વાઇફાઇ સ્લો છે? માઇક્રોવેવ સહિત આ ચાર વસ્તુઓ ઘટાડી શકે છે સ્પીડ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટૅક્નૉલૉજી, વાઇફાઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાઇફાઇ ડિજિટલ વર્લ્ડની લાઇફલાઇન બની ગઈ છે
    • લેેખક, થૉમસ જરમૅન
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઇન્ટરનેટની દુનિયા વાઇફાઇના આશરે ચાલે છે. ડિજિટલ વર્લ્ડ પર આપણી નિર્ભરતા એટલી વધી છે કેહી શકાય કે વિશ્વ વાઇફાઇના આશરે જ ચાલી રહ્યું છે.

પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ વાઇફાઇના રસ્તામાં અવરોધ બની શકે છે. એટલે સુધી કે આ વસ્તુઓમાં તમારું ભોજન પણ સામેલ છે.

એલેક્સ હિલ્સ વિશ્વના એવા પ્રથમ લોકોમાં સામેલ હતા, જેમણે વાઇફાઇ કનેક્શનની પરેશાની સામે ઝઝૂમવું પડ્યું હતું.

તેઓ વર્ષ 1993માં અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમણે વિશ્વના પ્રારંભિક મોટા વાઇફાઇ નેટવર્કમાંથી એકને તૈયાર કરનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું.

હિલ્સે પોતાના પુસ્તક 'વાઇફાઇ ઍન્ડ ધ બૅડ બૉય્ઝ ઑફ રેડિયો'માં આ કહાણીનો ઉલ્લેખ કર્યો છે.

પરંતુ અહીં 'બૅડ બૉય્ઝ'નો અર્થ તેમની ટીમના ઇન્ટરનેટ હૅકરો - એવો નથી.

હિલ્સે આ નામ એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓને આપ્યું હતું, જે વાઇફાઇના યોગ્ય રીતે કામ કરવામાં અવરોધ પેદા કરે છે.

બની શકે કે તમારું ઘર પણ આવા 'બૅડ બૉય્ઝ'થી ભરાયેલું હોય, જે તમારી મીમ જોવાની રાહમાં શક્ય દરેક અવરોધ પેદા કરી રહ્યા છે.

કેટલાક અવરોધો આશ્ચર્યચકિત નથી કરતા. જેમ કે, મોટી દીવાલો. પરંતુ કેટલાંક કારણો થોડાં અજુગતાં પણ છે.

આ અવરોધોની ઓળખ કરવાથી તમને તમારા વાઇફાઇ કનેક્શનની સમસ્યા ઠીક કરવામાં મદદ મળી શકે છે.

એટલું જ નહીં, આનાથી તમારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ તકનીકો પૈકી એકને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે છે.

માઇક્રોવેવને કારણે વાઇ-ફાઇ સિગ્નલમાં અવરોધ પેદા થાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટૅક્નૉલૉજી, વાઇફાઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇક્રોવેવ તમારા વાઇફાઇ સિગ્નલમાં અવરોધ પેદા કરી શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑસ્ટ્રેલિયામાં ખગોળશાસ્ત્રી 17 વર્ષ સુધી રહસ્યમય રેડિયો સંકેતો અંગે મૂંઝવણમાં રહ્યા.

કેટલાક લોકોએ આના માટે સૌર જ્વાળાને જવાબદાર ઠેરવી, જ્યારે સામાન્ય લોકોને શંકા હતી કે આની પાછળ એલિયન હોઈ શકે છે.

આખરે તેમને ખબર પડી કે અસલ કારણ તેમની સાવ નિકટ જ હતું. તેમનું ટેલિસ્કોપ બપોરે ભોજન સમયે ઑફિસના માઇક્રોવેવ ઓવનમાંથી નીકળી રહેલી ઊર્જા તરંગોને પકડી રહ્યું હતું.

હાનિકારક માઇક્રોવેવ તરંગોથી માત્ર ટેલિસ્કોપને અસર નથી થતી, આ તમારા વાઇફાઇમાં પણ અવરોધ પેદા કરી શકે છે.

મોટા ભાગની વાયરલેસ સંચાર તકનીકોની માફક વાઇફાઇ પણ રેડિયો તરંગો મારફતે સૂચનાઓ મોકલે છે.

સરકારે મોટા ભાગે રેડિયો ફ્રિકવન્સીને ખાસ હેતુ માટે રિઝર્વ રાખે છે.

ઉદાહરણ તરીકે, કાયદાને લાગુ કરનારી એજન્સીઓ, હવાઈ યાત્રા નિયંત્રણ અને એએમ અને એફએમ રેડિયો સ્ટેશનો માટે.

પરંતુ કેટલીક ફ્રીક્વનીસ લાઇસન્સ વિના પણ સામાન્ય લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ હોય છે.

ઉદાહરણ તરીકે, 2.4 ગીગાહર્ટ્ઝ વાઇફાઇ નેટવર્ક અને બ્લુટૂથ ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતી સૌથી સામાન્ય ફ્રીકવન્સીઓ પૈકી એક છે.

આ ફ્રીકવન્સી તમારું માઇક્રોવેવ ઓવન વધેલા ભોજનને ગરમ કરવા માટે ઉપયોગમાં લે છે.

માઇક્રોવેવ ઓવનને સારી રીતે સીલ કરાય છે, જેથી ભોજન ગરમ કરનારી તરંગો ઉપકરણની અંદર જ રહે.

પરંતુ હિલ્સ કહે છે કે જો તમારું માઇક્રોવેવ ઓવન જૂનું થઈ ગયું છે, કે ભોજન ગરમ થતા પહેલાં જ તમે તેનો દરવાજો ખોલી દો, તો તે તમારા વાઇફાઇ સિગ્નલમાં અવરોધ પેદા કરી શકે છે.

હિલ્સ કહે છે, "આ એ પ્રમુખ અવરોધો પૈકી એક છે, જે અંગે લોકો ઘણી વાર વાત કરે છે."

ફ્લોરોસેન્ટ લાઇટ કે કારની ઇગ્નિશન સિસ્ટમમાંથી નીકળતી ફ્રીક્વન્સી પણ આ જ પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે.

હિલ્સ કહે છે, "આજકાલ માઇક્રોવેવ એટલી મોટી સમસ્યા નથી."

હવે વાઇફાઇની તકનીક બહેતર થઈ ગઈ છે અને તે 2.4 ગીગાહર્ટ્ઝના સ્થાને 5 ગીગાહર્ટઝ બૅન્ડ પર પણ કામ કરી શકે છે.

પરંતુ જો તમારી વાઇફાઇ સિસ્ટમ કે માઇક્રોવેવ ઓવન જૂનાં હોય તો ભોજન ડીફ્રૉસ્ટ કરતી વખતે પણ તમારા મીમ જોવામાં અવરોધ પેદા થઈ શકે છે.

માછલીઘરના કારણે વાઇ-ફાઇમાં સમસ્યા થઈ શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટૅક્નૉલૉજી, વાઇફાઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો તમારા અને રાઉટર વચ્ચે માછલીઘર (ઍક્વેરિયમ) મૂકેલું હોય, તો ત્યાં એવો વિસ્તાર બની જાય છે જ્યાં વાઇફાઇ ઉપલબ્ધ નથી હોતું

જો તમારા ઘરમાં માછલીઓ છે એટલે કે તમે ઘરમાં માછલીઘર હોય તો એ પણ વાઇફાઇના રસ્તામાં અડચણ બની શકે છે.

હિલ્સ કહે છે, "અંતર વધવાની સાથે રેડિયો સિગ્નલ સ્વાભાવિકપણે કમજોર બનતું જાય છે. પરંતુ ઘણી વાર જ્યારે તે કોઈ વસ્તુની આરપાર જાય છે, તો તે સિગ્નલને કમજોર બનાવી દે છે. અમે તેને 'શેડોઇંગ' કહીએ છીએ."

વાઇફાઇ અને પાણીની એકમેક સાથે બનતું નથી.

બીજાં કારણો સિવાય પાણીના અણુ નાના ચુંબકોની માફક કામ કરે છે અને રેડિયો સિગ્નલની ઊર્જા શોષી લે છે.

જો તમારા અને રાઉટર વચ્ચે માછલીઘર મૂકેલું હોય તો તે એવો વિસ્તાર બની શકે છે જ્યાં વાઇફાઇ ઉપલબ્ધ ન હોય.

હિલ્સ કહે છે કે વાઇફાઇ નેટવર્કમાં લોકો સામે આવનારી સૌથી મોટી સમસ્યા 'શેડોઇંગ' છે અને આનું કારણ માત્ર માછલીઘર જ નથી.

રેડિયો તરંગો લાકડી અને ડ્રાઇવૉલ જેવી કેટલીક વસ્તુઓની આરપાર અપેક્ષા કરતાં સરળતાથી પસાર થાય છે.

પરંતુ જો તમારા ઘરની દીવાલો ઈંટ કે કૉંક્રીટ જેવી નક્કર સામગ્રીથી બની છે, તો સમસ્યા વધી શકે છે.

હિલ્સ કહે છે, "તમારા રાઉટર અને જે ઉપકરણનું તમે ઉપયોગ કરવા માગો છો, તેની વચ્ચે એક સીધી રેખાની કલ્પના કરો."

સિગ્નલ રૂમમાં રહેલી વસ્તુઓથી અથડાઈને બીજો રસ્તો શોધી શકે છે, પરંતુ રસ્તામાં ઘણા બધા અવરોધો હશે તો તેના માટે આગળ વધવું મુશ્કેલ હશે.

ઓછું અંતર વાઇફાઇ માટે બહેતર હોય છે. તેથી રાઉટરને ઘરની વચ્ચોવચ અને શક્ય એટલી ઊંચી જગ્યાએ રાખવું સારું હોય છે.

જો તેનાથી પણ વાત ન બને તો તમે વાઇફાઇ ઍક્સટેન્ડરનો ઉપયોગ કરી શકો છો. આનાથી સિગ્નલની પહોંચ વધી જશે. તમે તમારા રાઉટરના સ્થાને મેશ નેટવર્ક પણ લગાવી શકો છો.

મેશ નેટવર્ક ઘણાં નાનાં ઉપકરણો મારફતે આખા ઘરમાં વાઇફાઇ પહોંચાડે છે.

આનાથી તમારે એ પરેશાન કરનારી માછલીઓને હઠાવવાની જરૂર નહીં પડે.

કાચ સાથે ટકરાઈને વાઇફાઇ સિગ્નલ વિખેરાઈ જાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટૅક્નૉલૉજી, વાઇફાઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે રીતે પ્રકાશ કાચ જેવી ચમકદાર સપાટી પર અથડાઈને વિખેરાઈ જાય છે કે પરાવર્તન પામે છે, એવી જ રીતે તમારું વાઇફાઇ સિગ્નલ પણ પાછું ફરી શકે છે

રેડિયો પણ પ્રકારશનો જ એક રૂપ છે.

જે રીતે પ્રકાશ કાચ જેવી ચમકદાર સપાટી પર અથડાઈને વિખેરાઈ જાય છે કે પરાવર્તન પામે છે, એવી જ રીતે તમારું વાઇફાઇ સિગ્નલ પણ પાછું ફરી શકે છે.

ટેલિવિઝન જેવી કોઈ પણ સપાટ અને ચમકદાર સપાટી આવી સમસ્યા પેદા કરી શકે છે. જો તમારી દીવલોમાં ધાતુની પ્લેટોનો ઉપયોગ કરાયો હોય તો સમસ્યા વધી શકે છે.

જો તમારા ઘરના કોઈ ભાગમાં વાઇફાઇ સિગ્નલ કમજોર છે, તો તમારા અને રાઉટર વચ્ચે એક સીધી રેખાની કલ્પના કરો.

જુઓ કે શું એ રસ્તામાં કોઈ મોટો કાચ કે ટીવી છે ખરાં, જે સિગ્નલની દિશા બદલી શકે છે.

તમે આવી વસ્તુઓને અન્ય જગ્યાએ રાખવાનું વિચારી શકો છો.

જો તમે તમારા ઘરની વ્યવસ્થા બદલવા ન માગતા હો તો વાઇફાઇ ઍક્સટેન્ડર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ઠંડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટૅક્નૉલૉજી, વાઇફાઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિમવર્ષા કોઈ ઘર, મહોલ્લો કે આખા શહેરને ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઠપ કરી શકે છે

જો તમે ખુલ્લા વિસ્તારની બીજી તરફ મોજૂદ કોઈ ઇમારતના નેટવર્કનો ઉપયોગ નથી કરતા તો વરસાદ તમારા વાઇફાઇને નહીં રોકે.

પરંતુ મોસમ ખૂબ બગડે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.

હિમવર્ષા કોઈ ઘર, મહોલ્લા કે આખા શહેરને ઇન્ટરનેટ સેવા પૂરી પાડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઠપ કરી શકે છે.

ભીષણ ઠંડીથી કૅબલની અંદર રહેલી ધાતુને નુકસાન પહોંચી શકે કે જામેલો બરફ સૅટેલાઇટ સિગ્નલને રોકી શકે છે.

ગરમી પણ આ પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે.

જોકે, મોસમ જ એકમાત્ર સમસ્યા નથી. જો તમારા ઘરના તમામ લોકો અંદર બેસીને યૂટ્યૂબ જોઈ રહ્યા હોય ત્યારે પણ નેટવર્કની સ્પીડ ધીમી થઈ શકે છે.

તેનો અર્થ એ છે કે મીમ જોવામાં અવરોધ જળવાયુ પરિવર્તનનું વધુ એક પરિણામ હોઈ શકે છે.

સમાધાન શું છે?

ધરતીને બચાવવામાં પોતાની ભૂમિકા ભજવવાની સાથોસાથ તમે ટેલિકૉમ કંપનીઓ અને સ્થાનિક અધિકારીઓ પાસેથી પહેલાંથી જ જરૂરી પગલાં ઉઠાવવાની માગ કરી શકો છો.

જ્યાં સુધી એલેક્સ હિલ્સની વાત છે, તેઓ હવે અલાસ્કામાં રહે છે.

તેમણે પોતાના પ્રવૃત્ત જીવનનો એક મોટો ભાગ અંતરિયાળ કસબા અને ગામો સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરવાના કામમાં પસાર કર્યો છે.

સૅટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓએ આ કામને ઘણું સરળ બનાવી દીધું છે. પરંતુ તેમના પણ પોતાના જ વાઇફાઇ 'બૅડ બૉય્ઝ' પણ છે.

ઘણી વાર બરફના તોફાનમાં તમારી સૅટેલાઇટ ડિશ બરફથી ઢંકાઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે પાવડો ઉપાડીને તેને સાફ કરવી પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન