કરોડોની કિંમતના કૉક્રોચ જપ્ત, હથેળી જેવડા મોટા વાંદા ખાસ કેમ?
ન્યૂ સાઉથ વૅલ્સ ખાતેથી ઑસ્ટ્રેલિયન અધિકારીઓએ કૉમર્શિયલ સંવર્ધક (બ્રીડર) પાસેથી એક લાખથી વધુ ગેરકાયદેસર વિદેશી વંદા જપ્ત કર્યા હતા, જે પૈકી કેટલાક તો એક હથેળી જેટલા મોટા હતા.
સિડનીથી 200 કિમી પશ્ચિમમાં આવેલા બાથર્સ્ટમાં એક સંવર્ધક પાસેથી 1.43 લાખ અમેરિકન ડૉલર (5 જૂન, 2026ના ભાવ પ્રમાણે, 1.35 કરોડ રૂ.)ની કિંમતના જપ્ત કરાયેલા વંદામાં મડાગાસ્કર હિસિંગ કૉકરોચ અને ડુબિયા વંદાનો સમાવેશ થાય છે. બંને પ્રજાતિઓને ઑસ્ટ્રેલિયામાં આયાત કરવાની, રાખવાની, ઉછેરવાની અને વેચવાની મનાઈ છે.
ઑથૉરિટીઝના જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર વિદેશી અપૃષ્ઠવંશી પ્રાણીઓને સૌથી મોટા જથ્થામાં જપ્ત કરવાની આ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે ગેરકાયદેસર જંતુઓ રોગ ફેલાવી શકે છે અને સ્થાનિક વન્ય જીવન અને ખેતીને નુકસાન પહોંચાડી શકે છે.
આ ગેરકાયદેસર વંદાને સામાન્ય રીતે પાલતુ સરીસૃપને ખવડાવવામાં આવે છે, આ વંદાઓને અધિકારીઓ દ્વારા મારી નાખવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Supplied: DCCEEW
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



