You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધંધુકા કેસ : 'અમને બીક લાગતી હતી અને એ લોકો અમારા ઘરમાં ઘૂસી ગયા'
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક યુવકની હત્યા બાદ શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી.
ગત શનિવારે 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે થયેલી નજીવી બોલાચાલી'ની ઘટનાએ હત્યાના ગુનાનું સ્વરૂપ લઈ લીધું હતું.
આ ઘટનામાં એક 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાની છરીનો ઘા મારી હત્યા નીપજાવી દેવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.
આ બનાવ બાદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે તણાવ પ્રસરેલો જોવા મળ્યો હતો. તણાવભર્યા માહોલ વચ્ચે આગચંપીના બનાવો બન્યા હતા અને માલ-મિલકતને ભારે નુકસાન થયું હતું.
પોલીસે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે આ ઘટના બાદ હવે સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટનાના એક આરોપી સહિત વિસ્તારમાં આવેલાં અન્ય કથિત 'ગેરકાયદેસર દબાણો' સામે 'કડક કાર્યવાહી' હાથ ધરી હતી.
આ મામલાની તપાસ માટે રાજ્ય સરકારે ડીવાયએસપીના નેતૃત્વમાં બે પીઆઇ અને એક પીએસઆઇની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (એસઆઇટી)ની રચના કરી છે.
ત્યારે એ દિવસે શું શું થયું હતું એ સ્થાનિકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન