડ તરફથી મિચેલ સૅન્ટનરે 4 વિકેટ ઝડપી હતી.

181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી.

પહેલી ઓવરમાં સંજુ સેમસન એક પણ રન ન બનાવી શક્યા. તેઓ 5મી ઓવરમાં 17 બૉલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયા.

વૈભવ સૂર્યવંશી માત્ર ચાર જ રન બનાવી શક્યા. જ્યારે કે અભિષેક શર્માએ 21 બૉલમાં 27 રન બનાવ્યા. કૅપ્ટન શ્રેયસ અય્યર પણ 11 બૉલમાં સાત રન અને અક્ષર પટેલ 9 બૉલમાં 11 રન બનાવી શક્યા.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટી20 મૅચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા.

ભારતે 70 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આવેલા નમન ધીરે તિલક વર્મા સાથે મળીને ઇનિંગને સંભાળવાની કોશિશ કરી. તેમણે બંનેએ નાની ભાગેદારીની મદદથી સ્કોર 100 પાર પહોંચાડ્યો. પરંતુ ધીર આઉટ થતા ભારત મુશ્કેલીમાં આવી ગયું. નમન ધીરે 17 બૉલમાં 31 રન બનાવ્યા. જેમાં તેમણે એક ચોક્કો અને ત્રણ છગ્ગા ફટકાર્યા.

ભારતને છેલ્લી પાંચ ઓવરમાં 68 રન બનાવવાના હતા. ક્રિઝ પર તિલક વર્મા અને નીતિશકુમાર રેડ્ડી હતા. આ બંનેએ ન્યૂઝીલૅન્ડના મોઢામાં આવેલી જીતને છીનવી લીધી. છેલ્લી ત્રણ ઓવરમાં ભારતને મૅચ જીતવા માટે 46 રન જોઈતા હતા. આખરે બંનેએ ન્યૂઝીલૅન્ડના બૉલરોને ચારે તરફ ફટકાર્યા. છેલ્લી ઓવરમાં 11 રન જોઈતા હતા જે તિલકે અને નીતીશે એક બૉલ બાકી રહેતા બનાવી લીધા. તેમણે સાતમી વિકેટ માટે 69 રનની ભાગેદારી કરી.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીજી ટી20 મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, પાંચ ટી20 મૅચોની શ્રેણીની બીજી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટી20 મૅચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 43 બૉલમાં 77 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે બેવન જૅકબ્સે 46 બૉલમાં 58 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલૅન્ડ તરફથી મિચેલ સૅન્ટનરે 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદીપસિંહે બે જ્યારે કે ભુવનેશ્વરકુમાર, પ્રિન્સ યાદવ અને નીતીશકુમાર રેડ્ડીએ એક-એક વિકેટ ઝડપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન