ગુજરાતનું એ સ્થાન જ્યાં 'કાળી' નદી 'સફેદ' સમુદ્રમાં સમાઈ જાય છે

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ સ્થાન જ્યાં 'કાળી' નદી 'સફેદ' સમુદ્રમાં સમાઈ જાય છે
ગુજરાતનું એ સ્થાન જ્યાં 'કાળી' નદી 'સફેદ' સમુદ્રમાં સમાઈ જાય છે
પ્રકાશિત

એક તરફ સફેદ ફીણવાળું અરબ સાગરનું પાણી અને બીજી તરફ માટી અને કાપને કારણે કાળી દેખાતી નોળી નદી.

આ બંનેનો સંગમ માંગરોળના શેરિયાઝ બારા પાસે થાય છે. જ્યાં નોળી નદીનું મીઠું ખારા પાણીમાં ભળી જાય છે.

માંગરોળમાં ત્રણ દિવસ દરમિયાન 40 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નોળી નદીમાં પૂર આવ્યું હતું.

એ પછી સ્થાનિક માછીમાર સમાજના લોકો કુદરતી રીતે બનેલા રેતીના પાળામાં માર્ગ બનાવીને નદીનાં પાણીને દરિયા તરફ વહેવાનો નાનો માર્ગ કરી આપ્યો.

એ પછી પાળાને તોડીને નદીનું પાણી માર્ગ બનાવતું જાય છે અને સાગરમાં ભળવા માટે દોડી જાય છે. આ દૃશ્ય કૅમેરામાં કેદ થયું હતું. જેણે સ્થાનિકો અને પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન