દિવાળી દરમિયાન મીઠાઈ ખાતી વખતે રહો સાવધાન, મીઠાઈમાં ભેળસેળને કારણે થઈ શકે છે આ રોગો

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી
ઇમેજ કૅપ્શન, ઘણી મીઠાઈઓમાં માવાનો ઉપયોગ થાય છે.
    • લેેખક, શુભાંગી મિશ્રા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

દિવાળીના સમયે મીઠાઈ ખરીદતી વખતે માત્ર તેની કૅલરી વિશે જ નહીં, પરંતુ તેમાં મિલાવટ તો નથી ને? તેમાં વપરાયેલા માવો અને ઘી અસલી છે કે નહીં? તે જાણવું પણ એટલું જ જરૂરી છે.

દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈઓ અને નમકીનની માંગમાં ભારે વધારો થાય છે. આ સમયે અસલી અને મિલાવટી ઉત્પાદનો વચ્ચેનો તફાવત પારખવો પણ મુશ્કેલ બની જાય છે.

3 નવેમ્બરે દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પોતે તુર્કમાન ગેટ પહોંચ્યાં હતાં અને ત્યાં મિલાવટી માવો જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.

તેમણે આ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતાં લખ્યું હતું, "તહેવારો દરમિયાન અને સમગ્ર વર્ષ દરમિયાન દિલ્હીમાં દરોડાઓ વધુ તેજ કરવામાં આવશે. મિલાવટ વિરુદ્ધની કાર્યવાહી સતત ચાલુ રહેશે."

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી
ઇમેજ કૅપ્શન, ભેળસેળ સામે કાર્યવાહી કરી રહેલાં દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા.

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ મુજબ, "દિલ્હીના ફૂડ સેફ્ટી વિભાગે છેલ્લા બે મહિનામાં બજારોમાંથી 4,000 કિલોથી વધુ ખાદ્યપદાર્થોનો નાશ કર્યો હતો. તેમાં માવો, ઘી, પનીર અને મીઠાઈઓનો સમાવેશ થતો હતો. વિભાગ દ્વારા તપાસવામાં આવેલા 290 નમૂનાઓમાંથી 85 અસુરક્ષિત અથવા નિર્ધારિત ધોરણોથી નીચાં હોવાનું જણાયું હતું."

મોરી ગેટની ખોયા મંડી, ઓખલા અને જનકપુરી સહિત દિલ્હીના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 30 અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં અને મોટી માત્રામાં ખાદ્યપદાર્થો જપ્ત કરીને નષ્ટ કરવામાં આવ્યા હતા.

પરંતુ તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત મીઠાઈઓનું વેચાણ કેમ વધી જાય છે? તેની ઓળખ કેવી રીતે કરવી? અને તેને ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવો ખરાબ પ્રભાવ પડી શકે? આવો, સમજીએ.

તહેવારોમાં ભેળસેળ કેમ વધે છે?

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી
ઇમેજ કૅપ્શન, તહેવારોમાં મીઠાઈમાં ભેળસેળ એક સમસ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

સપ્ટેમ્બર 2026માં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ 'સ્પેશિયલ ફેસ્ટિવ ડ્રાઇવ' સંબંધિત એક પરિપત્ર જાહેર કર્યો હતો.

તેમાં જણાવાયું હતું કે, નવરાત્રિ અને દિવાળી પહેલાં મીઠાઈઓ, તેલ, પનીર અને માવા જેવા ખાદ્યપદાર્થોની માંગમાં ઝડપથી વધારો થાય છે.

આ સમયગાળા દરમિયાન બજારમાં મિલાવટી, નકલી અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો પહોંચવાની આશંકાને ધ્યાનમાં રાખીને FSSAIએ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને પોતાના વિસ્તારોમાં દેખરેખ અને તપાસ વધારવા જણાવ્યું હતું.

પરિપત્રમાં જણાવાયું હતું, "અધિકારીઓને સૂચના આપવામાં આવે કે તેઓ તહેવારો દરમિયાન પોતાના વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનોનું નિરીક્ષણ કરે અને ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્રિત કરે. આ અભિયાનોમાં એવા વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવે જ્યાં ભેળસેળની આશંકા વધુ હોય અને જેને સંવેદનશીલ સ્થળો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાં હોય."

અખબાર 'મિન્ટ'ના એક અહેવાલ અનુસાર, ભારતમાં સંગઠિત મીઠાઈ ઉત્પાદકોના કુલ વાર્ષિક વેચાણમાંથી અંદાજે 35 ટકા વ્યવસાય તહેવારોની મોસમ દરમિયાન થાય છે.

ભેળસેળથી બનેલી મીઠાઈઓથી શું નુકસાન થાય છે?

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી
ઇમેજ કૅપ્શન, તહેવારોમાં મીઠાઈનું વેચાણ વધી જાય છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજિસ્ટ ડૉ. અનિલ અરોરાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "તહેવારો દરમિયાન માંગ એટલી વધી જાય છે કે ઘણી વખત પુરવઠો તે માંગને પહોંચી વળી શકતો નથી. આવી સ્થિતિમાં બજારમાં ભેળસેળયુક્ત માલ ઉપલબ્ધ થવાની શક્યતા વધી જાય છે."

અમે આ મુદ્દે મીઠાઈ અને નમકીન ઉત્પાદકોના સંગઠન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.

દિલ્હીની મોરી ગેટ મંડીના ખોયા માવો વ્યાપાર સંઘના પ્રમુખ રાકેશ તોમરે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મિલાવટી મીઠાઈઓ જપ્ત કરાયાની ઘટનાઓ બાદ મંડીના વ્યવસાય પર અસર પડી છે.

તેમણે કહ્યું હતું, "આ વર્ષે વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં ઓછામાં ઓછો 40 ટકા ઘટાડો થયો છે. મોટી ઉદ્યોગ કંપનીઓનો માલ વેચાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. અમે દિલ્હીના નાના વેપારીઓ છીએ અને અમારા માવામાં કોઈ મિલાવટ નથી. અમારો માલ જપ્ત કરવામાં આવે ત્યારે અમને તેનું કારણ પણ જણાવવામાં આવતું નથી."

અમે આ આરોપો અંગે દિલ્હીના ફૂડ સેફ્ટી કમિશનર પાસેથી ઇ-મેલ મારફતે પ્રતિભાવ માંગ્યો હતો, પરંતુ તેમની તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તેમનો જવાબ મળ્યા બાદ તેને અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

સરકાર શું કરે છે?

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી

FSSAI તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં મિલાવટ અટકાવવા માટે વિશેષ અભિયાન ચલાવવાની ભલામણ કરે છે.

તે અંતર્ગત મીઠાઈની દુકાનો, ડેરીઓ, ગોદામો અને ખાદ્યપદાર્થો બનાવતી એકમોનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તપાસ માટે નમૂનાઓ લેવામાં આવે છે.

આ ઉપરાંત, FSSAIએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'ફૂડ સેફ્ટી ઑન વ્હીલ્સ' નામની મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ લૅબોરેટરીઓને મુખ્ય બજારોમાં તહેનાત કરવા જણાવ્યું છે.

તેના દ્વારા ખાદ્યપદાર્થોની સ્થળ પર પ્રાથમિક તપાસ કરી શકાય છે. જોકે, દરેક પ્રકારની મિલાવટની પુષ્ટિ માટે પ્રયોગશાળામાં વિગતવાર તપાસ જરૂરી હોય છે.

જો કોઈ દુકાનદાર અથવા ઉત્પાદક મિલાવટયુક્ત અથવા અસુરક્ષિત ખાદ્યપદાર્થો વેચતો ઝડપાય, તો તેની સામે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ, 2006 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

તેમાં દંડ ફટકારવાનો, લાઇસન્સ સ્થગિત અથવા રદ કરવાનો અને ગંભીર કેસોમાં જેલની સજાની પણ જોગવાઈ છે.

માર્ચ 2026માં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બી.એલ. વર્માએ લોકસભાને જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ, 2006 હેઠળ કુલ 12,057 કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ જ સમયગાળામાં 8,636 સિવિલ કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. સિવિલ કેસોમાં કુલ અંદાજે 36.43 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 179 ફોજદારી કેસોમાં સજા કરવામાં આવી હતી અને અંદાજે 28.23 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ખાદ્યપદાર્થોની તપાસ દરમિયાન જો કોઈ નમૂનો નિર્ધારિત ધોરણો પર ખરો ન ઉતરે, તો ખામીની ગંભીરતા અનુસાર સંબંધિત વેપારી સામે કાર્યવાહી કરવામાં આવે છે.

મિલાવટયુક્ત અથવા અસુરક્ષિત ખાદ્યપદાર્થોના વેચાણ અંગેની ફરિયાદ ગ્રાહકો FSSAIની 'ફૂડ સેફ્ટી કનેક્ટ' ઍપ અને ઑનલાઇન ફરિયાદ વ્યવસ્થા મારફતે પણ કરી શકે છે.

સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે?

મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? મિલાવટી માવાથી બનેલી મીઠાઈઓ ખાવાના શું જોખમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર હેલ્થ આરોગ્ય તંદુરસ્તી ન્યૂઝ અપડેટ દિવાળી
ઇમેજ કૅપ્શન, ભારતમાં જલેબી બનાવવાની એક તસવીર.

ભેળસેળયુક્ત ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની હાનિકારક અસરો પડી શકે છે. આ અસરો ટૂંકા ગાળાની પણ હોઈ શકે છે અને લાંબા ગાળે પણ દેખાઈ શકે છે.

ગંગારામ હૉસ્પિટલના ડૉ. અનિલ અરોરાનું કહેવું છે કે, તહેવારો દરમિયાન બજારમાં મિલાવટી ખાદ્યપદાર્થો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે.

તેમના જણાવ્યા અનુસાર, "મિલાવટી મીઠાઈ અથવા નમકીન ખાવાની સૌથી ગંભીર અસર પાચનતંત્ર પર પડી શકે છે. જો ખોરાકમાં એવાં રસાયણો ભેળવાયેલાં હોય કે જેના કારણે પેટમાં સોજો આવી શકે અથવા ઍસિડનું ઉત્પાદન વધી શકે, તો તમને ઊબકા, પેટનો દુખાવો, ઊલટી અથવા ખેંચાણ થઈ શકે છે. દૂષિત ખોરાક આંતરડાં સુધી પહોંચીને ચેપ પણ પેદા કરી શકે છે."

તેમણે એ પણ જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી મોટી માત્રામાં આવા ખાદ્યપદાર્થો ખાવાથી તેમાં રહેલાં કેટલાંક રસાયણો શરીરમાં એકત્રિત થઈ શકે છે. તેની અસર શરૂઆતમાં દેખાતી નથી, પરંતુ સમય જતાં તે શરીરની ચયાપચય પ્રક્રિયાઓને અસર કરી શકે છે.

તેઓ કહે છે, "આ વસ્તુઓ ખાસ કરીને યકૃત (લિવર)ને અસર કરી શકે છે, જેના કારણે શરીરમાં કાર્બોહાઇડ્રેટ, ગ્લુકોઝ અને ચરબીનું મૅટાબોલિઝમ ખોરવાઈ શકે છે. જો ભારે ધાતુઓ હૃદય, મગજ અને કિડની જેવા અંગોમાં જમા થઈ જાય, તો હેવી મેટલ પૉઇઝનિંગ થઈ શકે છે. તેનાથી ધીમે ધીમે શરીરને ગંભીર નુકસાન પહોંચી શકે છે."

FSSAIએ ગ્રાહકો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને મિલાવટની પ્રાથમિક ઓળખની રીતો જણાવવામાં આવી છે.

FSSAIની 'ડિટેક્ટ ઍડલ્ટરેશન વિથ રૅપિડ ટેસ્ટ' હેન્ડબુકમાં દૂધ અને દૂધમાંથી બનતાં ઉત્પાદનો, તેલ, ઘી, મસાલા અને અનાજ સહિત અનેક ખાદ્યપદાર્થોમાં થતી સામાન્ય મિલાવટ ઓળખવા માટે ઘરેલુ સ્તરે કરી શકાય એવા 50 કરતાં વધુ પરીક્ષણોની માહિતી આપવામાં આવી છે.

જોકે, ડૉ. અરોરાનું કહેવું છે કે આ રીતો વ્યવહારિક રીતે હંમેશાં અસરકારક સાબિત થઈ શકે એવું જરૂરી નથી.

તેમણે કહ્યું હતું, "ખાદ્યપદાર્થોની તપાસ કરવાની જવાબદારી સરકારની છે. કોઈપણ દવા અથવા ખાદ્યપદાર્થ, જે કોઈપણ ખૂણે વેચાતો હોય, તે પ્રમાણિત અને શુદ્ધ હોવો જોઈએ. કોઈ સામાન્ય ગ્રાહક પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તે દરેક ઉત્પાદનની તપાસ કરતો રહે. તેની જવાબદારી સરકાર અને ખાદ્ય નિયમનકારની છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન