You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવામાન પલટાશે, હવે કેવું રહેશે હવામાન?
સોમવારે, 13 એપ્રિલ 2026ના રોજ ભારતીય હવામાન ખાતાએ વર્ષ 2026ના નૈૠતના ચોમાસા દરમિયાન થનાર વરસાદ વિશે લાંબાગાળાની આગાહી કરતાં જણાવ્યું કે આ વર્ષે ભારતમાં 92 ટકા વરસાદ પડશે.
ભારતીય હવામાન ખાતાએ તેનો વર્તારો જાહેર કર્યો તેના એક અઠવાડિયા પહેલાં એટલે કે 7 એપ્રિલના રોજ સ્કાયમૅટ વેધર નામની ખાનગી હવામાન સંસ્થાએ પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 94 ટકા જ વરસાદ પડશે.
આમ, બે હવામાન એજન્સીઓએ તેમનાં પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે 2026ના ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.
ભારતીય હવામાન ખાતાએ ઉમેર્યું છે કે અલ નીનો, ઇન્ડિયન ઓશન ડાઇપોલ અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન બરફનું આવરણ ભારતના નૈૠતના ચોમાસાને અસર કરતાં ત્રણ મોટાં પરિબળો છે.
તેમાંથી હાલની પરિસ્થિતિએ બે પરિબળો અનુકૂળ નથી અને તેથી ચોમાસું નબળું રહેવાની શક્યતા 35 ટકા જેટલી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન