પીઢ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, ભજનથી માંડીને કેબરે સુધી દરેક શૈલીમાં અનુકૂળ આવે એવો અવાજ શાંત

બીબીસી આશા ભોંસલે આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, ભજનથી માંડીને કેબરે સુધી દરેક શૈલીમાં અનુકૂળ આવે એવો અવાજ શાંત બોલિવુડ હોલિવુડ ગાયન સંગીત ગાયન સોંગ મુંબઈ

ઇમેજ સ્રોત, J. Quinton/WireImage/Getty

ઇમેજ કૅપ્શન, પીઢ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે
વાંચવાનો સમય: 2 મિનિટ

પીઢ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે (11 એપ્રિલ) હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

બ્રીચ કૅન્ડી હોસ્પિટલના ડૉ. પ્રિતિત સમદાનીએ બીબીસી મરાઠીને આ માહિતી આપી છે.

આશા ભોંસલે ફેફસાંના રોગ અને અન્ય ઉંમર સંબંધિત બીમારીઓથી પણ ઝઝૂમી રહ્યાં હતાં.

સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે માહિતી આપી હતી કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે (13 એપ્રિલ) સાંજે 4 વાગ્યે શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

92 વર્ષીય આશા ભોંસલેની સારવાર ઇમર્જન્સી મેડિકલ સર્વિસિઝ યુનિટમાં ચાલી રહી હતી.

ભજનથી માંડીને કેબરે સુધી દરેક શૈલીમાં અનુકૂળ આવે એવો અવાજ

બીબીસી આશા ભોંસલે બીબીસી આશા ભોંસલે આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, ભજનથી માંડીને કેબરે સુધી દરેક શૈલીમાં અનુકૂળ આવે એવો અવાજ શાંત બોલિવુડ હોલિવુડ ગાયન સંગીત ગાયન સોંગ મુંબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં આશા ભોંસલેની પ્રતિમા

8 સપ્ટેમ્બર, 1933ના રોજ જન્મેલાં આશા ભોંસલેએ 1943માં દસ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

તેમણે 90 વર્ષની ઉંમર સુધી ગાવાનું ચાલુ રાખ્યું. તેમણે હંસરાજ બહલ, ઓપી નૈયર, મદન મોહન, આરડી બર્મન, ઇલૈયારાજા, અનુ મલિકથી માંડીને એઆર રહેમાન સાથે પણ કામ કર્યું.

તેમણે રફી, મુકેશ અને કિશોરથી માંડીને બૉય જ્યૉર્જ અને આદિત્ય નારાયણ સુધીના ગાયકો સાથે ગાયું છે. ઉસ્તાદ અલી અકબર ખાન સાથેના આલબમ માટે તેમને 1995માં ગ્રેમી માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.

બીબીસી આશા ભોંસલે આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, ભજનથી માંડીને કેબરે સુધી દરેક શૈલીમાં અનુકૂળ આવે એવો અવાજ શાંત બોલિવુડ હોલિવુડ ગાયન સંગીત ગાયન સોંગ મુંબઈ

ઇમેજ સ્રોત, Getty Images

આશા ભોંસલેએ 10,000થી વધુ ગીતો રેકૉર્ડ કર્યાં છે.

સંગીતના નિષ્ણાત રાજીવ વિજયકરના મતે, "આશા ભોંસલેની ખાસિયત એ રહી છે કે તેઓ સમય સાથે ચાલે છે. તેમણે ક્યારેય એ ન માન્યું કે જૂની વસ્તુઓ જ સારી હોય છે. તેમનો અવાજ ભજનોને એટલો જ સૂટ કરે છે જેટલો કેબરેને સૂટ કરે છે."

તેઓ કહે છે, "વિવિધતા તેમની તાકત છે અને તેમને અહીં સુધી લાવી છે. ઉદાહરણ તરીકે, જો તમે 'આગે ભી જાને ના તુ...' ગીત જુઓ, તો તેમાં એક પ્રકારની ફિલસૂફી છે; તે એક નાઇટ ક્લબ નંબર પણ છે. આશાના આ ગીતમાં એક વિચિત્ર પીડા છે. નાઇટ બારમાં ફિલ્માવવામાં આવેલા ગીતમાં આવી લાગણી લાવવી મુશ્કેલ કાર્ય છે, જે આશા ભોંસલે કરી શક્યાં હતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન