સાત ગામોના પશુપાલકોએ વાહનચાલકોને મફત દૂધ કેમ પીવડાવ્યું?
સાત ગામોના પશુપાલકોએ વાહનચાલકોને મફત દૂધ કેમ પીવડાવ્યું?
પ્રકાશિત
શિહોરા–રાણીયા ચોકડી ખાતે પશુપાલકોએ બરોડા ડેરી સામે આવો વિરોધ કર્યો હતો.
નવા શિહોરા, જુના શિહોરા, પીપળીયા સહિત સાત ગામોના પશુપાલકોની માગ છે કે તેમના દૂધના પોષણક્ષમ ભાવો મળે અને અમૂલ ડેરી તેમનું દૂધ ખરીદે.
પશુપાલકોનું કહેવું હતું કે, તેઓ છેલ્લા કેટલાક દિવસથી ડેરીમાં દૂધ નહીં ભરીને વિરોધ કરી રહ્યા છે. જોકે, તેમની માગો ન સ્વીકારાતાં તેમણે આ રીતે મફતમાં દૂધ પીવડાવ્યું હતું.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



