દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ
દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ
પ્રકાશિત
ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ.
આ ઘટના દક્ષિણ ચીનના દરિયામાં સેકન્ડ થોમસ શોલ ખાતે ઘટી હતી.
આ અંડર વૉટર રીફ ફિલિપાઇન્સના દરિયાઈ હદવિસ્તારમાં આવે છે, પરંતુ ચીન તેની ઉપર કબજાનો દાવો કરે છે.
બંને પક્ષો એક બીજા ઉપર ઉશ્કેરણીના આરોપ મૂકી રહ્યા છે. ફિલિપાઇન્સનું કહેવું છે કે આ ઝડપાઝપીમાં તેના એક સૈનિકને ઈજા થઈ છે.

ઇમેજ સ્રોત, Armed Forces of the Philippines
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



