નેપાળમાં પૂર બાદ તબાહી, સ્વજનોને શોધતાં લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, નેપાળમાં પૂર બાદ તબાહી, સ્વજનોને શોધતાં લોકો શું બોલ્યા?
નેપાળમાં પૂર બાદ તબાહી, સ્વજનોને શોધતાં લોકો શું બોલ્યા?
પ્રકાશિત

નેપાળમાં કાઠમંડુની હૉસ્પિટલની બહાર હજુ પણ હોનારતની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે.

રસુઆ અને આસપાસના વિસ્તારોમાંથી બચાવાયેલા લોકોને અહીં લાવવામાં આવી રહ્યા છે, જ્યારે પરિવારજનો લાપતા સ્વજનોની શોધમાં ભટકી રહ્યા છે.

પૂરમાં ગામો, રસ્તા અને પુલો ધોવાઈ ગયાં છે અને અનેક વિસ્તારોમાં હજુ પહોંચવું મુશ્કેલ છે.

હાલમાં હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ ઘણા લોકો હજુ પણ ગુમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન