ગુજરાતના આ પાડોશી રાજ્યની શાળાઓમાં બન્યા પિન્કરૂમ્સ, જ્યાં છોકરીઓ કરી શકે છે માસિક સમયે આરામ
ગુજરાતના આ પાડોશી રાજ્યની શાળાઓમાં બન્યા પિન્કરૂમ્સ, જ્યાં છોકરીઓ કરી શકે છે માસિક સમયે આરામ
મહારાષ્ટ્રના કોલ્હાપુરની મોટાભાગની જિલ્લા પંચાયતની શાળાઓમાં "પિન્કરૂમ"ની વ્યવસ્થા કરવામાં આવી છે.
નામ પ્રમાણે જ આ પિન્કરૂમને ગુલાબી રંગથી રંગવામાં આવ્યા છે, પરંતુ તેમનું મહત્ત્વ કલર કરતાં ઘણું વધારે છે.
છોકરીઓ અહીં આવીને વાંચે છે કે આરામ કરે છે.
પિરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું પણ મહત્ત્વ રહેલું છે.
દાખલા તરીકે, અહીં મૂકવામાં આવેલી એક સૂચના જણાવે છે કે રક્તસ્રાવ વધારે હોય કે ઓછો, ચારથી છ કલાકે સૅનિટરી પૅડ બદલી નાખવું.
જાણો અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



