ગુજરાતમાં 48 કલાક ભારે, અમદાવાદ સહિત આ 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ તૂટી પડશે

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં તમામ જિલ્લામાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું છે, જોકે ફરી એ સક્રિય થાય તેવા સંકેતો છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવું અનુમાન છે.

ગુજરાતમાં 23 અને 24 જુલાઈએ મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

તો કેટલાક વિસ્તારોમાં તો એટલો વરસાદ પડ્યો કે ચાર-પાંચ દિવસ સુધી વરસાદી પાણી ઓસર્યાં નહોતાં.

આ દરમિયાન લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. હવે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કેટલાક કલાકોમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જોકે ક્યાંય ભારે કે અતિભારે વરસાદ પડ્યો હોય એવું નોંધાયું નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કે સામાન્યથી વધુ રહે તેવી સંભાવના છે.

28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

એ હવે આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

હાલના સમયે મૉન્સૂન ટ્રફ શ્રી ગંગાનગર, ભિવાની, ગ્વાલિયર, સીધી, છત્તીસગઢના મધ્ય ભાગો અને નજીકના ઉત્તર ઓડિશા, પુરી પર ડીપ ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થાય છે. ત્યાર બાદ દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીના મધ્ય ભાગો તરફ જાય છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

હવામાન વિભાગ અનુસાર, જો વરસાદી મજબૂત સિસ્ટમ તેના નિર્ધારિત સમય અને સ્થળ તરફ આગળ વધે તો આવનારા દિવસોમાં વરસાદની પ્રબળ શક્યતા છે.

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે, જળબંબાકાર જેવી સ્થિતિ ક્યાં સર્જાશે?

31 જુલાઈએ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, 31 જુલાઈએ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું જોર વધશે. એટલે કે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 30 જુલાઈએ દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

તેમજ એ જ દિવસે નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

તો 31 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

તેમજ ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

તેમજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.

એટલે કે 31 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં બીજા કયા જિલ્લામાં વરસાદ પડશે?

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

30 જુલાઈએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, તેમજ અમદાવાદ, આણંદ અને મહીસાગરમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તેમજ દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

એવી જ રીતે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં કેટલાંક સ્થળોએ અને મોરબી, દ્વારકા,જામનગર, પોરબંદર, અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

31 જુલાઈની વાત કરીએ તો એ દિવસે પણ મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ અને દક્ષિણમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં, રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગની આગાહી પરથી જોઈ શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન